Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 38
________________ Shri Ashtapad Maha Tirth પંડિત શ્રી વીરવિજયજી મહારાજે ભાવ સ્તવનના અધિકારમાં કર્મસૂદન તપની (ચોસઠપ્રકારી પૂજા) બનાવી છે. તેમજ પિસ્તાલીસ આગમની અને શત્રુંજયતીર્થના મહિમા ગર્ભિત નવાણુંપ્રકારી પૂજા તેમજ શ્રાવકને હિતકારી એવી બારવ્રતની પૂજાઓ બનાવી આત્માને હિતકારી ભાવપૂજનની આરાધના પ્રકાશિત કરી છે. પ-૬॥ અમે (એટલે શ્રી દીપવિજયજીએ) પણ અડસઠ આગમ દેવની પૂજાની રચના કરી છે, જેમાં ગણધર મહારાજના વચનોનો અને ભાવપૂજાની સેવાનો અપૂર્વભાવ દર્શાવ્યો છે છા શ્રી ધર્મચંદ્રજીકૃત નંદીશ્વરદ્વીપની પૂજા ગુણના સમૂહ રૂપ છે. શ્રાવકના ગુણનો જે સમુદાય, તેના સ્થાનરૂપ આ પૂજા વર્તમાનકાળમાં ભણાવાય છે. ૫૮॥ શ્રી દીપવિજયજીકૃત શ્રીઅષ્ટાપદની અષ્ટપ્રકારી પૂજા જીવની આઠ આપદાઓને હરે છે. આ અષ્ટાપદ તીર્થ જયવન્તુ વર્તે છે. શ્રી દીપવિજયજી મહારાજે અષ્ટાપદગિરિ અહીંથી કેટલા કોસ દૂર છે અને અષ્ટાપદ એવું નામ શાથી પડયું છે તેનું વર્ણન શાસ્ત્ર દ્વારા પ્રકાશિત કર્યું છે. ૧૦ના તેઓ જણાવે છે કે, સિદ્ધગિરિથી આશરે (ઉત્સેધાંગુલ પ્રમાણના) એક લાખ પંચાસી હજાર ગાઉં દૂર અષ્ટાપદગિરિ છે. ૧૧॥ અષ્ટાપદતીર્થની આરાધના આ પ્રમાણે છે- હે ગુણીજન પુરુષો ! મનનાં ઉલ્લાસપૂર્વક તે સાંભળોઃ જે શ્રાવકના હૃદયમાં અષ્ટાપદતીર્થની આરાધના કરવાનો ભાવ છે, તે પ્રથમ અષ્ટાપદતીર્થની પૂજા ભણાવવાનો લાભ લે છે. ઘર આંગણે અષ્ટાપદતીર્થની આરાધના કરવી હોય તો સ્થાપના નિક્ષેપાનો ભાવ મનમાં લાવી પ્રથમ નિરવદ્ય એટલે ભૂમિને શુદ્ધ કરે અને અષ્ટાપદગિરિનો આકાર સુંદર રીતે રચે ॥૧૨-૧૩ા તે રચનાની વિધિમાં દક્ષિણ તરફ ચાર પ્રભુ અને પશ્ચિમ તરફ આઠ, ઉત્તર દશ અને પૂર્વદિશામાં બે, એમ ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ ચારે દિશામાં સ્થાપન કરવી. ।।૧૪। પછી એક એક દિશામાં આઠ આઠ સ્નાત્રિયા, પંચામૃતથી સંપૂર્ણ ભરેલા કળશો લઈને ઊભા રહે, અને તેની સાથે જળની જેમ ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ; એમ અષ્ટપ્રકારી પૂજાનો સામાન સાથે રાખી પૂજનની ક્રિયા દ્રવ્ય-ભાવથી સાચવે અને જૈન મંદિરમાં પૂજા કરે. ॥૧૫॥ આ પૂજાના કર્તા શ્રી દીપવિજયજી કવિરાજ કહે છે કે, સંસારસમુદ્રમાં વહાણ સમાન એવા ચોવીસ તીર્થંકર પ્રભુને ચઢતે ભાવે પૂજીએ. હે ગુણરસિક એવા શ્રાવકો ! આ રીતથી અષ્ટાપદ તીર્થની આરાધના કરો અને કરાવો. ॥૧૬॥ ॥ ઢાળ બીજી ॥ (રાગ આશાવરી; ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા-એ દેશી) ગઈ ચોવીશીના ત્રણ જે આરા, સાગર નવ કોડાકોડી રે તેહમાં યુગલનો કાળ ગવેષો, કહે ગણધર ગણિ જોડી રે, ધન ધન જિન આગમ સાહિબા ॥૧॥ 11 . 333.. - Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86