Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 32
________________ | શ્રી અષ્ટાપદતીર્થ-પૂજા . (અર્થસહિત) મૂળ પૂજા-રચયિતા શ્રી દીપવિજયજી મહારાજ સાહેબ વિવેચનકાર પંન્યાસજી મ. શ્રી રામવિજયજી ગણિવર્ય પ્રસ્તાવના : સંસારમ્પ તથતિનેતિ તીર્થમ્ - અર્થાત્ સંસારરૂપી સાગર જેના વડે તરાય એને “તીર્થ' કહે છે. એવાં તીર્થ બે પ્રકારે છે. એક જંગમ અને બીજું સ્થાવર. જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને વિહરમાન શ્રી સીમંધર પ્રભુ-(જે હાલ મહાવિદેહ ક્ષેત્રની પુષ્કલાવતી વિજયમાં શ્રી પુંડરીકગિરિ નગરીમાં ભાવ તીર્થંકરરૂપે વિચરી રહ્યા છે તે) એ લોકોત્તર જંગમ તીર્થ કહેવાય અને જેમાં મુખ્ય એવા (૧) શ્રી શત્રુંજય તીર્થ, (૨) શ્રીગિરનારજી તીર્થ, (૩) શ્રીઆબુ તીર્થ, (૪) શ્રીસમેતશિખર તીર્થ, (૫) શ્રીઅષ્ટાપદ તીર્થ એ પાંચ લોકોત્તર અને મુખ્ય નહિ છતાં ગૌણ સ્થાપનાતીર્થ તરીકે ભોયાણી, પાનસર, તારંગા વગેરે તેમજ દરેક ગામોમાં શ્રી જિનમંદિરો, પગલાં, ફોટાઓ, જિનમૂર્તિઓ વગેરે વગેરે લૌકિક સ્થાવર તીર્થ કહેવાય છે. લોકોત્તર સ્થાવર તીર્થો પૈકી શ્રીઅષ્ટાપદ તીર્થની પૂજા કવિરત્ન દીપવિજયજી મહારાજે બનાવી છે. આ મહાપુરુષે એ સિવાય “ભરતજી કહે સુણો માવડી’ ‘અબોલા શાને લ્યો છો' તેમજ રાસાઓ જેવાં સ્તવનો તથા રાસોની રચના કરી છે, જે ઉપલબ્ધ છે. અષ્ટાપદ તીર્થ ક્યાં છે તેનું પ્રમાણ આગામોમાંથી મળે છે. છતાં લૌકિક દૃષ્ટિએ જૈન, જૈનેતરો તેને હિમાલયના કોક સ્થાનમાં હોવાનું માને છે, પરંતુ એ માત્ર અનુમાન છે. મૂળ અષ્ટાપદ તીર્થની અષ્ટાપદાવતાર' રૂપે જ્યાં ત્યાં સ્થાપના કરેલી જોવાય છે. અમદાવાદમાં વિદ્યાશાળા પાસેનું દેરાસર, શ્રી શત્રુંજય પર દાદાની ટૂંકમાં તેમજ પાટણ, ખંભાત, સુરત વગેરે શહેરોમાં શ્રીઅષ્ટાપદ તીર્થની રચનાનાં મંદિરો વિદ્યમાન છે. અષ્ટાપદ તીર્થ ક્યાં છે તેનો ખ્યાલ કવિરત્ન શ્રીદીપવિજયજી મહારાજ આપે છે. Ashtapad Tirth Pooja Vol. II Ch. 10-F, Pg. 594-660 327 - Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86