Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY
View full book text
________________
Shri Ashtapad Maha Tirth
ઢાળ સાતમી છે (અવિનાશીની સેજલડીએ રંગ, લાગો મોરી સજનીજી રે-એ દેશી) અષ્ટાપદગિરિ વંદને, રંગ લાગો મારી સજનીજી રે
છે એ આંકણી | ચક્રી સગરના બલવંત યોદ્ધા, પુત્ર તે સાઠ હજારજી રે ! અષ્ટાપદ જિવંદન ચઢિયા, દક્ષિણ દિશિ પ્રાકાર છે
સાંભળ સજની રે | I૧૫ દક્ષિણ દિશિએ શ્રી સંભવથી, પદ્મપ્રભુ લગે ચારજી | વીતરાગનાં વંદન કીધાં, તરવા ભવજળ પાર સાંવ મેરા પશ્ચિમ દિશિ સુપાર્થ પ્રભુથી, અનંત પ્રભુ લગે આઠજી ! વંદન કીધાં ભાવ ભલે રે, નિર્યુક્તિમાં પાઠ સાં વા ઉત્તર દિશિ દશ ધર્મ પ્રભુજી, વર્ધમાન લગે વંદેજી | પૂર્વ દિશિ દોય શુભ અજિતને, પ્રણમી મન આનંદે | સાંવ મેજી પચાસ લાખ ક્રોડ સાગરનાં, પૂર્વજ પ્રતિ સંભાળજી ! આપણા કુળમાં ભરત નરેસર, કીધા એહ વિહાર | સાંવ પા ધન ભરતેશ્વર ધન મરૂદેવા, ધન નવાણું ભાઈજી ! લાભ હેતુએ સુકૃત કીધાં, એ આપણા પીતરાઈ ! સાં૬ આગળ વિષમ કાળને જાણી, તીરથ રક્ષા કીજેજી | યોજન યોજના અંતર કીધાં. પગથિયાં આઠ સમાન લીજે પ સાં૦
ધન તીરથ અષ્ટાપદ ગિરિવર, ધન ભરતેશ્વર રાયાજી | દીપવિજય કવિરાજ પનોતા, જે જસ સુકૃત કમાયા સાંવ મેટા
અર્થ – આ ઢાળમાં શ્રદ્ધા સખી અને ચેતના સખી તે બન્નેનો ગુણદાયક સુસંવાદ છે. શ્રી અષ્ટાપદગિરિના વંદનથી થયેલો આનંદ અને સખીઓ અરસપરસ સુંદર આલાપ કરી પ્રભુભક્તિનો આનંદ પોતાને તથા પરને ઊપજાવે છે. એમ (સજની) એવા શબ્દથી ભાવ પ્રકાશિત થાય છે. તે સજની ! (હે સખી) ! શ્રી અષ્ટાપદગિરિના વંદનમાં મને રંગ લાગ્યો છે. હું કહું છું તે વાત તો તું સાંભળ ! શ્રી સગર ચક્રવર્તીના બળવંત યોદ્ધારૂપ સાઠ હજાર પુત્રો હતા, તે અષ્ટાપદગિરિમાં જિનવંદન કરવાને માટે દક્ષિણ દિશાના દરવાજાથી ચઢયા. દક્ષિણ દિશામાં શ્રી સંભવનાથ ભગવાનથી માંડીને પદ્મપ્રભ ભગવાન સુધીના ચાર તીર્થકરોનાં બિંબોને સંસાર સમુદ્રનો પાર પામવાને માટે વંદન કર્યું. વળી, પશ્ચિમ દિશામાં સાતમા સુપાર્શ્વનાથ ભગવાનથી માંડીને અનંતનાથ પ્રભુ સુધી આઠ પ્રભુને વંદન કર્યું. ઉત્તર દિશામાં ધર્મનાથથી માંડીને વર્ધમાનસ્વામી સુધીના દશ તીર્થકરોને વંદન કર્યું અને પૂર્વ દિશામાં શ્રી ઋષભદેવ તથા અજિતનાથ ભગવાનને વાંદી ભક્તિનો અપૂર્વ આનંદ મેળવ્યો. તેઓ સાઠ હજાર પુત્રો અન્યોન્ય પોતાના પૂર્વજોને સંભારવા લાગ્યા. આપણા કુળમાં અને પ્રથમ વડવારૂપ પચાસ લાખ
- 351 -
Ashtapad Tirth Pooja

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86