Book Title: Ashtang Nimitta ni Zalak Author(s): Jain University Publisher: Jain University View full book textPage 6
________________ અગર કોઈ માણસ સ્વપ્રમાં માટીના બનાવેલા હાથી ઉપર આરૂઢ થઈને સમુદ્રમાં પ્રવેશ કરે અને ડૂબે નહીં તો થોડા જ દિવસોમાં રાજા બને છે. અને જહાંગિરી પ્રાપ્ત કરે, સોના-ચાંદીના થાળમાં ખીરનું ભોજન કરે તેને ખુશ-ખબર મળે, સ્વપમાં પાકેલું ફળ જોવું સારું છે અને તેથી ફાયદો થાય છે. સ્વપમાં વહાણ ઉપ્ર ચડીને સમુદ્રમાં સફર કરે તો દૌલત-ધન પ્રાપ્ત થાય અને માંદગીમાં એ સ્વપ્ર જોવે તો તેની માંદગી દૂર થઈ આરોગ્ય પ્રાપ્ત કરે છે. સ્વપમાં નાચરંગનું નિહાળવું જો કે સારું છે. કારણ કે તેથી હર્ષનો લાભ પ્રાપ્ત થાય છે; પરંતુ ખુદ પોતે નાચ કરવો એ શ્રેયસ્કર નથી. સ્વપમાં ગાયન કરવું એ સારું નથી. પરંતુ જિનમંદિરમાં પ્રભુની સન્મુખ ગાયન કરવું તે શુભ છે. યદ્યપિ સ્વપ્રમાં કાળારંગની વસ્તુઓનું દર્શન સારૂં નથી પરંતુ હાથી, ઘોડા, ગાય અથવા દેવી દેવતા શ્યામવર્ણનાં નિહાળે તો તે શુભ સમજવું. સ્વામાં સફેદ રંગની વસ્તુઓનું દર્શન લાભદાયક છે; પરંતુ કપાસ તથા મીઠાનાં દર્શન શ્રેયસ્કર નથી. સ્વપ્રમાં જે મનુષ્યની સ્ત્રીનું ચોર હરણ કરી જાય તેને ગેરલાભ પ્રાપ્ત થાય છે. જેનો પલંગ અથવા પગરખાં ચોર લઈ જાય તેના ઉપર કષ્ટ આવી પડે છે, સ્વપ્રમાં પોતે પોતાનું નિમિત્ત શાસ્ત્ર કહે છે તેમ તેનું ફળ શુભ છે. અને તેથી સુખ-ચૈન પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં ઉંટ, બકરા અથવા રાસભ ઉપર સવાર થવું. સારું નથી કારણ કે તેથી દિલગીરી પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં ચંદન, કપૂર, નાગરવેલનાં પાન તથા સફેદ ફૂલોનું નિહાળવું લાભદાયક છે. પરંતુ કરેણા અથવા કેશુ-ખાખરાના ઝાડ ઉપર ચઢવું લાભદાયક નથી કારણ કે તેથી રંજ - કલેશ પેદા થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય ગળા પર્યત કીચડમાં ખેંચી જાય તેનું મરઊ નજીકમાં જ સમજવું. પરંતુ જે મનુષ્ય પોતાના હાથ પગ લાંબા – વધી ગયેલા નિહાળે તેની આબરૂ વધે છે. સ્વપ્રમાં કોઈ ગામ, નગર, મકાન અથવા પહાડ અનિથી બળી રહ્યો હોય અને તેના મધ્યભાગમાં અથવા શિખર ઉપર કોઈ માણસ સહી સલામત ઉભો હોય એવું સ્વપ્ર નિહાળનારને થોડાજ દિવસમાં હર્ષોત્પાદક લાભ થાય છે. સ્વપ્રમાં જે મનુષ્યનું સોનું, ચાંદી, જવાહિર યા હથીયાર ચોર લઈ જાય તેની ઈજ્જત-આબરૂમાં ધક્કો પહોંચે છે. સ્વપ્રમાં જે મનુષ્યને આભૂષણ, કપડા, મકાન, યા આસન ઈનામમાં મળે તે શુભ છે, કારણ કે તેથી હર્ષ પ્રાપ્ત થાય છે. સ્વપમાં શણગારેલું મકાન તથા હાથી ઘોડા નિહાળવા એ શુભદિનોનું ચિન્હ છે, સ્વપમાં જેને કાળાં કપડાં પહેરેલી કાળા વર્ણની સ્ત્રી દક્ષિણ દિશા તરફ ખેંચીને લઈ જાય તેના ઉપર મરણની આફત આવે છે. સ્વપમાં જે મનુષ્યના મસ્તક ઉપર ખજુરનું વૃક્ષ ઉગેલું જોવામાં આવે તેના ઉપર થોડાજ દિવસોમાં મરણાંત કષ્ટ પ્રાપ્ત થાય છે, સ્વપ્રમાં જે મનુષ્ય કાળાં કપડાં પહેરી કાળા ઘોડા પર સવાર થઈ દક્ષિણ દિશામાં ગમન કરે તેને ખરાબ દિવસો ભોગવવાનો સમય આવે છે. સ્વપ્રમાં જો મનુષ્ય કેળાંના વૃક્ષપર ચઢી ગેલો જોવામાં આવે તો તેને થોડા દિવસોમાં દોલત-ધનની પ્રાપ્તિ થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય ગરમ કળકળતું પાણી પીએ તેને રોગોત્પત્તિ પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય સૂર્ય અથવા ચંદ્રમાને પોતાના હસ્તવતી સ્પર્શ કરે તેને હુકમહોદ્દો અમલદારી પ્રાપ્ત થાય છે, સ્વપમાં જેને ઈનામના બદલામાં મેવા મીઠાઈ મળે તેને હર્ષદાયક ફળ પ્રાપ્તિ થાય અને માંદગીમાંથી આરોગ્ય પ્રાપ્ત કરે. સ્વપમાં જેને જવાહિરાત યુક્ત વીંટી ઈનામમાં મળે તેને લાભ થાય અને ગુમ થઈ જાય તો નુકશાન થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય આકાશમાં તારા ચમકતા ભાળે તેના ઉપર રાજાની મહેરબાની થાય અને ઈનામ પ્રાપ્ત કરે. Lib topic 12.3 # 6 www.jainuniversity.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31