Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421 Author(s): Rajnikant Shah, Kumarpal Desai Publisher: USA Jain Center America NY View full book textPage 3
________________ 6 ॥ રાણી વીરમતી ॥ દમયંતીના લલાટ પ્રદેશ પર સ્વાભાવિક જ વિશિષ્ટ તેજ હતું. જેના મૂળમાં પૂર્વ ભવનો અષ્ટાપદ સાથે સંકળાયેલ પ્રસંગ શ્રી માણિક્યસૂરિ કૃત નલાયનમાં જોવા મળે છે. જેના અનુવાદ રૂપે દમયંતી ચરિત્રનો અંશ અત્રે સંદર્ભ રૂપે આપવામાં આવ્યો છે. નલ રાજાનો પૂર્વભવ પ્રણામ કરીને નલ રાજા પોતાની પત્ની દમયંતી સાથે મુનિવરની સમક્ષ ઉભા રહ્યા ત્યારે મુનિવરે નિર્મળ વાણી વડે કહ્યું કે- “હે રાજન્ ! જેમ કપૂરમાં આપેલી પુષ્પની સુવાસ શોભે છે તેમ સ્વભાવથી ભવ્ય એવા આપને અપાતી ધર્મદેશના શોભાસ્પદ બનશે. વૈભવથી પરિપૂર્ણ રાજ્ય, ભક્તિપરાયણ સ્ત્રી, ધર્મવાસનાથી વાસિત મન, આ જો હોય તો વધારે વિચારવાનું શું હોઈ શકે ? હે રાજન્ ! હું દમકનો ગુરુભાઈ, સત્ય વચન બોલનાર, સાર્થક નામવાળો શ્રુતસાગર એ નામથી પ્રસિદ્ધિ પામેલ મુનિ છું, તો હવે વધારે કહેવાથી શું ? તમને બંનેને મારા આશીર્વાદ છે કે તમારી જેવા ધર્મતત્પર અન્ય રાજાઓ થાઓ !'' આ પ્રમાણે બોલતા તે મુનિવરને વિદ્વાન, શત્રુઓને પ્રલયકાળના અગ્નિ સરખા, કમળ જેવા મુખવાળા, ચિત્તને હરણ કરતાં નલરાજાએ અંજલિ જોડવાપૂર્વક કહ્યું કે- “હે પૂજ્ય ! હું ધન્ય છું. મેં આજે સર્વ જીતી લીધું છે કે જેને આપ જેવા નિર્મોહી મુનિવર સત્કારે છે. મેં કલિને જીત્યો, પ્રિયાને પ્રાપ્ત કરી, ભરતભૂમિને જીતી લીધી. આ સર્વ કિયાથી મને જે હર્ષ નથી થયો તેથી વિશેષ હર્ષ આપની મારા પ્રત્યેની કૃપાથી થયો છે. હે પૂજ્ય ! સર્વ પ્રકારે દમયંતી માનવી હોવા છતાં તેના લલાટપ્રદેશમાં અસાધારણ પ્રકાશવાળું આ તિલક શા માટે ? મને દમયંતી સાથે કેટલાક સમય પર્યન્ત વિયોગ શા માટે થયો ? અને કયા કારણથી મને ભરતક્ષેત્રનું ઐશ્વર્યસ્વામીપણું પ્રાપ્ત થયું ?'' ઉપર પ્રમાણે પ્રશ્ન કરતાં નલરાજાને શ્રુતસાગર મહામુનિઓ જણાવ્યું કે— “જે ઘટના જે પ્રમાણે છે તે પ્રમાણે હું આપને જણાવું છું તો તે આપ સાંભળો. કેવળજ્ઞાન સરખા પરમાવિધ જ્ઞાનને લીધે લોક તેમજ અલોકને વિષે મારાથી ન જાણી શકાય તેવી કોઈ પણ વસ્તુ નથી, અર્થાત્ હું સમસ્ત વૃત્તાંત જાણી શકું છું. Rani Virmati Upcoming Vol. XXI Rani Virmati “પૂર્વે મમ્મણ નામનો પ્રચંડ પરાક્રમી, શ્રીમાન અને વીર રાજવી થયો હતો તેને વીરમતી નામની રાણી હતી. તે રાજા માત્ર બલીષ્ઠ, દાનવીર, યુવાન તેમજ ધૈર્યશાલી હતો, પરન્તુ અનાર્ય દેશમાં જન્મવાને કારણે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજતો ન હતો. એકદા, શિકારમાં આસકત તે રાજા અશ્વ 298 aPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 86