Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 52
________________ Shri Ashtapad Maha Tirth શ્રી મહાવીરસ્વામી સુધીના દશ તીર્થકરોનાં બિંબો ભરાવ્યાં. આ પ્રભુનાં બિંબોની નાસિકાનો અગ્રભાગ સરખો રાખ્યો અને લાંછનો, વર્ણ, દેહપ્રમાણ, યક્ષ અને યક્ષણીઓ, બધાંની મૂર્તિઓ પ્રમાણસર ભરાવી. તેમાં લાંછન અને વર્ણનો રંગ યથાસ્થિત એટલે જેવો હતો તેવો બતાવ્યો. પોતાના સિવાય નવાણુ ભ્રાતા, મરૂદેવી માતા, અને બ્રાહ્મી સુંદરી બહેનો પ્રમુખ પરિવાર સહિત રત્નની પ્રતિમાઓ ભરાવી તેથી શ્રી અષ્ટાપદતીર્થ પ્રત્યક્ષ મુક્તિના પગથિયાંરૂપ હોય એવું ભાસવા લાગ્યું. આવું અષ્ટાપદતીર્થ જય પામો અને ભરતજીને પણ ધન્યવાદ હો ! હવે તીર્થરાજને વધાવવાની વિધિ દેખાડે છે- કેસરથી પીળા કરેલા ચોખાને થાળમાં ભરી પ્રભુને વધાવો એવી ઉદ્ઘોષણા કરવામાં આવી, રને વધાવો. ફૂલડે વધાવો તેમાં ભરતનાં નંદન સૂર્યયશા પણ રત્ન કરીને વધાવે છે. ત્યાર પછી ચન્દ્રયશા મોતીએ વધાવે છે. સુભદ્રા શ્રાવિકા પણ રને વધાવે છે. ઇક્વાકુકુળમાં અજવાળું થાય છે. સંઘની વિનંતિથી સંઘવીઓ અને પૂજા કરનારઓ શ્રી અષ્ટાપદતીર્થને ચોખાથી ફૂલથી અને સાચા મોતીથી વધાવો કરે છે. આવું શ્રી અષ્ટાપદતીર્થ જયવસ્તુ વર્તો. | | ઢાળ છે (અબોલા ગ્યાના લ્યો છો-એ દેશી) ભરતજી ચિંતે આગળ ભાવી, કોડાકોડી સાગરમાન તીર્થ એડ જગ જયવંતુ છે આગળ વિષમ કાળથી હોશે, લોભી લોક અજાણ તીર્થ0 I૧ તીરથ અશાતના કોઈ કરશે, ચિંતે ભરત નરેશ, તીર્થ૦ પર્વત ભાગની ભૂમિ જે, વિષમ કીધી પાજ પ્રવેશ | તીર્થ0 રા બત્રીસ કોશનો પર્વત ઊંચો, આઠ ચોક બત્રીસ, તીર્થ૦ યોજન યોજના અંતરે કીધાં, પગથિયાં આઠ નરેશ છે તીર્થ૦ Iકા ઈમ અષ્ટાપદ તીરથ સ્થાપી, અનુભવી ભરત મહારજ, તીર્થ, અરિસા ભુવનમાં કેવલ લહીને, લીધાં મુક્તિનાં રાજ | તીર્થ ૦ ૪ અનુક્રમે આઠ પાટ લગે કેવળ, આરિસા ભુવન મઝાર, તીર્થ, ઠાણાંગસૂત્રમાં આઠમે ઠાણે, જો જો નામ વિચાર ! તીર્થ૦ પા પાંચમી પૂજામાં તીરથ સ્થાપન, અષ્ટાપદ ગિરિરાજ, તીર્થ૦ દીપવિજય કવિરાજ પ્રભુજી, ચોવીસે જિનરાજ તીર્થ૦ ૬. અર્થ – ભરત ચક્રવર્તી અષ્ટાપદજીની રક્ષા માટે ભારે વિચાર કરે છે. ચોથા આરાનું એક કોડાકોડી સાગરોપમનું માપ છે. તે ચોથા આરામાં દિનપ્રતિદિન વિષમકાળ હોવાથી તેમ જ ૨ કાળ હોવાથી ભવિષ્યમાં કોઈ આશાતના ન કરે, તેથી અષ્ટાપદજીની ભૂમિ ઉપર પ્રવેશ કરવા માટે – 347 to - Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86