________________
૫) જે મુલ્ક-દેશના રાજાઓ ડંકો તથા નિશાન લડાઈમાં જતી વખતે વિના કારણ ભાંગી-ટુટી જાય તેનો
લડાઈમાં પરાજય થાય. જ્યાં દેવમંદિર અથવા રાજાના ચમરમાંથી અગ્નિ વિના આગનાં અંગારા ઝરવા
લાગે ત્યાં લડાઈ – ઝઘડા થવાથી ઘણાને નુકશાન થાય. ૬) જ્યાં વૃક્ષોમાંથી લોહીની ધારા વછુટે ત્યાં કલેશ-બખેડા વધે અને લડાઈ પણ થાય. જ્યાં રાજાના છત્રમાં
આગ લાગે ત્યાં રાજદ્રોહ ઉત્પન્ન થાય. જો રાજાના કોઠારમાંથી અથવા આયેધશાળામાંથી વિના અગ્નિ ધુમાડો નિકળવા માંડે તો લડાઈ અને કલેશ - કંકાસ વધે. જ્યાં વૃક્ષોમાંથી દુધ ઘી અથવા મધની ધારા છુટે ત્યાં લોકોમાં બિમારી-માંદગી અને તે સાથે દુર્દિનની શરૂઆત થાય. કોઈપણ ઉત્પાતનું ફળાફળ છે અથવા બાર માસમાં તો મળવું જ જોઈએ. જે તેમ ન થાય તો એ ઉત્પાત ખોટો છે એમ સમજવો.
જ્યાં દેવમૂર્તિ અકસમાત ટુટી જાય, યા નેત્રોમાંથી આંસુઝરે, પરસેવો થઈ જાય અથવા મુખથી બોલતી જણાય તો તે દેશના રાજાનું અને લોકોનું નુકશાન થાય. અને આફત આવે. દેવ મંદિર રાજમહેલ, ધજાપતાકા યા તોરણ અગ્નિથી અથવા વિજળી પડવાથી બળવા માંડે એ દુર્દિનોની નિશાની છે. અને કોલપણ પ્રકારની આફત આવે.
જ્યાં અગ્નિ વિના ધુમાડો નિકળવા માંડે, આકાશમાંથી ધુળની વૃષ્ટિ થવા માંડે, દિવસ છતાં પણ વિના કારણ અંબારૂં છવાઈ જાય, એ દુર્દિનોની નિશાની છે. રાત્રિના વરસાદ વિનાના અથવા મેઘવાળાં વાદળાં વિનાનાં આકાશમાં તારા નજરે ન પડે અને દિવસુ જોવામાં આવે તો તે ઠીક નથી. કારણ કે તેથી કોઈપણ પ્રકારની આફત પેદા થાય. વૃક્ષોમાંથી અચાનક રોવા જેવો અવાજ બોલવા જેવો અવાજ નિકળે તો સારૂં નહિ. કારણ કે એ દુર્દિનોની આગાહી છે. વૃક્ષોના ઉત્પાતનું ફળ લગભગ દશ મહિનામાં મળવું
જોઈએ અગર એ મુદતમાં ન મળે તો ખોટું સમજવું. ૧૦) જ્યાં આકાશમાં લોહી, ચરબી, માંસ અથવા હાડકાની વૃષ્ટિ થાય ત્યાં કોઈપણ પ્રકારનો રોગ ફેલાય. જે
શહેર ઉપર આકાશમાંથી કોલસા યા ધુળની વૃષ્ટિ થાય તો તે શહેરના લોકો ઉપર આફત પ્રાપ્ત થાય. ૧૧) જ્યાં કોઈ નદીમાં તેલ, લોહી અથવા માંસ વહેતું નજરે પડે તો તેની આસપાસના ગામો-નગરો ઉપર
દુશ્મનોનું જોર વધે. કોઈપણ કુવામાંથી અગ્નિની જ્વાળા અથવા ધુમાડો નિકળતો નજરે પડે તો આસપાસના મકાનોમાં બીમારી-રોગ ફેલાય જે મકાનોની આસપાસ કુતરાંઓનું રૂદન સંભળાય તે
અશુભસૂચક છે. ૧૨) વિજળી ૮૦ કોશ સુધી નજરે પડે છે. જ્યારે મેઘની ગર્જના ૧૦૦ કોશ પર્યત સંભળાય છે. જુના
જમાનામાં વરસાદનું પાણી મીઠું અને સ્નિગ્ધ હોઈને જમીન ને ખુશબોદાર બનાવતું હતું પુષ્પરાવર્ત મેઘનું પાણી બૃત અથવા દુધની જેમ તાકાત-બળ ઉત્પન્ન કરતું. અને બાર બાર વર્ષો સુધી જમીન તરાવર બની રહેતી જેથી ખેતીવાડીને પણ ખુબ પેદાશ થતી. પરંતુ હાલના જમાનામાં એવા વરસાદ હવે નથી રહ્યા. જેવો જમાનો તેવો વરસાદ અને ખેતીવાડી પેદા થાય છે. વરસાદ થતી વખતે મયૂરનું બોલવું શુભ છે. દુનિયાને ખેતી વગેરેનો જરૂર ફાયદો થાય.
Lib topic 12.3 # 27
www.jainuniversity.org