________________
૧૩) વરસાદ, વાયુ વગેરે નિમિત્તો જીવોના પુણ્યાનુસાર થાય છે. જોકે જે લોકોને પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ
નથી તેની વાત જુદી છે; પરંતુ પુણ્ય-પાપ રૂપી સડક એવી છે કે છેવટે તેના ઉપર આવ્યા વિના ચાલતું નથી. જુના જમાનાના લોકો નિમિત્ત જ્ઞાન જાણતા હતા અને તદનુકળ પ્રવૃત્તિ કરતા હતા; પરંતુ વર્તમાન સમયમાં કેટલાએક લોકો આ વાતને મશ્કરીમાં ઉડાવી દે છે. ગમે તેમ હો પરંતુ નિમિત્ત જ્ઞાન એ વસ્તુ સાચી જ છે. માત્ર જાણનાર હોંશીયાર હોવો જોઈએ.
૧૪) લડાઈમાં જતી વખતે રાજાનો મુગટ, હાર અથવા કોઈપણ આભૂષણ ટુટી જાય અથવા પડી જાય તો તેની ફતેહ – જાય ન થાય. જંગલના ઘણાં જનાવરો અચાનક શહેરમાં આવી જાય તે ઠીક નથી. કારણ કે તે
અશુભ સૂચક છે.જે સ્થાનમાં કુવાનું મીઠું પાણી ખાટું અથવા કડવું થઈ જાય તો તે સ્થાનની આસપાસના લોકોમાં બીમારી ફેલાય. જે સ્થાનના વૃક્ષોમાં એક ફળ ઉપર બીજું ફળ લાગે, અથવા એક ફુલ ઉપર બીજું ફુલ આવે તો તે સ્થાન ઉપર આફત આવે. જો જિન મંદિરના શિખરમાંથી અગ્નિ વિનાનો ધુમાડો નિકળતો જોવામાં આવે તો તેની આસપાસ વસનારાઓ માટે એ ઠીક નથી; કારણ કે દુર્દિનોની એ નિશનાની છે.
૧૫) મંદિરના શિખર ઉપર ઘુવડ આવીને બેસે તો ત્યાં દુષ્કાળ પડે. જ્યાં સર્પ પોતાની પૂંછડી ઉંચી કરીને ચાલે ત્યાં લડાઈ ફેલાય અને લોકોમાં ફિકર ઉત્પન્ન થાય.
૧૬) જ્યાં જિનમંદિરના શિખર ઉપર ચડાવેલી ધજા તેજ દિવસે પડી જાય તો ત્યાંના લોકોને નુકશાન થાય. ૧૭) જે મનુષ્યના હાથથી જિન મૂર્તિનું મસ્તક ટૂટી જાય તેની લક્ષ્મી નાશ પામે અને મરણાંત કષ્ટ પ્રાપ્ત થાય. ૧૮) લડાઈમાં જતી વખતે જે રાજાના રથ ઉપર ઘરુડ આવીને બેસી જાય તેનો જય થવો બહુ મુશ્કેલ છે. દુ:ખી થાય અને મરણાંત કષ્ટ આવે.
ગક
અંતરિક્ષ નિમિત્ત
૧)
આ નિમિત્ત પ્રકરણની અંદર ઉલ્કાપાત, દિગ્દાહ, ગંધર્વ નગર અને ઈંદ્રધનુષ્યના વિવિધ આકારો આકાશમાં નજરે પડવાથી તેની દુનિયા ઉપર શી અસર થાય, અથવા શું લાભાલાભ થાય? તેમ જ પુછડીયા તારાનો ઉદય થવાથી દુનિયા ઉપર નફા-નુકશાનની કેવી અસર થશે? એ હકીકત સ્પષ્ટ સમજાવવામાં આવી છે.
૨) પુદ્ગલના પરમાણુઓથી વિવિધ પ્રકારના આકાર-દૃશ્યો આકાશમાં બને છે અને આપણી નજર સામે દેખાય છે તેને ઉલ્કાના નામથી સંબોધવામાં આવે છે. એ ઉલ્કા જો ભૂત, પ્રેત, રાક્ષસ, ઉંટ, વાનર, અથવા હરણની આકૃતિ જેવી નજરે પડે તો તે ખરાબ ફળને આપનારી થાય છે, સર્પ, ઘો અને બે મસ્તકવાળી ઉલ્કા પણ અશુભસૂચક ગણાય છે.
૩) ઉલ્કા જો ચંદ્ર-સૂર્યનો સ્પર્શ કરીને નીચે પડે તો તે સ્થાને રાજ્યનો ફેરબદલો થાય અને દુષ્કાળ પડે. સૂર્યમાંથી નિકળેલી ઉલ્કા જો મુસાફરીએ જનાર મનુષ્યની સામે આવતી આકાશમાં નજરે પડે તો તે મુસાફરીએ જનાર મનુષ્યને લાભદાયક નિવડે છે.
Lib topic 12.3 # 28
www.jainuniversity.org