Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 34
________________ Shri Ashtapad Maha Tirth સ્થાપ્યાં એ મોટું પ્રમાણ છે. વળી ‘સિદ્ધાણં બુદ્ધાણં'ની છેલ્લી ગાથા પ્રમાણભૂત છે. વળી, આ પવિત્ર ભૂમિમાં પંદરસો ને ત્રણ તાપસોએ-ખીર ખાતા, સમોવસરણ જોતાં અને વીરવાણી સાંભળતાં કેવલજ્ઞાનરૂપ આપ્યંતર લક્ષ્મી મેળવી, તેમાં આ અષ્ટાપદગિરિરાજના પવિત્ર પરમાણુઓએ કામ કર્યું. દૂધમાં જેમ સાકર ભળે એમ પવિત્ર પરમાણુઓ અને શ્રી ગૌતમ ગુરુનો ઉપદેશ - એ બંને ભેગા થયા અને કૃતાર્થપણું ઉપાર્જ્યું. ધન્ય ધન્ય ! પવિત્ર દસ હજાર મુનિઓની સાથે નિર્વાણ પામનારા શ્રી ઋષભદેવ પ્રભુની નિર્વાણભૂમિને. વળી ઋષભદેવ અને અજિતનાથ પ્રભુના અંતરમાં પચાસ લાખ કોટી સાગરોપમ જેટલો કાળ છે, તેમાં શ્રી ઋષભદેવના વંશજો અસંખ્ય-સંખ્ય-પરંપરાએ આ ગિરિરાજ ઉપર મોક્ષે સીધાવ્યા અને શ્રી શત્રુંજ્યગિરિ પર પણ ભરતજીની પાટે મુખ્ય પટધરો, ગૌણ પટધરો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ ચારે જાતોમાંથી; વળી તેમાંથી નીકળતી નવનારૂ-નવકારૂ એમ અઢાર વર્ણો છત્રીસ ક્ષત્રિય કુળોમાંથી પણ સંખ્ય-અસંખ્ય જીવો-શ્રી ઋષભદેવ પ્રભુના વંશજો મોક્ષે પધાર્યા, તેમાં અજિતનાથજીથી શ્રીમહાવીર પ્રભુ પર્યંત પચાસ લાખ ક્રોડ સાગરોપમરૂપ કાળમાં પણ ઉપર પ્રમાણે શ્રી સિદ્ધાચલજી ઉપર અને શ્રી અષ્ટાપદ પર્વત ઉપર સંખ્યા, અસંખ્યા જીવો ગિરિરાજના ક્ષેત્રરૂપ નિમિત્ત પામી મોક્ષે પધાર્યા છે. સાક્ષીરૂપે‘ભરતને પાટે ભૂપતિ રે સિદ્ધિ વર્યા એણે ઠામ સલુણા, અસંખ્યાતા તિહાં વગેરે હુઆ અજીત જિનરાય સલુણા, જેમ જેમ એ ગિરિ ભેટીએરે તેમ તેમ પાપ પલાય સલુણા' આ વાત સિદ્ધદંડિકા-સાત પ્રકારની છે- તેના પાંચ સ્તવનોમાં છે. ઉપાધ્યાયજી વિનયવિજયજીકૃત ‘લોકપ્રકાશ' ગ્રંથમાં આ બીના વિસ્તારથી સમજાવી છે. વળી આ વૃત્તાંતની સાક્ષીમાં ‘શ્રીઠાણાંગસૂત્ર’નું આઠમું સ્થાન વિદ્યમાન છે. વળી જંબુદ્રીપપન્નતિસૂત્ર, વળી આ મોક્ષગતિની પરંપરાવાળી આ શ્રી અષ્ટાપદની છઠ્ઠી અક્ષત પૂજાની પ્રથમ ઢાળમાં ઉપર કહેલી વાતોની સાક્ષી પૂરેપૂરી મળી શકે છે. વળી કલ્પસૂત્રની તેમજ વસુદેવપિંડીની સાક્ષી પણ આ અષ્ટાપદ તીર્થને અંગે વિદ્યમાન છે. વળી શ્રી ભરત ચક્રવર્તીએ તીર્થરક્ષા માટે યોજન યોજન પ્રમાણવાળાં આઠ પગથિયાં દંડરત્નથી કરાવ્યાં હતાં તેથી પણ આ તીર્થનું ગુણનિષ્પન્ન નામ-અષ્ટાપદ આઠ આપદા દૂર કરવાના અર્થવાળું પડ્યું છે-તેમાં પણ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પહેલા-બીજા પર્વ ગ્રંથમાં શ્રી ઋષભદેવ પ્રભુના ચરિત્રમાં શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીએ સારો ઉલ્લેખ કર્યો છે. વળી આ વૃત્તાંતોમાં શ્રીવજસ્વામી, કંડરીક, પુંડરીક, તિર્યભક દેવ, પ્રતિવાસુદેવ રાવણ વગેરેનાં કથાનકો પુષ્ટિકર્તા છે. આ પૂજાના કર્તા કવિરત્ન દીપવિજયજી મહારાજ છે. સ. ૧૮૯૨ માં તેમણે આ પૂજા રચી છે. એનો અર્થ સમજાવવાનું ઉપયોગી સૂચન મળતાં મેં સ. ૨૦૧૩ કાર્તિક સુદ ૧ શનિવારે-દાદરમુંબઈ શ્રી શાંતિનાથ મંદિરે ચોમાસામાં રહી શુભયોગ સંપાદન કર્યો. . 329. - પં. રામવિજયગણિ Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86