Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 59
________________ Shri Ashtapad Maha Tirth વર્ધમાન જિનને રે વારે, ગૌતમ ગણધર જગજયકાર છે. અષ્ટાપદગિરિ રે જાવે, દક્ષિણદ્વાર પ્રવેશ સોહાવે વંદોને ચોવીશ૦ વા પહેલાં વંદ્યા રે ચાર, જિનવંદ્યા ચક્રીસુત પાર છે ચરારિ અઠદશ દોય ભાતિ, ચાલી તેહથી જગમાં ખ્યાતિ | વંદોને ચોવીશ૦ ૪ પરસેં ત્રણ તાપસ તારે, ભવજળથી પાર ઉતારે છે. તાપસ જમતાં રે ભાવે, પાચસે એકને કેવલ થાવે ! વંદો) ચોવીશ૦ પા સમવસરણને રે જોતાં, પાંચસે એકને કેવલ હોતાં ! પ્રભુજીની સુણી રે વાણી, પાંચસેં એક હુઆ તિહાં નાણી | વંદોને ચોવીશ૦ ૬ નમો તિથ્થસ્સ ઈમ કહી મુખવાણી, કેવલી પરખદા બેસે નાણી ! દીપવિજય કવિરાજ સવાઈ, અષ્ટાપદ ગિરિરાજ વડાઈ છે. વંદો) | ચોવીશ0 શા અર્થ - ભરતેશ્વરને વારે યોજન પ્રમાણ આઠ આઠ પગથિયાં કરવાથી અષ્ટાપદ એવું નામ પ્રસિદ્ધિને પામ્યું. સગર ચક્રવર્તીના પુત્રોએ તીર્થની રક્ષાને માટે ખાઈ વગેરે કરીને અષ્ટાપદ ગિરિરાજની વડાઈ એટલે માહાભ્ય વધાર્યું એવા શ્રી અષ્ટાપદ તીર્થને હે ભવ્યજનો ! વંદન કરો. તે તીર્થ ઉપર શ્રી ભરત ચક્રવર્તીએ સ્થાપન કરેલાં ચોવીસ ભગવાનનાં બિંબોને વંદન કરો. આ તીર્થ સંસારરૂપી સમુદ્ર તરવામાં તારુ એટલે વહાણ સમાન છે. આ તીર્થ શ્રી ઋષભદેવથી માંડીને પાંચમા આરાના પર્યન્ત સુધી જયવન્ત રહેશે અને અજિતનાથથી જો ગણીએ તો પાંચમા આરાના અંત સુધીમાં ચોથા આરાના અર્ધ પ્રમાણવાળા કાળથી પચાસ લાખ ક્રોડ સાગરોપમ થાય. આ ચોથા અર્ધા આરામાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ તથા અજિતનાથ ભગવાનને છોડી દઈને મહાવીર સ્વામી પર્યન્ત બાવીસ તીર્થંકર થયા. આ કારણથી બાવીસ તીર્થંકરો પણ ગુણના ભંડાર કહેવાયા અને અડધા આરાનો કાળ પણ આંતરે આંતરે તીર્થકર ભગવાનના તીર્થની સ્થાપનાથી પણ ગુણનો ભંડાર કહેવાય છે. છેલ્લા શ્રી વર્ધમાન સ્વામીના જીવનના વારામાં શ્રી ગૌતમ ગણધર પ્રભુએ લબ્ધિ દ્વારા સૂર્યના કિરણોનું અવલંબન લઈ અષ્ટાપદગિરિ પર ચઢી અને દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને ચાર આઠ દશ અને બે-એમ ચોવીસ તીર્થંકર પ્રભુને વાંદ્યા. પ્રથમ ચાર તીર્થકરને વાંદ્યા હોવાથી “ચત્તારિ અઠ દશ દોય' એવી ખ્યાતિ દુનિયામાં ચાલી. તેને માટે “સિદ્ધાણં બુદ્ધાણં”ની પાંચમી ગાથા વિચારવી. વળી, વર્ધમાનસ્વામી મહારાજના તીર્થમાં પંદરસો અને ત્રણ તાપસોએ આ અષ્ટાપદગિરિ તીર્થની યાત્રાથી આત્મસાધના કરી પાંચસે ને એકને ક્ષીર જમતાં જમતાં અને ગિરિરાજના ગુણ ગાતાં ગાતાં, આત્મગુણનું અવલોકન કરતાં કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. વળી, પાંચસો એક સમવસરણ દેખતાં કેવલી થયા અને ત્રીજા પાંચસો ને એક મહાવીર પ્રભુની વાણી સાંભળતાં કેવલી થયા, અને “નમો તિથ્થસ્સ” કહીને મહાવીર પ્રભુના સમવસરણમાં જઈને કેવલી પર્ષદામાં બેઠા. કવિરત્ન શ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે આ ગિરિરાજની સવાઈ અને વડાઈ મેં સુંદર કંઠથી ગાઈ છે. તેવા સુંદર તીર્થને વંદન કરો ૧ થી ૭ || Ashtapad Tirth Pooja - 354 રે

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86