Page #1
--------------------------------------------------------------------------
________________
૧૨.૩ અષ્ટાંગ નિમિતની ઝલક
- વર્ષપ્રબોધ અને અષ્ટાંગ નિમિત્ત અને દિવ્યજ્ઞાનમાંથી સાભાર
XÇIXOSTECK: SKE, ÃæÝ¢¢¢
Query beatsitze", clasice Ac{¢¢¢ જૈન શાસ્ત્રમાં નિમિત્ત જ્ઞાનના આઠ પ્રકારો કહેલા છે અને તેની તે અષ્ટાંગ નિમિત્ત કહેવાય છે. આ અષ્ટાંગ નિમિત્ત ચૌદ પૂર્વના જ્ઞાનથી કંઈ ભિન્ન નથી. પરંતુ ચૌદપૂર્વમાં જ તેનો સમાવેશ થાય છે. છતાં પણ જ્ઞાન ધરાવનાર હવે આ કાળમાં નથી રહ્યા. એટલે જેટલું જ્ઞાન મૌજુદ – પ્રાપ્ત થાય તેટલું પણ જો બરાબર સમજી લેવામાં આવે તો ઘણું છે મતલબ કે નિમિત્ત જ્ઞાનના સંબંધમાં કેટલાંએ શાસો-પુસ્તકો જોવામાં આવે છે પરન્તુ તેમાં અંગવિધા નામક આઠ હજાર શ્લોક પ્રમાણ પુસ્તકની બરાબરી કરી શકે તેવું એક પણ નથી.
અષ્ટાંગ નિમિત (૧) અંગફુરણ નિમિત્ત, (૨) સ્વપ્ર શાસ્ત્ર નિમિત્ત, (૩) સ્વર વિજ્ઞાન નિમિત્ત યાને મનુષ્ય જાનવર અને પક્ષીઓની બોલી ઉપરથી ભવિષ્ય જાણવું, (૪) ભૂકંપ નિમિત્ત, (૫) વ્યંજન નિમિત્ત, (૬) રેખા વિજ્ઞાન નિમિત્ત, (૭) ઉત્પાત નિમિત્ત અને (૮) અંતરિક્ષ નિમિત્ત એ આઠ પ્રકારના નિમિત્તો દ્વારા જે જે હકિકતો ખાસ જાણવા યોગ્ય છે તે સર્વનો ખુલાસો ક્રમશઃ કરવામાં આવે છે.
અંગરકુરણ çüsúküçüÚTÁæ }(xãşim Ka]¢¢
YÇARÚA:}¢¥¢Øæ ratio,ac}žāfis&1¢ અર્થ - મસ્તકનો જમણો ભાગ ફરકે તો રાજ્ય-અમલદારી મળે, જમણો હાથ ફરકે તો પ્રિયજનનો મેલાપ થાય, જમણી આંખ ફરકે તો પ્રિય વસ્તુનો સંયોગ થાય, નીચેનો હોઠ ફરકે તો સ્નેહી જન મળે.
(આ હકિકત પુરૂષોને માટે જાણવી. પરંતુ આ અંગફુરણ નિમિત્તની અંદર જે જે હકીકતો પુરૂષોને માટે જમણા અંગની કહેવામાં આવે તે તે સર્વ સ્ત્રીઓ માટે ડાબા અંગની સમજવી અને પુરૂષો માટે ડાબા અંગની કહેવામાં આવે તે તે સર્વ સ્ત્રીઓ માટે જમણા અંગની સમજવી મતલબ કે અંગફુરણમાં પુરૂષોનું જમણું અને સ્ત્રીઓનું ડાબું અંગ શુભદાયક સમજવું.)
જમણી તરફનું મસ્તક ફરકે તો અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થાય તેમજ જમણી બાજુનું લલાટ ફરકે તો પણ લાભ થાય અને અમલદારીનો હોદ્દો મળે. નિમિત્ત જ્ઞાનના ગ્રંથોમાં લખ્યું છે કે
"Saú,: DÍÝi ÚÁæfÝCÜHÅHU'
Lib topic 12.3 # 1
www.jainuniversity.org
Page #2
--------------------------------------------------------------------------
________________
જમણો કાન ફરકે તો પોતાનો યશ સાંભળવામાં આવે, તેમજ ડાબો કાન ફરકે તો હલકી વાતો સાંભળવામાં આવે. જમણી ભૃકુટિ ફરકે તો હર્ષ ઉત્પન્ન થાય અને ડાબી ભૃકુટિ ફરકે તો મિત્રવર્ગ સાથે કલેશ કંકાસ થાય; પરંતુ બન્ને ભૂની વચ્ચે ફુરણ ઉત્પન્ન થાય તો સ્નેહીજનનો મેલાપ થાય. જમણી આંખ ઉપરથી ફરકે તો ધારણા સફળ થાય અથવા નીચેથી ફરકે તો મુકદમો હારી જાય. નિમિત્ત શાસ્ત્રમાં કહ્યું છે કે -
બ્રજ્જવસંebsilk acisearcક્ટ Ýics¢înfüttyüzefíéate: 1.4/e¢"
ડાબી આંખ ઉપરથી અથવા નીચેથી ક્યાંઈથી પણ ફરકે તે લાભકારક નથી ઉલટું નુકશાન ન થાય. જમણી તરફનું કપાળ ફરકે તો એશ-આરામ મળે અને ડાબી બાજુનું ફરકે તો લડાઈ થાય. ઉપરનો હોઠ ફરકે તો રંજ-કલેશ પેદા થાય તેમજ નીચેનો ફરકે તો એશ-આરામ મળે. ડાઢી ફરકે તો મુકદ્દમો – કેસ હારી જાય. જમણી ગરદન ફરકે તો દોલત-ધન મળે, પણ ડાબી ફરકે તો કલેશ પેદા થાય. જમણી ખાંધ ફરકે તો ભાઈનો અથવા મિત્રનો મેળાપ થાય અને ડાબી ફરકે તો કલેશ પેદા થાય. જમણી ફરકે તો ફિકર - ચિંતા ઉત્પન્ન થાય. જમણું પડખું ફરકે તો ખુશી તથા ડાબું ફરકે તો કલેશ થાય. પેટ ફરકે તો વાંછિત અર્થની સિદ્ધિ થાય. જ્યારે નાભી ફરકે તો હુમક હોદ્દો અમલદારીના હોદ્દાથી ઉતરી જાય. જમણા હાથની હથેળી ફરકે તો લાભ થાય અને ડાબા હાથની ફરકે તો નુકશાન થાય. જમણો પગ ફરકે તો દેશ પરદેશમાં સફર કરે પણ ડાબો પગ જો ફરકે તો નુકશાન પેદા થાય.
Lib topic 12.3 # 2
www.jainuniversity.org
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્વ નિમિત્ત
આ નિમિત્તની અંદર કેવાં સ્વપ્રો જોવાથી કેવો લાભ થાય? અને કેવા સ્વપ્રો જોવાથી કેવું નુકશાન થાય? સ્વપ્રના કેટલા પ્રકાર હોય છે? વગેરે હકિક્તોનો સમાવેશ કરવામાં આવે છે. સ્વપ્ર શાસ્ત્રમાં હોટાં સ્વપ્રો એટલે સારાં-ઉંચા પ્રકારનાં ૭૨ બહોંતેર સ્વપ્રો બતાવવામાં આવ્યા છે. જેમાં ત્રીશ સ્વપ્ર અને તેમાં પણ ચૌદ સ્વા સૌથી મોટા શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. જે તીર્થકરોની માતાઓ તીર્થકરના ગર્ભ સમયે અને ચકવર્તીની માતાઓ ચક્રવર્તીના ગર્ભ સમયે અર્ધ નિંદ્રિત અવસ્થામાં જોવે છે. જેના નામ આ પ્રમાણે છે.;
(૧) હાથી, (૨) વૃષભ, (૩) કેશરી સિંહ, (૪) લક્ષ્મીદેવી, (૫) ફુલોની માળા, (૬) સૂર્ય, (૭) ચંદ્ર, (૮) ધજા-પતાકા, (૯) કલશ, (૧૦) પદ્મ સરોવર, (૧૧) સમુદ્ર, (૧૨) દેવ વિમાન, (૧૩) રત્નરાશિ, (૧૪) અગ્નિશિખા આ વૈદ સ્વપ્રો સૌથી શ્રેષ્ઠ છે. વાસુદેવની માતા ચૌદસ્વપ્રો પૈકી સાત સ્વપ અને બલદેવની માતા ચાર સ્વત્ન ગર્ભ સમયે જોવે છે.
સ્વાનાં ફલાફલ -
અનુભૂત સ્વા એટલે અનુભવમાં આવેલી વસ્તુઓનું સ્વપ્ર આવે છે. જેમ કે કાપડના વેપારીને સ્વપ્રમાં કાપડ વેચવાનું સ્વપ્ર આવે પણ તે ખોટું – નિષ્ફળ સ્વપ્ર સમજવું. બીજું કૃત સ્વપ્ર એટલે સાંભળેલી વાતોનું સ્વપ આવે છે. જેમ કે ભૂત-પ્રેત કે પિશાચાદિની વાતો કરતાં સૂઈ ગયા પછી એની એજ વાતોને સ્વપ્રમાં ખ્યાલ આવે છે તે શ્રુત સ્વપ્ર પણ ખોટું સમજવું. ત્રીજુ દષ્ટ સ્વા એટલે જોયેલી વસ્તુનું સ્વપ્ર જેમકે દિવસના યા રાત્રિના કોઈ વસ્તુ જોવામાં આવી હોય તે વસ્તુ પુનઃ સ્વપ્રમાં જોવામાં આવે તો તે પણ ફળ વિનાનું –નિષ્ફળ હોય છે. ચોથું પ્રકૃતિના વિકારથી સ્વપ્ર આવે છે, જેમકે પિત્ત-પ્રકૃતિવાળો મનુષ્ય સ્વપ્રમાં જળ, ફુલ, અનાજ, જવાહિરાત, લાલ-પીળા રંગની ચીજો, બાગ-બગીચા, ફુવારા વગેરે જોવે છે. પણ તે પ્રકૃતિના વિકારનથી ઉત્પન્ન થયેલ હોવાથી કશું ફળ આપતા નથી, આવીજ રીતે બાદીની પ્રકૃતિવાળા પુરૂષો પહાડ ઉપર ચઢવાના, વૃક્ષની ટોચ ઉપર બેસવાના, મકાન ઉપરથી ખસી જવાના, હરવા-ફરવા જવાના અને આકાશમાં ઉડવાના વગેરે બનાવો
સ્વપ્રમાં વધારે જોવે છે. એ પણ પ્રકૃતિના વિકારથી ઉત્પન્ન થયેલ હોઈને નિષ્ફળ જ નિવડે છે. એવી રીતે કફનું પણ સમજવું. પાંચમું સ્વભાવથી આવેલું સ્વપ્ર અને છઠું ચિંતાફીકરના અતિરેકથી આવેલું સ્વપ્ર પણ ઉપરની જેમ નિષ્ફળ નિવડે છે. ત્યારે કયું સ્વપ્ર ફળદાયક થાય તે કહે છે: દેવતાની પ્રેરણાથી આવેલ સ્વપ્ર, સતધર્મના પ્રભાવથી આવેલ સ્વપ્ર, અને પાપના ઉદયથી આવેલ સ્વપ્ર સાચાં – ફળદાયક નિવડે છે. મતલબ કે ઉપરના છ પ્રકારનાં સ્વપ્રો શુભ હોય અથવા અશુભ હોય પણ તે નિરર્થક સમજવા જ્યારે બાકીના ત્રણ પ્રકારનાં સ્વપ અવશ્ય ફળદાયી થાય છે.
રાત્રિના પહેલા પ્રહરમાં આવેલું સ્વપ્ર બાર મહીનાની અંદર ફળ આપે છે. બીજા પ્રહરમાં આવેલ સ્વપ્ર છ મહીનામાં, ત્રીજા પ્રહરમાં આવેલ સ્વપ્ર ત્રણ મહીનામાં અને ચોથા પ્રહરમાં આવેલ સ્વપ્ર એક મહીનામાં જ ફળદાયી નિવડે છે. બે ઘડી રાશિબાકી છતે જોયેલું સ્વપ્ર દશ દિવસમાં અને સૂર્યોદયના ટાઈમે આવેલું સ્વપ બહુજ થોડા સમયમાં શુભાશુભ ફળનો અનુભવ કરાવે છે. દિવસના નિદ્રાધીન થવાથી આવેલું સ્વપ્ર કશું ફળ આપતું નથી. તેમ છતાં ક્વચિત ફળ પ્રાપ્તિ જોવામાં આવે છે પરન્તુ શાસ્ત્રકારોએ એ વાત પ્રમાણભૂત માની નથી.
Lib topic 12.3 # 3
www.jainuniversity.org
Page #4
--------------------------------------------------------------------------
________________
સમસ્ત રાત્રિ પર્યત એક પછી એક સ્વપ્ર આવે તેને માલા સ્વા કહે છે. તે માલાસ્વપ્ર શારિરીક આધિ-વ્યાધિથી ઉત્પન્ન થયેલાં સ્વપ્ર તથા માલ-મૂત્રાદિની હાજતથી ઉત્પન્ન થયેલાં સ્વપ્ર બધાં નિરર્થક – નિષ્ફળ સમજવાં.
ઈષ્ટ સુંદર સ્વ જોઈને જાગૃત થયા પછી પુન:સુવું નહીં. પણ જાગૃતજ રહી શ્રી જિનેશ્વર પ્રભુનાં સ્તવનસ્તુતિથી – ગુણગાન કરી શેષરાત્રિ વ્યતીત કરવી. જેથી પાછળથી આવનાર ખરાબ સ્વપ્ર દ્વારા પૂર્વમાં આવેલ ઈષ્ટ સ્વાના ફળનો નાશ થતો નથી. એવી જ રીતે કોઈ ખરાબ-અનિષ્ટ સ્વપ્ર જોઈને જાગ્ન થયા પછી રાત્રિ બાકી હોય તો વ્હેતર છે કે પુન:સુઈ જવું. પણ એ સ્વપ્ર કોઈપણ પ્રકારે કોઈને પણ કહેવું નહિ. સારાંશ એજ કે- પાછળ આવેલું સ્વપ્ર પૂર્વગત સ્વાના ફળનો વિનાશ કરે છે. એ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે. જે મનુષ્ય ધર્મમાં પ્રેમવાળો હોય, શુભ જિતેન્દ્રિય હોય, સ્થિર ચિત્તવાળો હોય, અને રહેમદિલ-દયાવાન હોય તેને આવેલું શુભ સ્વપ જરૂર ઈષ્ટફળને આપનારું થાય છે.
શુભ અથવા અશુભ સ્વપ્ર આવ્યા પછી સવારે – પ્રાત:કાલે ઉઠી જિન પ્રતિમાના દર્શને જવું, અને ત્યાં રાત્રિએ આવેલ સ્વપ્ર વૃત્તાન્ત જિનેશ્વર સન્મુખ કહી દેવો. પરંતુ દર્શનાર્થ જતાં પહેલાં એટલું ધ્યાન રાખવું કે ખાલી હાથે જવું નહિ. પણ ફળ, નૈવેદ્ય, રૂપિયા, પૈસા કે સોના મહોર યથાશક્તિ પ્રમાણે લઈને જવું અને દર્શન કર્યા પછી જિનપ્રતિમાની સન્મુખ ઉભારહી કહેવું છે - “આજે રાત્રિના અમુક સ્વપ્ર મારા જોવામાં આવ્યું છે.' અથવા શહેરમાં કોઈ નિગ્રંથ મુનિ હાજર હોય તો તેમની પાસે જઈ વંદના નમસ્કાર કરી વિનય પૂર્વક બે હાથ જોડી રાત્રિ બંધી સંબંધી સ્વપ્ર વૃત્તાન્ત કહી દેવો. અને તેના ઉત્તરમાં જે ફરમાવે તેનો અમલ કરવો.
કદાચ શહેરમાં જિનમંદિર અથવા નિગ્રંથ મુનિ નો યોગ ન હોય અને અષ્ટાંગ નિમિત્ત જાણનાર કોઈ કુશળ નિમિત્તજ્ઞ-નિમિત્તયાનો યોગ હોય તો તેની સન્મુખ જઈ આવેલ સ્વપ્ર વૃત્તાન્ત વિનયપૂર્વક કહેવો, અને તેનું ફળ પૂછવું. અહીં પણ ઉપરની વાત ખાસ ધ્યાન રાખવી કે નિમિત્તજ્ઞની પાસે પણ ખાલી હાથે જવું નહીં. શ્રીફળ, રૂપીયા અને શક્તિ હોય તો સૂવર્ણ મહોર લઈને જવું. પહેલાં તેમની પાસે ભેટ ધરી પછી સ્વપ્ર ફળ પૂછવું. કેટલાએક કંજુસ તો ઉપરોક્ત વિવેક ન જાળવતાં કહે છે કે – “એતો આપણા ઘરના પંડિતજી છેને? બિચારા સાવ નિર્લોભી છે. એમની પાસે દ્રવ્ય ભેટ કરવાની કંઈ જરૂર નથી.” પરંતુ એ કંજુસાઈ બિલકુલ અસ્થાને છે. માટે જરૂર શક્તિ મુજબ વધારે કંઈ નહિં તો શ્રીફળ સાથે રૂપાનાણું તો મુકવું જ જોઈએ. પ્રાચીનકાળમાં પૂર્વગત આમ્નાયને જાણનારા નિમિત્તજ્ઞો ભૂત,ભવિષ્ય અને વર્તમાનકાળની વાતો બહુ કુશળતા પૂર્વક કહી શકતા પરંતુ વર્તમાન સમયમાં એવા નિમિત્તજ્ઞોનો બહુધા અભાવ નજરે પડે છે. જેમ પૂર્વના સમયના ઉદાર દિલના ગૃહસ્થો વર્તમાન સમયમાં નથી રહ્યા તેમ પ્રાચીનકાળના જેવા નિમિત્તજ્ઞો પણ હવે નથી રહ્યા, મતલબ કે જમાનાનુસાર જે કંઈ થોડું - ઘણું છે તેનો ઉચિત લાભ લેવાને ચૂકવું નહીં.
જો કોઈ માણસ સ્વપૂના હસ્તિ ઉપર આરૂઢ થઈ સમુદ્રમાં ચાલ્યો જાય તે થોડા જ દિવસોમાં સલતનત પ્રાપ્ત કરે અને રાજા બને, જે કોઈ મનુષ્ય હાથીપર સવાર થઈ નદી કિનારે ભાતનું ભોજન કરે તે અલ્પ દિવસોમાં અમલદારી પ્રાપ્ત કરે અને રાજા થાય, સ્વપ્રમાં જે કોઈ માણસ પોતાના બાહુવતી સમુદ્ર તરી જાય તે પણ થોડા જ સમયમાં રાજા થાય છે.
Lib topic 12.3 #4
www.jainuniversity.org
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્વપ્રમાં દેવ-ગુરૂ અથવા તીર્થભૂમિનાં દર્શન થવાં લાભદાયક હોઈને ધારણા સફળ થાય છે. યદ્યપિ પૂર્વે જોયેલી વસ્તુનું સ્વપ્ર ખોટું-નિષ્ફળ મનાય છે; તથાપિ દેવ, ગુરૂ ધર્મનું અને પૂર્વે જોયેલી તીર્થભૂમિનું સ્મરણ સ્વપ્રમાં થાય એ લાભદાયક છે. કોઈપણ મનુષ્ય સ્વપ્રમાં ફુલ-ગજરા ધારણ કરે અથવા તેના ઉપર પુષ્પની વૃષ્ટિ થાય તો જરૂર થોડા દિવસોમાં સંપત્તિ - દૌલત પ્રાપ્ત કરે.
જે કોઈ મનુષ્ય સ્વપ્રમાં પાણીથી ભરેલ સરોવર, નદી, કુંડ યા સમુદ્ર જોવે તેને થોડા જ દિવસોમાં દૌલતસંપતિ સાંપડે છે. પરંતુ એ સ્વપ્ર પિત્ત પ્રકૃતિથી આવેલું ન હોવું જોઈએ. સ્વપ્રમાં આકાશમાં ઉડવું એ લાભદાયક છે. પરંતુ એ સ્વપ્ર વાયુ પ્રકૃતિથી ઉદ્ભવેલું હોય તો કશું પણ ફળ આપતું નથી. મતલબ કે પિત્ત પ્રકૃતિથી આવેલાં સ્વપ્રો નિષ્ફળ નિવડે છે.
સ્વપ્રમાં સૂર્યોદયનું જોવું. ધૂમાડા વગરનો બળતો અગ્નિ જોવો, ગ્રહ-નક્ષત્રનું જોવું. જિનમંદિરના શિખર ઉપર અથવા રાજમહેલ ઉપર આરૂઢ થયેલ જોવું લાભદાયક છે. અને તેથી મનમાં ધારેલી ધારણા ફળીભૂત થાય છે. તેમજ સ્વપ્રમાં પોતાના શરીર ઉપર ચંદનનો લેપ કરવો, જવાહિરાતનાં ઘરેણાં પહેરવાં અથવા બીજાને શ્રૃંગાર સજેલો જોવો. લાભકારી છે. વળી કહ્યું છે કે;
lucanicke cücise; He sać, 11 વાત
અર્થ – સ્વપ્રમાં શણગારેલા હાથી ઘોડા દષ્ટિએ પઠવા, અથવા બીજી કોઈપણ ચીજ શણગારે નજરે પડે તો તે શુભ અને ફાયદો થાય છે સફેદ રંગનો બળદ જોવામાં આવે તો તે ઘણું જ શ્રેષ્ઠ મનાય છે, અને તેથી યશ-કીર્તિનો ફેલાવો થાય છે.
.......
સ્વપ્રમાં જેના ઘોડા, રથ, ગાડી, આસન યા વજ્ર ચોર ઉઠાવી જાય તેનું માનભંગ થાય છે. જે મનુષ્ય કેસરીસિંહ, વ્યાઘ્ર, હાથીયા ઘોડા જોડેલા રથપર આરૂઢ થઈ મુસાફરી કરે તેને થોડા દિવસમાં સલતનતસામ્રાજય પ્રાપ્ત થાય. અને બીજા લાભો પણ મળે. જે મનુષ્ય ઘોડા પણ સવાર થઈ સફર કરે તેની ધારણા થોડા જ દિવસમાં પૂર્ણ થાય. સ્વપ્રમાં જે મનુષ્ય મોતીઓનો ભરેલો થાળ જોવે તેને લાભ થાય અને તે ધર્મની ઉન્નતિ કરશે, એમ સમજવું. સ્વપ્રમાં જે મનુષ્યને છત્ર ચામર નજરે પડે તેને રાજ્ય તરફથી ફાયદો થાય અને જ્ઞાતિ - જાતિમાં ઈજ્જત-આબરૂ વધે.
કોઈ માંદો માણસ ચંદ્ર-સૂર્યનું સ્વપ્ર નિહાળે તો શુભ સમજવું. કારણ કે તેથી થોડા જ દિવસમાં તેની માંદગી નાશ પામે છે. સ્વપ્રમાં પોતાને ઘરે જલસો-ઉત્સવ થયેલો જોવે તો હર્ષદાયક લાભ થાય, સ્વપ્રમાં પોતાના ઉપર વિજળી પડેલી જોવે તો કેદ મળે, વીણા અને આરીસાનું દર્શન શુભ હોઈને થોડા દિવસમાં લાભ પ્રાપ્ત થાય. જેને સ્વપ્રમાં વીણાનું ઈનામ મળે તેને સી તરફથી ફાયદો થાય, અને જેને ધ્વજા-પતાકા ઈનામમાં મળે તેની ઈજ્જત-આબરૂ થોડા જ દિવસમાં વધવા માંડે અને સુખ-ચૈન ઉડાવે.
Lib topic 12.3 # 5
www.jainuniversity.org
Page #6
--------------------------------------------------------------------------
________________
અગર કોઈ માણસ સ્વપ્રમાં માટીના બનાવેલા હાથી ઉપર આરૂઢ થઈને સમુદ્રમાં પ્રવેશ કરે અને ડૂબે નહીં તો થોડા જ દિવસોમાં રાજા બને છે. અને જહાંગિરી પ્રાપ્ત કરે, સોના-ચાંદીના થાળમાં ખીરનું ભોજન કરે તેને ખુશ-ખબર મળે, સ્વપમાં પાકેલું ફળ જોવું સારું છે અને તેથી ફાયદો થાય છે. સ્વપમાં વહાણ ઉપ્ર ચડીને સમુદ્રમાં સફર કરે તો દૌલત-ધન પ્રાપ્ત થાય અને માંદગીમાં એ સ્વપ્ર જોવે તો તેની માંદગી દૂર થઈ આરોગ્ય પ્રાપ્ત કરે છે.
સ્વપમાં નાચરંગનું નિહાળવું જો કે સારું છે. કારણ કે તેથી હર્ષનો લાભ પ્રાપ્ત થાય છે; પરંતુ ખુદ પોતે નાચ કરવો એ શ્રેયસ્કર નથી. સ્વપમાં ગાયન કરવું એ સારું નથી. પરંતુ જિનમંદિરમાં પ્રભુની સન્મુખ ગાયન કરવું તે શુભ છે. યદ્યપિ સ્વપ્રમાં કાળારંગની વસ્તુઓનું દર્શન સારૂં નથી પરંતુ હાથી, ઘોડા, ગાય અથવા દેવી દેવતા શ્યામવર્ણનાં નિહાળે તો તે શુભ સમજવું. સ્વામાં સફેદ રંગની વસ્તુઓનું દર્શન લાભદાયક છે; પરંતુ કપાસ તથા મીઠાનાં દર્શન શ્રેયસ્કર નથી.
સ્વપ્રમાં જે મનુષ્યની સ્ત્રીનું ચોર હરણ કરી જાય તેને ગેરલાભ પ્રાપ્ત થાય છે. જેનો પલંગ અથવા પગરખાં ચોર લઈ જાય તેના ઉપર કષ્ટ આવી પડે છે, સ્વપ્રમાં પોતે પોતાનું નિમિત્ત શાસ્ત્ર કહે છે તેમ તેનું ફળ શુભ છે. અને તેથી સુખ-ચૈન પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં ઉંટ, બકરા અથવા રાસભ ઉપર સવાર થવું. સારું નથી કારણ કે તેથી દિલગીરી પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં ચંદન, કપૂર, નાગરવેલનાં પાન તથા સફેદ ફૂલોનું નિહાળવું લાભદાયક છે. પરંતુ કરેણા અથવા કેશુ-ખાખરાના ઝાડ ઉપર ચઢવું લાભદાયક નથી કારણ કે તેથી રંજ - કલેશ પેદા થાય છે.
સ્વપ્રમાં જે મનુષ્ય ગળા પર્યત કીચડમાં ખેંચી જાય તેનું મરઊ નજીકમાં જ સમજવું. પરંતુ જે મનુષ્ય પોતાના હાથ પગ લાંબા – વધી ગયેલા નિહાળે તેની આબરૂ વધે છે. સ્વપ્રમાં કોઈ ગામ, નગર, મકાન અથવા પહાડ અનિથી બળી રહ્યો હોય અને તેના મધ્યભાગમાં અથવા શિખર ઉપર કોઈ માણસ સહી સલામત ઉભો હોય એવું સ્વપ્ર નિહાળનારને થોડાજ દિવસમાં હર્ષોત્પાદક લાભ થાય છે. સ્વપ્રમાં જે મનુષ્યનું સોનું, ચાંદી, જવાહિર યા હથીયાર ચોર લઈ જાય તેની ઈજ્જત-આબરૂમાં ધક્કો પહોંચે છે.
સ્વપ્રમાં જે મનુષ્યને આભૂષણ, કપડા, મકાન, યા આસન ઈનામમાં મળે તે શુભ છે, કારણ કે તેથી હર્ષ પ્રાપ્ત થાય છે. સ્વપમાં શણગારેલું મકાન તથા હાથી ઘોડા નિહાળવા એ શુભદિનોનું ચિન્હ છે, સ્વપમાં જેને કાળાં કપડાં પહેરેલી કાળા વર્ણની સ્ત્રી દક્ષિણ દિશા તરફ ખેંચીને લઈ જાય તેના ઉપર મરણની આફત આવે છે.
સ્વપમાં જે મનુષ્યના મસ્તક ઉપર ખજુરનું વૃક્ષ ઉગેલું જોવામાં આવે તેના ઉપર થોડાજ દિવસોમાં મરણાંત કષ્ટ પ્રાપ્ત થાય છે, સ્વપ્રમાં જે મનુષ્ય કાળાં કપડાં પહેરી કાળા ઘોડા પર સવાર થઈ દક્ષિણ દિશામાં ગમન કરે તેને ખરાબ દિવસો ભોગવવાનો સમય આવે છે. સ્વપ્રમાં જો મનુષ્ય કેળાંના વૃક્ષપર ચઢી ગેલો જોવામાં આવે તો તેને થોડા દિવસોમાં દોલત-ધનની પ્રાપ્તિ થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય ગરમ કળકળતું પાણી પીએ તેને રોગોત્પત્તિ પ્રાપ્ત થાય છે.
સ્વપ્રમાં જે મનુષ્ય સૂર્ય અથવા ચંદ્રમાને પોતાના હસ્તવતી સ્પર્શ કરે તેને હુકમહોદ્દો અમલદારી પ્રાપ્ત થાય છે, સ્વપમાં જેને ઈનામના બદલામાં મેવા મીઠાઈ મળે તેને હર્ષદાયક ફળ પ્રાપ્તિ થાય અને માંદગીમાંથી આરોગ્ય પ્રાપ્ત કરે. સ્વપમાં જેને જવાહિરાત યુક્ત વીંટી ઈનામમાં મળે તેને લાભ થાય અને ગુમ થઈ જાય તો નુકશાન થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય આકાશમાં તારા ચમકતા ભાળે તેના ઉપર રાજાની મહેરબાની થાય અને ઈનામ પ્રાપ્ત કરે.
Lib topic 12.3 # 6
www.jainuniversity.org
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્વપ્રમાં જે મનુષ્ય મોનીયોનો ભરેલો થાઈ બીજાઓને વહેંચી દે તે થોડા દિવસોમાં દીલત-ધન પેદા કરે અને ધર્મની વૃદ્ધિ કરે. સ્વપ્રમાં જે મનુષ્ય મિશ્રી- સાકરનો ભરેલો થાળ નિહાળે તેને લાભ થાય, તેમજ બાગબગીચા કે લીલી વનસ્પતિનાં દર્શન થાય તો હરેક પ્રકારે ફાયદા પ્રાપ્ત કરે. સ્વમાં જેનાં મસ્તકના વાળ ખરી પડે અને દાંત પડી જાય તેના ઉપર આફત આવે, અને સ્મશાનના લાકડાં ઉપર અથવા ધનુષ્ય ઉપ પોતે પોતાને ચઢેલો જોવે તો તેને મરણાંત કષ્ટ પ્રાપ્ત થાય.
સ્વમાં પોતાને ગિરફતાર-પકડવા માટે કોઈ મનુષ્ય આવતો નજરે પડે તો રાજ્ય તરફથી દંડ થાય. સ્વમાં રીંછ જાનવરનું દૃષ્ટિએ પડવું ખરાબ છે. કારણ કે તેથી કષ્ટ પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં કુતરાંઓ ભસતાં ભાળે તો રંજ-હેરાન થાય, પેટ ઉપર વૃક્ષ ઉગેલું જોવે તે માંદગીનો ભોગ થાય, સ્વપ્રમાં લાંબા શીંગડાવાળું, કે રાજ્યની અવકૃપા થાય, વળી સ્વામાં જેને કાળા પીવા વર્ણનો મનુષ્ય આવીને બીવડાવે તો તેના ઉપર મરણાન્ત કષ્ટ આવે.
જનાવર જેને નસાડી મૂકે અથવા ડુક્કર કે વાંદરો જેને બીવડાવે તેના ઉપર રાજ્ય
સ્વમાં પાણીથી ભરેલા સરોવરમાં બેસીને જે મનુષ્ય ખીરનું ભોજન જમે તે થોડા દિવસોમાં સામ્રાજ્ય પ્રાપ્ત કરે અને રાજા થાય, વળી સ્વપ્રમાં જે મનુષ્ય પોતાના શરીરના આંતરડા વડે કોઈ ગામ અથવા શહેરને વીંટી લે તે અમલદારી પ્રાપ્ત કરે અને રાજા થાય. સ્વપ્રમાં પોતાને કોઈ કેદમાં નાખે અથવા પકડીને દોરડાંના બંધનથી
બાંધે તે લાભદાયક છે. સ્વપ્રમાં કોઈ મનુષ્ય એવું જોવે કે – મેં તેલથી મારા શરીરને મસળાવ્યું છે, તેને ખરાબ
દિવસો ભોગવવા પડે.
સ્વામાં જે મનુષ્ય પોતાની તાકાત-શક્તિથી પહાડને ઉખેડી નાંખે તે થોડા દિવસમાં અમલદારી પ્રાપ્ત કરે, જે મનુષ્ય સ્વપ્રમાં ઉંદર, બિલાડી, ગોંહ-ઘેંસ અથવા નોલીયા દેખે તે ઈષ્ટ નથી કેમકે તેથી તકલીફ -કષ્ટ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સ્વપ્રમાં પોતાના મસ્તકમાંથી લોહીની ધારા વહેતી નિહાળે તે થોડાજ દિવસોમાં સામ્રાજ્ય પ્રાપ્ત કરી હકુમત ભોગવે. સ્વમાં જે મનુષ્ય બળતો દીપક જોવે તેની ધારણા પૂર્ણ થાય છે અને ફળયુક્ત આમ્ર-આંબાનું વુક્ષ જોવે તો લાભ થાય છે.
લાભ થાય છે...
સ
સ્વપ્રમાં જે મનુષ્ય હજાર પાંખડીવાળા કમળ ઉપર બેસી ખીરનું ભોજન કરે તે સલતનત પ્રાપ્ત કરી રાજા થાય છે, જે મનુષ્ય ખુબ પવનના જોરથી આંધી ચડેલી જોવે તેના ઉપર થોડા દિવસોમાં આફત આવે. જે મનુષ્યના દાંત સ્વમાં સોનાના બની જાય તે મનુષ્યને એશ-આરામ પ્રાપ્ત થાય. સ્વપ્રમાં ઘઉંના તેમજ સફેદ સરસવનાં દર્શન લાભદાયક છે. તેમજ હાડકાં અથવા રાખનાં દર્શન ખરાબ દિવસોની નિશાની - આગાહી સમજવી. સ્વામાં દાવાનળ જોવાથી તકલીફ-દુ:ખ પ્રાપ્ત થાય છે અને મ્હોટાં મ્હોટાં ગામ કે નગરો પડે તો હર્ષદાયક લાભ પ્રાપ્ત થાય છે.
સ્વમાં તેલ, કપાસ, રૂ અને લોઢાનું નિહાળવું ઈષ્ટ નથી, તેથી નુકશાન થાય છે. સ્વમાં પ્રકાશ વગરના સૂર્ય-ચંદ્રના દર્શન થવાં ઈષ્ટ નથી કારણ કે તેથી તકલીફ - દુ:ખ પ્રાપ્ત થાય. સ્વપમાં જેના હાથ, પગ, કાન, નાક કપાઈ ગયેલાં નજરે પડે તો મરણાન્ત કષ્ટ ઉત્પન્ન થાય, ભૂત પ્રેતની સાથે કોઈપણ શરાબ પીતું હોય અને તેને મનુષ્ય અથવા કુતરાં ખેંચી રહ્યા હોય એવો દેખાવ જે મનુષ્ય સ્વપ્રમાં નિહાળે તે મરણની નિશાની સમજવી. ક્ષયરોગની માંદગીવાળો મનુષ્ય ઉંટ, ભેંસ, કુતરા કે ગધેડા ઉપર સવાર થઈ ઈક્ષિણ દિશા તરફ ચાલ્યો જાય તેનું મરણ નજદિકમાંજ આવેલું સમજવું.
Lib topic 12.3 # 7
www.jainuniversity.org
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્વપ્રમાં મકાન અથવા પહાડ પડી ગયેલો જોવે અથવા મગરમચછ પોતાને ભક્ષણ કરી ગયેલો જોવે તે અનિષ્ટ – ખરાબ છે. અને તેથી કષ્ટ ઉત્પન્ન થાય છે સ્વપ્રમાં જેનો હાથ-પગમાં બેડી નાખેલી દષ્ટિગોચર થાય. તે ઈષ્ટ છે અને તેથી ફાયદો થાય છે.
દુહો
MCC }(RÝÜLT ESTE OSSÚ.& ¢ ;} }ses, 21, ,[f &ાફ્સ
8| hish LÚa1°0 કૅ
ĐăUỆữIÚà | HG đi dÝg બીમાર -માદો માણસ સ્વપ્રમાં પાલખીમાં બેસીને દક્ષિણ દિશા તરફ જાય તો તેના ઉપર મરણાત્ત કષ્ટ પ્રાપ્ત થાય, વળી કહ્યું છે કે -
xeviús Béçule vynikiemřec
aviats Païcią bÝ Ü ¢¢¢¢¢ સ્વપ્રમાં કોઈ મનુષ્ય ગાયન કરે તેને રોવું પડે, નાચ કરે તેને વધબંધનનો ભોગ થવું પડે, હસે તો ચિંતા થાય, અને પાઠ કરે તો કષ્ટ પ્રાપ્ત થાય. ભગવતી સૂત્રના ૧૬માં શતક-છઠ્ઠ ઉદ્દેશમાં ફરમાવ્યું છે કે – સ્વપ્રમાં કોઈપણ માણસને બીજે માણસ આવીને પકવ ફળ હાથમાં આપે તો થોડા જ દિવસોમાં લાભ થાય અને દૌલત - ધન મળે. સ્વપ્રમાં કોઈ મનુષ્ય પોતાને હાથી ઉપ્ર સવાર થયેલો જોવે તો તેને પણ દૌલત-ધન અને હુકુમ હોદ્દા-અમલદારી પ્રાપ્ત થાય, સ્વપમાં ઘોડા ઉપર સવાર થઈ સફર કરતો જોવે તેને થોડા દિવસમાં લાભ મળે છે. સ્વરમાં કોઈ મનુષ્ય આવીને એમ કહે કે - “તમે અહીંથી ચાલ્યા જાઓ” એ ભવિષ્યમાં ખરાબ દિવસોની નિશાની આગાહી સમજવી. સ્વપમાં જેને દૂધ ઝરતી ગાય નજરે પડે તેને જમીનથી અથવા જવાહરાતથી ફાયદો થાય છે.
સ્વપ્રમાં અરિહંત દેવ, સૂર્ય, ચંદ્ર, દેવવિમાન, સમુદ્ર, સરોવર, સિંહ, કલ્પવૃક્ષ, કલશ, રાજા, હાથી, વૃષભ કે લક્ષ્મી દેવીનાં જેને દર્શન થાય તે લાભદાયક હોઈ થોડા દિવસમાં હકુમત પ્રાપ્ત કરે. તેમજ ભૂત, પિશાચ, ગંધર્વ, રાક્ષસ, ચાંડલા સ્મશાન. કુવો, હાડકાં, કદરૂપી સ્ત્રી, ચામડું, લોહી, પથ્થર, કાંટાવાળા વૃક્ષ, અંધકાર, લુલા-લંગડા, વામન, મોટો વાયુ અને ખૂબ આકરો તડકો જે મનુષ્ય સ્વપ્રમાં જોવે તેને ખરાબ દિવસો ભોગવવાનો વખત આવે.
જે મનુષ્ય પોતાને સ્વપમાં હંસ ઉપર સવાર થયેલો જોવે તેની આબરૂ વધે, સિંહ ઉપર સવાર થયેલો જોવે તેને ઈનામ મળે, દોસ્ત-મિત્રનો મેળાપ થયેલો દેખાય તો લાભ થાય, કપડા ધોતો નિહાળે તો દેવાથી મુક્ત થાય, પોતે પોતાને હાથ પગ ધોતો જોવે તો એશ -આરામ પ્રાપ્ત કરે અને માત્ર પગ જ ધોતો ભાળે તો આબરૂ વધે છે. સ્વપ્રમાં જે મનુષ્ય પોતાને જમણા હાથ ઉપર સર્પ કરડી ગયેલો જોવે તો દોલત-ધન પ્રાપ્ત થાય, તેમજ સફેદ વર્ણનો સર્પ જોવે તો લાભ થાય છે.
સ્વપ્રમાં જે મનુષ્ય કુવો ઉલ્લંઘી જાય – ટપી જાય તેને અચાનક ધન પ્રાપ્તિ થાય, પોતે પોતાને કડવું તેલ પીતો જોવે તો તેને મરણાત્ત કષ્ટ થાય, તેમજ સ્વપ્રમાં અગ્નિના અંગારા, પથ્થર, દુલ કે લોહીના વરસાદનું જોવું એ ખરાબ દિવસોની નિશાની-આગાહી છે.
Lib topic 12.3 #8
www.jainuniversity.org
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્વપમાં વાંદર, શિયાળ કે કુતરો જો મનુષ્યના બિછાના ઉપર આવીનુ બેસે તો જાણવું કે તેથી માંદગી પ્રાપ્ત થશે, રાક્ષસ, વૈતાલ અથવા ભૂત પોતાના બિછાના-પથારી ઉપર કે શરીર ઉપર આવીને બેસે તો જાણવું કે મરણની આફત આવી પહોંચી છે.
અગર સ્વપ્રમાં કોઈ મનુષ્ય પોતાને ઝેર પીતો જોવે તો તેની ઉમંર લાંબી છે તેમ સમજવું. અને જે મનુષ્ય પોતાને વીણા વગાડતો સ્વપમાં જોવે તેને ખુબસુરત-રૂપાળી સ્ત્રીનો લાભ થાય છે.
સ્વપ્રમાં જે મનુષ્યના મસ્તક ઉપર કાગડો વિષ્ટા કરે તેની આબરૂમાં કલંક લાગે, જે મનુષ્ય પોતે પોતાને સફેદ અથવા લીલા રંગના વસ્ત્રો પહેરેલો જોવે, અથવા આગથી પોતે પોતાને બળતો ભાળે તો તેને ધન પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય શણગાર સજેલી કુમારી કન્યાને ભાળે તે મનુષ્ય સ્વપ્રમાં તેજદાર હથીયારો વડે પર્વતને તોડી નાખે તેને થોડા દિવસમાં સલતનત પ્રાપ્ત થાય અને તે રાજા બને છે. એ
સ્વપ્રમાં જે મનુષ્ય નાચ કરતો મયૂર ભાળે તેના ઉપર રાજાની મહેરબાની – કૃપા થાય અને ઈનામમાં જમીન પ્રાપ્ત કરે, તેમજ જે મનુષ્ય સફેદ કપડાં પહેરેલી સ્ત્રી જોવે તો તેને લાભ થાય છે. સ્વપમાં જેનો કેશ અથવા નખ વધી જાય તેની આબરૂ વધે અને ઈલ્કાબ – ચાંદ પ્રાપ્ત કરે.
રવરવિજ્ઞાન નિમિત્ત સ્વર સંબંધી જે વિશેષ પ્રકારનું જ્ઞાન તેને સ્વરવિજ્ઞાન કહી શકાય. એ સ્વરવિજ્ઞાનની જ આલોચનાવિચાર પ્રસ્તુત પ્રકરણમાં કરવામાં આવશે. મુખ્યતઃ સ્વરના સાત ભેદો-પ્રકારો પાડવામાં આવ્યા છે. (૧) જ, (૨) રિષભ, (૩) ગાંધાર, (૪) મધ્યમ, (૫) પંચમ, (૬) ધૈવત અને (૭) વિષાદ. દુનિયાભરમાં વસતા મનુષ્યો, જાનવરો કે પક્ષીઓની બોલી આ સાત સ્વરો પૈકી કોઈપણ સ્વરમાં થાય છે. કોઈનો કુદરતી અવાજ જજ સ્વરમાં, કોઈનો રિષમમાં અને કોઈનો ગાંધાર આદિ સ્વરોમાં થાય છે.
અહીં મનુષ્ય, જાનવર અને પક્ષીઓની બોલીનું વર્ણન કરવામાં આવે છે. જેમાં મનુષ્યનો કુદરતી અવાજ કયા સ્વરમાં છે? અને તેનાથી તેને શું લાભ થશે? જાનવર અને પક્ષીઓની બોલીનું બયાન-વર્ણન, કે જે સાંભળવાથી શું નફો-નુકશાન થશે? વગેરે હકિત જાણવાની યુક્તિ અનુયોગદ્વારસૂત્રના ફરમાન મુજબ બતાવવામાં આવી છે. તેમજ રાગરાગણીના ભેદો અને તત્સંબંધી હકીકત આમાં ઉત્તમ પ્રકારે દર્શાવવામાં આવી છે.
મોરનો કુદરતી અવાજ ષડજ સ્વરમાં થાય છે. મુરઘો- કુકડાનો રિષભ, બકરાનો મધ્યમ, કોકીલાનો પંચમ, ક્રૌંચ પક્ષીનો ધૈવત અને હાથીનો અવાજ કુદરતી – સ્વાભાવિક અવાજ નિષાદ સ્વરમાં થાય છે.
જે પુરૂષ અથવા સ્ત્રીનો અવાજ ષડજ સ્વરમાં નીકળે છે તેની પાસે લક્ષ્મી હમેશાં હાજરજ રહે છે. ખાનપાન, એશઆરામ, અને સુખ ચેન ઉડાવે છે. અહિં કોઈ શંકા કરે કે મોરનો અવાજ સ્વાભાવિક રીતે જ
જ સ્વરમાં હોય છે તો શું તેને પણ આ ઉપરોક્ત ફળનો લાભ થાય? નહીં, મનુષ્યના અને જનાવરના પ્રારબ્ધમાં તફાવત હોય છે. એટલે મનુષ્યને માટે જે વાત હોય તે જનાવરો માટે હોતી નથી.
Lib topic 12.3 #9
www.jainuniversity.org
Page #10
--------------------------------------------------------------------------
________________
„Á.it |ças çu@e¢{2mTMÝ¢,5¢¢
x Bande çorodice Á㢢¢ અર્થ - જે પુરૂષ અથવા સ્ત્રીને કુદરતી અવાજ ષડજ સ્વરમાં હોય તેની આજીવિકા સારીરિતે ચાલે, ગાય વગેરે પશુઓ તેના આંગણે બાંધેલા હોય, કુટુંબ પરિવાર અને મિત્રો સારા મળે, તેમજ સ્ત્રીને અત્યંત વલ્લભ પ્રીતિપાત્ર થાય છે.
જે મનુષ્યનો કુદરતી અવાજ રિષભસ્વરમાં નિકળતો હોય તેને હુકમ, હોદ્દો અમલદારી મળે, ખજાનો હમેરાં તર રહે, સુંદર ઘરેણાં અને શ્રેષ્ટ કપડાં પહેરવાને મળે, અત્તર આદિ સુગંધી પદાર્થોને ઉપભોગ કરે, સ્ત્રી પોતાની આજ્ઞામાં રહે, અને ફુલોની શય્યામાં સુવાવાળો હોય છે. જે
જે મનુષ્યનો સ્વાભાવિક અવાજ ગંધાર સ્વરમાં નીકળતો હોય તે સંગીત કળાનો જાણ, કવીશ્વર, ધર્મશાસ્ત્રનો જ્ઞાતા, અને બીજાઓને ધર્મની તાલીમ - શિક્ષણ દેવાવાળો એટલે ઉપદેશક થાય છે.
જે મનુષ્યનો કુદરતી અવાજ મધ્યમ સ્વરમાં નીકળતો હોય તે ઉદાર દિલનો ખુશમિજાજ, એશ-આરામ ભોગવવાવાળો, હિમ્મતવાન અને બીજાઓને પણ હિમ્મત દેવાવાળો હોય છે.
જેમનો સ્વાભાવિક અવાજ પંચમ સ્વરમાં નીકળતો હોય તેને રાજાધિરાજની પદવી મળે, હિમ્મત બહાદુર હોય, બે પરવાહ-કોઈથી દબાય નહીં, ફોજનો સરદાર થઈ ફતેહ પ્રાપ્ત કરે અને ઈનામમાં જમીન મેળવે છે.
જેમનો કુદરતી અવાજ ધૈવત સ્વરમાં નીકળતો હોય તે બીજાઓને પરસ્પર લડાવી મારે અને પોતે દૂર રહે, પૂર્ણ દગાબાજ હોય, જે વાત પકડે તેને કદાપિ છોડે નહિ, મલ્લકુસ્તી લડવાવાળો હોય, શરાબના નશામાં મસ્ત બની રહે, ધર્મની વાતો તેને પસંદ પડતી નથી, અને દુન્યવી કારોબારમાં આનંદ માને.
જેમનો કુદરતી અવાજ નિષાદ સ્વરમાં નીકળતો હોય તે હમેશાં નિર્દય બન્યો રહે, દરેક સાથે કલેશટંટો કર્યા કરે, હિંસાના કાર્યોમાં આનંદ માને, બીજાની નોકરી કરીને પરાધીન પણું ભોગવે, અને અત્યંત દુ:ખ પ્રાપ્ત કરે.
આ સાતે સ્વરોનું વર્ણન જૈનાગમ-સ્થાનાંગ સૂત્રમાં અને અનુયોગદ્વાર સૂત્રમાં કરવામાં આવેલ છે. જેમણે જેવું કોય તેમણે તે સૂત્રોમાં જોવું.
રવરોનાં સ્થાન અને તેનું ફળાફળ બતાવે છે. ષડજ સ્વરનું સ્થાન જીહનો અગ્રભાગ, રિષભનું સ્થાન છાતી, ગાંધારનું સ્થાન કંઠાગ્ર, મધ્યમનું સ્થાન જિલ્લાનો મધ્યભાગ, પંચમનું સ્થાન નાસિકા, ધૈવતનું સ્થાન દાંત અને ઓષ્ટ તથા નિષાદનું સ્થાન ભ્રકુટી છે.
બીજા દેશોમાં મુસાફરી જતી વખતે અવાજ કોઈ શુભકાર્યની શરૂઆત કરતી વખતે મનુષ્ય અથવા જનાવરના ષડજ, રિષભ કે ગાંધાર સ્વરમાં અવાજ સાંભળે તો સમજવું કે ફતેહ થશે. મુસાફરીના વખતે અથવા શુભકાર્યની શરૂઆતમાં મોરનો અવાજ સાંભળવામાં આવે તો ઈરાદો-ધારણા સફળ થાય તેમજ નાચ કરતો મોર જોવામાં આવે તો એકંદર વધારે શુભફળની પ્રાપ્તિ થાય છે.
Lib topic 12.3 #10
www.jainuniversity.org
Page #11
--------------------------------------------------------------------------
________________
- ગાય.
મુસાફરીના ટાઈમે અથવા શુભ કાર્યની શરૂઆતમાં ચકોર પક્ષીનો અવાજ સંભળાય કે ખુદ પોતે દષ્ટિએ પડે તો એકંદર શુભ થાય અને કામ જલ્દી ફતેહ થાય. અથવા તે વખતે કોઈ બીજા મનુષ્યના મુખમાંથી નીકળેલો ‘ચકોર' શબ્દ સાંભળવામાં આવી જાય તો તે પણ લાભદાયક છે. ભારદ્વાજ પક્ષી (મારવાડમાં જેને રૂપારેલ કહે છે તે) મુસાફરીના વખતે યા શુભ કાર્યના પ્રારંભમાં બોલતું સંભળાય અથવા નજરે પડે તો કાર્યસિદ્ધિ થાય - ફતેહ થાય.
મુસાફરીના ટાઈમે અથવા શુભકાર્યના પ્રારંભના હંસનો અવાજ સંભળાય અથવા હંસ પોતે દષ્ટિએ પડે તો એકંદર લાભ થાય અને કાર્ય ફતેહ પામે. મુસાફરી કરતી વખતે જેનો ઘોડો જમણા પગવડે જમીન ખોદે અથવા હણહણાટી કરે તો સવાર ફતેહ પામે અને આરામ પ્રાપ્ત કરે, કોઈ અન્ય દેશની મુસાફરી કરતી વખતે અગર પાળેલા પોપટનો અવાજ ડાબી તરફ અને પાછા ઘરે આવતી વખતે જમણી તરફ સાંભળવામાં આવે તો લાભ થાય અને ખુશી ઉત્પન્ન કરે.
ઘરથી મુસાફરીએ જતી વખતે થોડે દૂર ગયા પછી વનના પોપટો ઉડીને સામે આવતા દેખાય એ શુભફળદાય છે. અને તેથી ઈરાદો-મનની ધારણા અવશ્ય પૂર્ણ થાય. મુસાફરીના ટાઈમ ગીધ પંખી ડાબી જમણી યા સામી તરફ-નજર સામે કોઈપણ તરફ બોલે એ શ્રેયસ્કર નથી. પરંતુ પાછળ બોલે એ શુભ છે. કોઈ શુભ કાર્યના પ્રારંભમાં અથવા સફરના ટાઈમે રોવાનો અવાજ સંભળાય તે શ્રેયસ્કર નથી. અશુભ છે. જે ઘરની ઉપર રાત્રિના સમયે ઘુવડપક્ષી બોલે તો સમજવું કે એ ખરાબ દિવસોની આગાહી છે. અને તેમાં વસતા મનુષ્યો થોડા ટાઈમમાં બરબાદ થઈ જાય છે. મુસાફરી કરતી વખતે કે કોઈ શુભ કામ કરતી વખતે ઘડીયાળ, ટકોરા, સારંગી, તબલા અથવા કોઈ મધુર વાજાનો અવાજ સંભળાય તો તે શુભ છે અને કાર્યમાં ફતેહ પામે.
વરોના જ્ઞાન વિના સંગીત કળાનું નિષ્ફળપણું. #SKÚT>2¢x¢ã¢}}fícsiüôrack:
kevi vaa%a8aysicaહ્યા અર્થ - સાત સ્વર, ત્રણ ગ્રામ, એકવીશ મૂર્છાના, અને ઓગણપચ્ચાસ તાન એ બધાનું એક સ્વર મંડળ કહેવાય છે. એ સ્વરનું મંડળનું સંપૂર્ણ જ્ઞાન કોઈ ઉત્સાદની પાસે શિક્ષણ લીધા વિના આવડતું નથી. વિના તાલ સૂરનું ગાવું-બજાવવું સારા ગવૈયા માટે શરમની વાત ગણાય છે. માટે ઉંચા પ્રકારના શ્રેષ્ટ ગવૈયાઓ સુંદર મધુર અવાજથી તાલ સુરની સાથે ગાઈને શ્રોતાઓને આનંદ આપે છે અને તેના તરફથી પ્રશંસા મેળવે છે. સ્વરના સાત બીજાક્ષરો – મૂળાક્ષરો છે, જેના નામ અનુક્રમે સા-ર-ગ-મ-પ-ધ-ની એ પ્રમાણે છે. છ રાગ છત્રીશ રાગણી અને તેના અડતાલીશ પુત્રો મળી કુલ સંખ્યા નેવુની થાય છે. એ નેવુ પ્રકારના રાગો ઉપરોક્ત સાત સ્વરથી આલાપી શકાય છે. માટે એ સંગીત વિદ્યા અવશ્ય જાણવા જેવી છે.
Lib topic 12.3 # 11
www.jainuniversity.org
Page #12
--------------------------------------------------------------------------
________________
જે મનુષ્ય સ્વર્ગની ગતિ ભોગવીને મનુષ્ય લોકમાં આવ્યો હોય તેને ગાન-તાનનો શોખ વિશેષ પ્રમાણમાં હોય છે. વાજિંત્રોમાં સૌથી શ્રેષ્ઠ વાદ્ય વીણા ગતાય છે. વીણામાં જે શક્તિ રહેલી છે તેવી બીજા વાજિંત્રોમાં નથી હોતી. ગવૈયા લોકો ગાવાનું જેટલું કામ ગળાથી કરે છે તેટલું કામ વાજિંત્રો વગાડવાવાળા વાજિંત્રોમાં નથી કરી શકતા. ગાવાની સાથે જે કંઈ કામ સારંગી કરે છેતેની તુલનામાં બીજાં વાજાઓ નથી આવી શકતા. બીન, સતાર, દીલરૂવા, તાઉસ, જલતરંગ વગેરે કોઈપણ સાજ, ગતઠેકો અને આલાપ આપી શકે છે; પરંતુ ગાયકના અવાજની આબેહુબ ભ્રાન્તિ તો સારંગીજ કરાવી શકે છે. વાજિંત્રોમાં એ શક્તિ રહેલી છે કે જેના વગાડવાથી લડાઈમાં નામદનપુંસકને પણ શૂર ચઢી જાય છે. વિવિધ પ્રકારના વાજીંત્રોના સૂરસાંભળવાથી શરીરમાં નવું જોસ ઉત્પન્ન થાય છે.
I I રાગના છ પ્રકાર છે
cia) | #Üçüütik, ÎĐÚX¢ã¢ã¢
cííxçiçəÚXCRTÝ21 ÅLÚXÇÜHH¢¢1 અર્થ - ઐરાવ રાગ, માલકોશ રાગ, દીપક રાગ, હિંડોલ રાગ, મલ્હાર રાગ અને શ્રી રાગ એમ મુખ્ય છ પ્રકારના રાગો છે. આગળના જમાનામાં એ ઉપરોક્ત રાગોમાં એવી શક્તિ હતી કે અગર બળદ જોડયા વગરની ઘાણીની સામે બેસીને ઉંચા પ્રકારનો ગવૈયો મધુર આલાપથી ભૈરવરાગ છેડતો – ગાતો કે તુરત જ એ બળદ વગરની ઘાણી સ્વયમેળ ફરવા લાગતી. એટલે ગવૈયાના મુખમાંથી ભૈરવરાગના ગાવાથી જે પરમાણુઓ નીકળતા તે ઘાણીને ફેરવવામાં સહાયભૂત થતા. જેમકે સારંગીની તરબું બરાબર મેળવી હોય તો ઉપરની તાંત ઉપર માત્ર ગજ ફેરવવાથી નીચેના તારો આપોઆપ થડકી ઉઠે છે અને અવાજ – સૂર નીકળવા માંડે છે.
આગળના જમાનામાં પથ્થરની શિલા સામે બેસીને કોઈ ગાન કળાનો ઉત્સાદ સ્પષ્ટ રીતે માલકોશ રાગને છોડતો-ગાતો તે વખતે એ પાષાણની જાતિ પણ પીગળીને મીણ જેવી મુલાયમ બની જતી. તેવી જ રીતે પાંચ કે પચ્ચીસ દીપકો સળગાવ્યા વગરના (માત્ર દીવેટ અને તેલથી તૈયાર રાખેલા) તૈયાર કરીને તેની સામે બેસી દીપક રાગ કોઈ શ્રેષ્ઠ ગવૈયો છોડતો કે તત્કાળ એ તૈયાર કરેલા દીપકો બળવા લાગી જતા યાને માલકોશ રાગ ગાતી વખતે અને દીપક રાગ ગાતી વખતે ગાયકના મુખમાંથી તે તે રાગને અનુકૂળ જે પરમાણુઓ પાષાણને પીગળાવીને અને દીપકના પરમાણુઓ જ્યોત પ્રગટાવવાને સમર્થ નીવડતા હતા. એવી જ રીતે હીડોળ રાગ ગાઈને સ્થિર રહેલા હીંડોળ દૂર બેઠાં બેઠાં પણ ઝુલાવી શકતા હતા. મલ્હાર રાગ ગાવાથી કોઈ પણ ઋતુમાં કોઈ પણ સમયે વરસાદ લાવી શકાફ છે. જ્યારે શ્રી રાગ ગાવાનો ટાઈમ ભરાઈ ચૂક્યો હોય અને તે વખતે કોઈ ઉસ્તાદ ગાયક શ્રી રાગ ગાતો કે તત્કાળ તેની પાસે દોલત-ધનના ઢગલા થતા. અથવા રાજ્ય તરફથી તેને ઈનામના બદલામાં જમીન-ગરાસ મળતા. પરંતુ હાલના જમાનામાં એ પૂર્વોક્ત શક્તિ ધરાવનારા ઉસ્તાદ-ગાયકો રહ્યા નથી તેમ પૂર્વોક્ત રાગોમાં રહેલી દૈવી શક્તિઓ પણ રહી નથી. પણ જેવો જમાનો છે તેવા ગવૈયા રને રાગ હજુ પણ કોઈ કોઈ સ્થળે નજરે પડે છે.
તીર્થકર દેવ સમવસરણમાં બેસી માલકોશ રાગમાં જ ધર્મોપદેશ દેતા હતા અને ઈંદ્રાદિ દેવો તેમના ગાવાના અવાજની સાથે સુરો મેળવી દીવ્ય સંગીત કરત હતા. જ્યાં તીર્થંકર પ્રભુ જેવા ગાવાવાળા અને ઈંદ્રાદિ દેવો જેવા સંગીત કરવાવાળા હોય ત્યાં પછી શી ઉણપ હોય? સર્પ અને નકુળ ઉંદર અને બિલાડી જેવા નિત્ય વૈરસ્વભાવી જીવો પણ પોતાના વૈરને ભૂલી જાય તેમાં આધૈય શું છે?
Lib topic 12.3 # 12
www.jainuniversity.org
Page #13
--------------------------------------------------------------------------
________________
ભૈરવી, કાલિંગડો, આશાવરી, સારંગ, ગોડસારંગ, પીલ, બરવા, ધનાસિરી, શ્રી રાગ, દીપક, કલ્યાણ, સોરઠ, જેજેવતી, વિહાગ, ખમાય, જિહાગ, જિલા, ઝિંઝોટી, મલ્હાર, છાયા, ટોડી, કેદારો, દરબારી કાનઠો, કામોદ, વસંણ અને ખયાળ વગેરે રાગોમાં ગાતાં આવડતું હોય તો દેવમંદિરમાં જઈ પ્રભુભક્તિ કરવી, તીર્થકરના સમયમાં અને ચક્રવર્તિના સમયમાં ૩૨૦૦૦ બત્રીસ હજાર દેશીય રાગિણી અસ્તિત્વ ધરાવતી હતી. ત્યારબાદ વાસુદેવના જમાનામાં ૧૬૦૦૦ સોળ હજારની સંખ્યા દેશીય રાગિણીની હતી. પણ હાલના જમાનામાં એ બધી કંઈ ચાલુ નથી. તેમ છતાં જેટલી મળે તેટલી શીખી લેવામાં આવે તો પણ ઘણું છે.
અગર કોઈ ઈશ્વરભક્ત મનુષ્ય વીણા, સતાર, દીલરૂબા, તાઉસ, સારંગી અથવા હારમનિયમ વડે ગાવું - બજાવવું જાણતો હોય અને તે દેવમંદિરમાં જઈ વિવિધ રાગ-રાગિણીઓથી પ્રભુભક્તિ કરે એ અત્યંત આનંદનો વિષય છે. વળી પ્રભુભક્તિ કરતાં કરતાં દિલમાં વૈરાગ્યભાવના ઉત્પન્ન થઈ જાય અને પ્રત્યેક રોમ વિકસ્વર થઈ જાય તો સમજવું કે તેનામાં ધર્મની લગની-અસર ખૂબ થઈ છે. એવી જ પ્રભુભક્તિથી હજારો ભવોનાં પાપ નષ્ટ થઈ આત્મા પવિત્ર બને છે. બંસરી, અલગોજા, બેંલા અથવા ગફીરી (ત્રણ વિશેષ વાદ્યોની જાતિ)ગાવાની સાથે સારી મદદ કરે છે. ચાહે પુરૂષ કે સ્ત્રી વાદ્યોની સાથે ધાર્મિક પદો રાગ-રાગિણીથી ગાય એ એકદંર ઈચ્છવા યોગ્ય અને લાભદાયક છે. જે મનુષ્યનો અવાજ સુરીલો અને મીઠો – મધુરો હોય તે જ ગાનવિધાનો અભ્યાસ કરી શકે છે. એવા મધુર સ્વરની પ્રાપ્તિ પણ પુણ્યને આધીન હોય છે.
ભૂમિકા નિમિત
આની અંદર ભૂમિકંપ થવાથી દુનિયામાં શું ઉથલ પાથલ થશે તે સંબંધી હકીકત આપવામાં આવી છે. વસ્તુ-પદાર્થ માત્રનો આધાર જમીન છે. અને એ જમીન જ જ્યારે કંપી ઉઠે ત્યારે તે ઉપર રહેલી વસ્તુમાત્ર ઉપર શી આફત આવે અથવા તેની શી દશા થાય એ સ્પષ્ટ જ છે. ધર્મશાસ્રોના કથન મુજબ જ્યારે સમસ્ત જગતનું પ્રારબ્ધ કમજોર થાય છે. ત્યારે જ જગત ઉપર આવી આફત આવે છે. કેટલીએ વાર સાંભળવામાં આવ્યું છે કે ભૂમિકંપથી આખાં ગામોનાં ગામો જમીનમાં દટાઈ ગયાં અથવા જમીનદોસ્ત થઈ ગયાં. પાંચ-સાત ચપટી વગાડે એટલીવાર પણ જો ભૂમિકંપ ચાલુ રહે તો કેટલું એ નુકશાન થઈ જાય છે. તો પછી જ્યાં એથી પણ વધારે ટાઈમ સુધી એ ભૂમિકંપ ચાલુ રહે ત્યાં ન માલુમ કેટલીએ આફતો આવી પડે? એની કલ્પના માત્ર પણ હૃદયને ધ્રુજાવ્યા સિવાયન રહે. પર્વતો, નદીઓ, સરોવરો, વૃક્ષો, ઘરો, દુકાનો, મહેલો તમામ વસ્તુઓ છિન્નભિન્ન થઈ ભૂમિશાયી બની જાય છે. નદીઓના પાણીના પ્રવાહો ઉછળી ઉછળીને ક્યાંના ક્યાં ચાલુ થઈ જાય છે. બાગ-બગીચાઓ તથા રસ્તાઓ ખેદાન-મેદાન થઈ સર્વત્ર શૂન્યાવકાર થઈ જાય છે. અને અસંખ્ય પ્રાણીઓ પૂર્ણ જોખમમાં આવી પડે છે.
ભૂમિકંપ ઉત્પન્ન થવાનું કારણ ધર્મશાસ્ત્રોમાં એમ જણાવવામાં આવ્યું છે કે – જ્યારે પાતાલવાસી દેવતાઓ પરસ્પર લડાઈ કરે અથવા ગુસ્સાના આવેશમાં આવી જઈ જમીન ઉપર પાદ પ્રહાર કરે- લાત મારે ત્યારે પાંચપચીશ ગાઉ સુધી જમીન કંપી ઉઠે છે. પરંતુ એવી જ રીતે બળના પ્રમાણમાં હજાર-પાંચસો ગાઉ સુધી પણ જમીન કંપી ઉઠે છે તો તેમાં કંઈ જ આશ્ચર્ય જેવું નથી. બીજું કારણ એમ પણ જણાવવામાં આવ્યું છે કે જમીનની નીચે કોઈ ખારા પદાર્થમાં વિકાર ઉત્પન્ન થયો હોય તોપણ જમીન કંપી ઉઠે છે.
Lib topic 12.3 # 13
www.jainuniversity.org
Page #14
--------------------------------------------------------------------------
________________
ભૂકંપથી પરિણામ શું આવે? તે બતાવે છે
TY}@cZc, - 2u CÚÇADIC YU}www.poiael"
Ek1 અર્થ - જ્યારે જમીનમાંથી મોટો ધડાકો-અવાજ થાય અથવા જમીન કંપી ઉઠે ત્યારે રાજા, દિવાન, સેનાપતિ અને દેશના ઉપર ભારે સંકટ આવી પડે, અને રોગચાળો વૃદ્ધિ પામે. આ વાત તમામ જગત માટે નથી પરંતુ જે સ્થાન ઉપર ભૂમિકંપ થયો હોય તે સ્થાનને આશ્રયીને જ કહેવામાં આવેલ છે.
jainuni ziva fallatey.org વ્યંજન એટલે તલ, મસા અને લહસન. આ ત્રણે વસ્તુઓની પુરેપુરી હકીકત આ નિમિત્તમાં જણાવવામાં આવેલી છે. (૧)શરીરની ચામડી ઉપર તલ જેવા આકારના અને શ્યામ વર્ણનાં જે ચિન્હ દેખાય છે. તેને તલ કહેવામાં આવે છે. (૨) શરીરની ચામડીથી કંઈક ઉંચી વધેલી નાની માંસની ગાંઠ કે જે રાઈ અથવા બાજરીના દાણા જેવડી હોય છે તેને મસા કહે છે. એથી જો મોટા મસા હોય તો તે સારા નથી. (૩) લહસન તે કહેવાય છે કે જે કસુંબાના રંગ જેવા લાલ રંગના ચિન્હ શરીરની ચામડી ઉપર ઉત્પન્ન થાય છે. તલ, મસા અથવા લહસન પૈકી કોઈ પણ ચિન્હ સ્પષ્ટ રીતે દેખાવ આપે અને તેનો આકાર સુંદર હોય તો શુભ ફળદાયક થાય છે. જોનો આકાર કે ઘાટ કદ્રયો હોય અથવા ખંડિત થયેલો હોય તો તે સારૂં ફળ આપવાને અસમર્થ નીવડે છે. જૈનાગમના મહાનિશીથ સૂત્રમાં અને પ્રવચનસારો દ્વારા ગ્રંથમાં વ્યંજન શબ્દનો અર્થ તલ અને મસા એ બેજ લખેલ છે. તલ, મસાનો રંગ શ્યામ અને લહસણનો રંગ લાલ અથવા કંઈક કાળાશ ઉપર હોય છે. મસ્તક ઉપર તલ, મસા અથવા લસણનું ચિન્હ હોય તો તે શખ્સ દરેક સ્થાને યશ-આબરૂ અને લાભ પ્રાપ્ત કરે. કપાળની જમણી બાજુ તલ હોય તો ધનપ્રાપ્તિ થાય. અને ડાબી બાજુ હોય તો તેનું થોડું પણ ફળ અવશ્ય મળે છે. પણ સાવ નિષ્ફળ તો ન જ થાય. ભૂ.નેણની ઉપર તલ થયો હોય તો દેશ-પરદેશમાં મુસાફરી કરે અને લાભ પ્રાપ્ત કરે. આંખ ઉપર તલ હોય તો નાયકની પદવી પ્રાપ્ત થાય, મોઢા ઉપર તલ હોય તો ધન-વૈભવ મળે. ગાલ ઉપર તલ હોય તો ખુબસુરત સ્ત્રી પ્રાપ્ત કરે. ઉપલા હોઠ ઉપર તલ હોય તો ધનપ્રાપ્તિ થાય અને બોપેલું વચન કાયમ રહે – માન્ય થાય. નીચલા હોઠ ઉપર તલ હોય તો કંજુસ થાય. કાન ઉપર તલ હોય તે શખ્સ ઘરેણાં તથા ઝવેરાતનો ભોગી થાય. ગરદન – ડોક ઉપર તલ હોય તો એશ – આરામનો ઉપભોગ કરે, સ્ત્રીની તરફથી વારસો સાંપડે અને દીર્ધાયુ ભોગવે. જમણી છાતી ઉપર તલ હોય તો સારી સ્ત્રી તરફથી ફાયોદ થાય તથા મનની ધારણા પૂર્ણ થાય. ડાબી તરફ તલ હોય તો ઓછું ફળ મળે પણ સાવ વ્યર્થ તો ન જ થાય. જમણા હાથ ઉપર તલ હોય તો સ્વકમાઈ ઉપર નિર્ભર રહે એટલે પોતાના હાથની કમાઈ ભોગવે. ડાબા હાથ ઉપર હોય તો પણ લાભ થાય પરંતુ વ્યર્થ ન જાય. ખંભા ઉપર તલ હોય તો દરેક જાતની વિધામાં હશીયાર થાય, ડાબા ખંભા ઉપર તલ હોય તો ઓછા ઈલ્મવાળો – ઓછી વિદ્યાવાળો થાય. હાથના પંજા ઉપર તલ હોય તો દિલનો દિલાવર - ઉદાર દિલનો થાય. જાંઘ ઉપર તલ હોય તો અશ્વાદિ ઉપર સવારી કરવાનું સુખ મળે અને લશ્કર - સેનામાં ફતેહ મેળવે. પગ ઉપર જે મનુષ્યને તલ હોય તે પરદેશની મુસાફરી કરે અને ફાયદો હાંસિલ કરે.
પુરૂષોને જમણી બાજુ તલ, મસા અથવા લહસણ હોયતો સારો લાભ-ફાયદો થાય. પરંતો જો ડાબા અંગ ઉપર તલ હોય તો પણ થોડો ઘણો ફાયદો તો અવશ્ય કરે છે. મતલબ કે સાવ નિષ્ફળ હોતા નથી. Lib topic 12.3 # 14
www.jainuniversity.org
Page #15
--------------------------------------------------------------------------
________________
અગર કોઈ શંકા કરે કે મને અમુક સ્થાને તલ, મસો કે લહસન છે; છતાં ફાયદો કેમ થતો નથી? ઉત્તરફાયદો તો અવશ્ય થાય છે. પરંતુ એ ફાયદાને આપણે સમજી શકતા નથી અથવા તો ખ્યાલમાં જ લાવતા નથી. શાસ્ત્રનું ફરમાન કદાપિ મિથ્યા હોય જ નહીં. પુરૂષોને જમણી બાજુ તલ, મસા અને લહસણ હોય તો પુરેપુરું ફળ આપે અને ડાબી બાજુ હોય તો ઓછું ફળ આપે પણ આપે ણો અવશ્ય જ.
બીજા વાત એ પણ છે કે જે મનુષ્યનું હૃદય શુદ્ધ -નિર્મળ છે, સત્ય ધર્મ પર અપૂર્વ શ્રદ્ધા રાખે છે. તેનાં લક્ષણો – ચિન્હો પૂર્ણ ફળ આપે છે. પરંતુ જે મનુષ્યનું દિલ સાર નથી-મલીન છે. સત્યધર્મ ઉપર પૂર્ણ વિશ્વાસ નથી, વાત વાતમાં શંકિત બને તેના લક્ષણો ઓછું ફળ આપનાર નિવડે છે.
હવે રસીઓના ડાબા અંગ ઉપર તલ મસા અથવા લહસન હોય તેનું ફળ... જે સ્ત્રીના મસ્તર ઉપર તલ હોય તે રાજાની રાણી બને છે. કપાળ ઉપર તલ હોય તો દૌલતવંત-વૈભવશાળી પતિ પ્રાપ્તિ કરે. આંખ ઉપર તલ હોય તો પોતાના ધણીની મીઠી નજર કાયમ રહે, ગાલ ઉપર તલ હોય તો એશ - આરામ ભોગવે, કાન ઉપર તલ હોય તો ઝવેરાત અને ઘરેણાં ખુબ પહેરવાને મળે, ગળા ઉપર તલ હોય તો પોતાના ઘરમાં હુકમ ચલાવે, છાતી ઉપર તલ હોય તો પુત્રવતી થાય, હાથ ઉપર તલ હોય તો તેની પાસે નોકર-ચાકર હમેશાં બન્યા રહે-કાયમ રહે. પગ ઉપર તલ હોય તો મોટે ભાગે દેશ-પરદેશની મુસાફરી કરે.
પુરૂષોની માફક સ્ત્રીઓને ડાબા અંગ ઉપર તલ, મસા કે લહસન હોય તો વધારે – પૂર્ણ ફાયદો કરે અને જમણાં અંગ ઉમ્ર હોય તો થોડો ફાયદો કર; પરંતુ તદ્દન નિષ્ફળ તો ન જ થાય.
હસ્તરેખા નિમિત્ત આ પ્રકરણની અંદર હસ્તરેખા જોવાની તેમજ તેનું ફળાફળ જાણવાની એવી રીતે સમજણ આપવામાં આવી છે કે વિચાર પૂર્વક જોનારને માનો કે હસ્તરેખાની વિધાનો એક ઉત્તર ખજાનો મળી ગયો. હસ્તરેખામાં રહેલાં ચિન્હો-લક્ષણો મુખ્યત્વે કરીને પંચાવન માનવામાં આવેલા છે અને પંચાવનનો અનુક્રમે સ્પષ્ટ રીતે ફોટ કરી નંબરવાર તેનાં ફળો આ નીચે આપવામાં આવેલાં છે એ સિવાય બીજી નાની મોટી રેખા ચિન્હોનાં પણ ફળાફળ જણાવી આખા પંજનું ફુટ વર્ણન કરવામાં આવ્યું છે. જે વાંચવાથી વધારે સ્પષ્ટ થશે. ૧) જે મનુષ્યના હાથમાં હાથીનું ચિન્હ હોય તે રાજા અથવા જાગીરદાર થાય. તેમજ હાથીઓનો સંગ્રહ
કરવાવાળો પણ થાય છે.
જે મનુષ્યના હાથમાં મત્સ્યનું ચિન્હ હોય તે ધનવાન અને સંતાન વાળો થાય અને સમૃદ્રની મુસાફરી કરે. જેના હાથમાં પાલખી-મ્યાનાનું નિશાન હોય તે ધનવાન કે જાગીરદાર થાય અને તેની પાસે હંમેશાં
નોકર-ચાકરનો સમૂહ હાજર રહે છે. તેમજ પાના-પાલખીનો ભોક્તા થાય છે. ૪) જેના હાથમાં ઘોડાનું ચિન્હ હોય તે શખ્સ ફોજમાં અપ્સરમાં થાય, અને બીજા ઉપર હુકમ ચલાવે.
રાજ્યમાં તેની આબરૂ- પ્રતિષ્ઠા વધે અને તેને ત્યાં હમેશાં ઘોડાઓનો સારો સમૂહ બાંધેલો હોય છે. ઘોડાઓનો ભોક્તા બને છે.
Lib topic 12.3 # 15
www.jainuniversity.org
Page #16
--------------------------------------------------------------------------
________________
૫) જેના હાથમાં કેસરી સિંહનું ચિન્હ હોય તે રાજા થાય, હકુમત ચલાવે અને બહાદૂર હોય. ૬) જેના હાથમાં ફૂલોની માળાનું નિશાન હોય તે કોઈપણ સ્થાને જ્યાં જાય ત્યાં ફતેહ પ્રાપ્ત કરે, મનની
ધારણા બર આવે, અને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. જેના હાથમાં ત્રિશૂળનું ચિન્હ હોય તે ધર્મની ધજા ફરકાવવામાં અને ધર્મચર્ચા કરવામાં નિપુણ થાય, જિન
મંદિરોની પ્રતિષ્ઠા અને તીર્થોની યાત્રા કરે, અને ધર્મ પર દઢપગે ઉભો રહે – અચળ શ્રદ્ધાવાન બને. ૮) જેના હાથમાં દેવવિમાનનું ચિન્હ હોય તે દેવમંદિરો બનાવરાવે અને સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે. ૯) જેના હાથમાં સૂર્યનું ચિન્હ હોય તે મહાન તેજસ્વી, તામસી પ્રકૃતિઓવાળો અને હિમ્મત બહાદૂર થાય. ૧૦) જેના હાથમાં અંકુશનું ચિન્હ હોય તેના ઘરે હસ્તીઓ બાંધેલા રહે અને ધનવાન થાય. ૧૧) જેના હાથમાં મોરનું ચિન્હ હોય તે જ્યાં જાય ત્યાં ફતેહ મેળવે, અને એશ-આરામ ભોગવવાવાળો થાય. ૧૨) જેના હાથમાં યોનિનું ચિન્હ હોય તે માણસ પ્રતાપી થાય અને સુખ-ચેનથી જીવન વ્યતિત કરે. ૧૩) જેના હાથમાં કળશનું નિશાન હોય તે દેવમંદિરો નિર્માણ કરાવે અને તીર્થોની યાત્રા કરે. ૧૪) જેના હાથમાં તલવારનો આકાર હોય તે શખ્સ લડાઈમાં જય પ્રાપ્ત કરે, નશીબ ખુશ રહે અને રાજ્યની
તરફથી ઈનામ પ્રાપ્ત કરે. ૧૫) જેના હાથમાં જહાજ-વહાણનું ચિન્હ હોય તે શખ્સ સમુદ્ર માર્ગનો મોટો વ્યાપારી બને, અને સમુદ્રની
લાંબી મુસાફરી કરનાર થાય.
૧૬) જેના હાથમાં લક્ષ્મીદેવીનું ચિન્હ હોય તેનો ખજાનો હમેંશા તર રહે અને ધનની કોઈ દિવસ કમી-ઉણપ ન રહે.
૧૭) જેના હાથમાં સ્વસ્તિક – સાથીયાનો આકાર હોય તેને ઘરે હમેશાં આંનદ મંગળ વરતાય, ધનવાન થાય,
અને જગતમાં માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. ) ૧૮) જેના હાથમાં કમંડલનું નિશાન હોય તે સુખી અને ધર્મી હોય સાધુ લોકોની સેવા ચાકરી ઉઠાવે અને પોતે
પણ સાધુ થઈ દેશ-પરદેશની મુસાફરી કરે. ૧૯) જેના હાથમાં સિંહાસનનું નિશાન હોય તે રાજાધિરાજ સિંહાસનારૂઢ થાય અથવા રાજાનો દિવાન થાય
અને મહાન હકુમત ચલાવનાર થાય.
૨૦) જેના હાથમાં પુષ્કરિણી - વાવડીનું નિશાન હોય તે ઉદાર દીલનો ધનવાન અને બીજાઓને મદદગાર થાય છે. ૨૧) જેના હાથમાં રથનો આકાર હોય તે દુશ્મનની ઉપર જય મેળવે છે અને તેને ત્યાં રથ ગાડી, ઘોડાની
બરકત રહે છે. કોઈ દિવસ પગે ચાલીને મુસાફરી કરવાનો સમય ન આવે. ૨૨) જેના હાથમાં કલ્પવૃષનું ચિન્હ હોય તે દોલતવંત-ધનવાન અને સારા ભાગ્યવાળો હોય, જમીન તથા
જાગીરનો ભોક્તા થાય, હૃદયની ધારણા ફળવતી થાય અન. ખાન-પાનથી સુખી રહે. ૨૩) જેના હાથમાં પર્વતનું ચિન્હ હોય તે ઝવેશાતનો વ્યાપાર ધંધો કરે અને તેમાં લાભ પ્રાપ્ત કરે છે.
Lib topic 12.3 #16
www.jainuniversity.org
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૪) જેના હાથમાં છત્રનું નિશાન હોય તે દેવની માફક પૂજ્ય બને છે. અથવા છત્રપતિ રાજા થાય છે.
૨૫) જેના હાથમાં ધનુષ્યનું નિશાન હોય તે લડાઈમાં ઈજ્જત યશ પ્રાપ્ત કરે, તેના ઉપર કોઈ કેસ માંડે તો તેમાં હાર ન ખાતાં ફતેહ મેળવે છે.
૨૬) જેના હાથમાં હળનો આકાર હોય તો ખેતીવાડી કરનાર થાય અને તેને જમીન ઈનામમાં પ્રાપ્ત થાય. ૨૭) જેના હાથમાં ગદાનું ચિન્હ હોય તે મોટો બહાદુર પુરૂષ થાય છે.
૨૮) જેના હાથમાં સરોવરનો આકાર હોય તે ધનથી કદી ઉણપ ન ભોગવે અને બીજાઓને ધનની સહાય કરતો રહે.
૨૯) જેના હાથમાં ધજાનું નિશાન હોય તે કીર્તિમાન અને વિજયી બન્યો રહે છે.
સ્વરૂપવાન હોય.
૩૦) જેના હાથમાં પદ્મનું ચિન્હ હોય તે ચક્રવર્તિ રાજા થાય અને દેશ-દેશાંતરમાં ફતેહ પ્રાપ્ત કરે. ૩૧) જેના હાથમાં ચંદ્રનું નિશાન હોય તે મોટો નશીબદાર – ભાગ્યશાળી બને ખૂબસુરત – ૩૨) જેના હાથમાં ચામરનું નિશાન હોય તે રાજાધિરાજ અથવા દિવાન થાય અને હુકમ ચલાવે. ૩૩) જેના હાથમાં કાચબાનો આકાર હોય તે ભૂમિપતિ -રાજા થાય, સમુદ્રમાં પોતાના વહાણો ફેરવે, અથવા ખુદ પોતે સમુદ્રની મુસાફરી કરે અને વિમાનો વ્યાપારી થાય.
૩૪) જેના હાથમાં તોરણનું નિશાન હોય તેના ઘેર કાયમ આનંદ મંગલ વર્તે અને ઘર, હાટ તથા હવેલી વગેરે મોટા પ્રમાણમાં હોય.
૩૫) જેના હાથમાં ચક્રનું નિશાન હોય તે ચક્રવર્તિ રાજા થાય છે.
૩૬) જેના હાથમાં આરિસાનું ચિન્હ હોય તે દિવાન મુસદ્દી થઈ બીજા ઉપર હુકમ ચલાવે, પાછલી ઉંમરમાં સાધુ થઈ દુનિયાને ધર્મની તાલીમ – શિક્ષણ આપે અને આત્મજ્ઞાની બને.
que grat
=
૩૭) જેના હાથમાં વજ્રનું નિશાન હોય તેને હુકમ હોદ્દો - અધિકાર પ્રાપ્ત થાય, કોઈની પરાભવ ન પામે અને
મહાબળવાન થાય.
૩૮) જેના હાથમાં વેદીનો આકાર હોય તે ધર્મના મોટાં મોટાં કાર્યો કરે, પ્રતિષ્ઠા – મહોત્સવ આદિના વિધિવિધાન તેના હાથે થાય, અને ધર્મ ઉપર અચળ શ્રદ્ધાવાળો થાય.
૩૯) જેના હાથના બન્ને અંગુઠા ઉપર યવનું ચિન્હ હોય તે વિધાનો જાણ હોય, વિધાથી દુનિયામાં નામના મેળવે, ધનવાન થાય, અને તેનો જન્મ પ્રાયઃ શુકલપક્ષમાં હોય.
૪૦) જેના હાથમાં શંખનું નિશાન હોય તે હંમેશા ધનવાન રહે છે. સમુદ્રની મુસાફરી કરે અને તેમાં લાભ પ્રાપ્ત કરે. ૪૧) જેના હાથમાં ષટ્કોણનો આકાર હોય તેની પાસે જમીન-જાગીર અને બાગ-બગીચા કાયમ રહે છે. ૪૨) જેના હાથમાં નંદાવર્ત સ્વસ્તિકનો આકાર હોય તે હમેશાં આબરૂ પ્રાપ્ત કરે, લક્ષ્મી તેની પાસે વાસકરીને રહે, અને ધર્મના કાર્યમાં ફતેહમંદ થાય.
Lib topic 12.3 # 17
www.jainuniversity.org
Page #18
--------------------------------------------------------------------------
________________
૪૩) જેના હાથમાં ત્રિકોણનું ચિન્હ હોય તે જમીનદાર થાય અને જમીનથી ફાયદા પ્રાપ્ત કરે અને ગાય, બળદ
વગેરે જનાવરો તેનું આગણું છોડતા નથી.
૪૪) જેના હાથમાં મુકુટનું ચિન્હ હોય તે રાજાધિરાજ થાય અથવા વિદ્વાન થાય. સહસ હજાર અવધાનના
પ્રયોગ કરે અને સમસ્ત જગતને ધર્મનો ઉપદેશ કરે.
૪૫) જેના હાથમાં શ્રીવત્સનું નિશાન હોય તેના મનની ધારણાઓ પૂર્ણથતી રહે છે અને કદી કષ્ટ પ્રાપ્ત ન થાય. ૪૬) જેના હાથમાં યશરેખા અખંડ હોય, કોઈ પણ સ્થળે ટુટેલી ન હોય અને લાંબી હોય તો તે મનુષ્ય
યશવાન બને, યશરેખાનું બીજું નામ પિતૃખા છે. યશરેખા જો ટુટી-ફૂટી અને ખંડીત થયેલી હોય તો તે મનુષ્યની આબરૂ ખંડિત થઈ જાય એટલે નાશ પામે છે. યશરેખા મણિબંધ (પોચી પહેરવાનું સ્થાન) થી નીકળીને અંગુઠાની નીચે અને તર્જની આંગળીના ઉપરના ભાગમાં એટલે એ બન્નેની વચ્ચે જઈને મળે છે.
૪૭) જેના હાથની ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને તર્જની આંગળી સુધી જઈ મળે તો તે પુરૂષ રાજા અથવા
દિવાન થાય.
૪૮) જેના હાથમાં વિભાવરેખા અખંડ હોય – ટૂટેલી ન હોય અને લાંબી હોય તો તે મનુષ્ય પોતાના કુટુંબ
પરિવારમાં નામી-આબરૂદાર થાય. વિભાવરેખાનું બીજું નામ માતૃરેખા છે. વિભાવરેખા હથેળીની મધ્યમાંથી નિકળીને અંગુઠાની નીચે અને તર્જની ઉપર યશરેખાને જઈને મળે છે. વિભાવરેખા સંધીની જગ્યાએ ન મળે તો તે મનુષ્યને સ્ત્રીનો વિયોગ થાય. અગર શ્રી મૌજૂદ વિધમાન હોય તોપણ પરદેશ રહેવાના કારણે અથવા કુસંપના કારણે સ્ત્રીનો મેળાપ બહુજ થોડો રહે. એવી જ રીતે સ્ત્રીઓની રેખા માટે પણ સમજવું. તેના પતિ સાથે તેનો મેળાપ બહુ અલ્પ બને છે. પુરૂષના હાથમાં અગર યશરેખા અને વિભાવરેખા સંધિની જગ્યાએ ન મળી હોય અને સ્ત્રીના હાથમાં મળેલી હોય તો સ્ત્રીનો પ્રેમ ઓછો અને પુરૂષનો પ્રેમ વધારે હશે
એમ સમજવું સ્ત્રીની વિભવ રેખા તેને સૌભાગ્યની રેખા તરીકે ફળ આપે છે. ૪૯) આયુષ્યરેખા કનિષ્ટ-ટચલી આંગળીની નીચે આવેલી હથેળીમાંથી શરૂ થઈને તર્જની આંગળીના મૂળ સુધી જાય
છે. એ આયુષ્યરેખા જેની અખંડિત હોય- ટુટેલી ન હોય અને ઠેઠ સુધી લાંબી હોય તો તે મનુષ્ય દીર્ષાયુ પ્રાપ્ત કરે છે. એટલે આજકાલના જમાનામાં તે એકસો વર્ષનું આયુષ્ય ભોગવે. એવી જ રીતે એ આયુષ્ય રેખા મધ્યમાં આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૭૫-પોણાસો વર્ષ અનામિકા આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૫૦ પચાસ વર્ષ અને કનિષ્ઠા આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૨૫ – પચ્ચીસ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. વર્તમાન સમયમાં મનુષ્યોનું આયુષ્ય વધારેમાં વધારે ૧૨૦ વર્ષનું જૈનશાસ્ત્રની દષ્ટિએ ગણી શકાય. એથી પણ વધારે આયુષ્યવાળા મનુષ્યો નજરે જોવામાં અથવા સાંભળવામાં આવે છે ખરા; પરંતુ એવા દાલખા કવચિત જ બનતા હોવાથી સામાન્ય ગણનામાં એની ગણતરી કરવામાં આવતી નથી.
૫૦) આયુષ્ય રેખા અને વિભાવરેખાની વચમાં જે ચોકડીઓનો આકાર નજરે પડે છે. તેને સંપતરેખા કહે છે.
ઓછી વધતી ચોકડીઓના પ્રમાણ ઉપરથી ધનવાન પણું સમજી શકાય છે. એટલે જેટલી વધારે ચોકડીઓ તેટલો વધારે ધનવાન હોય એ સિવાય વિભવરેખા અને ઊર્ધ્વરેખા ઉપરથી પણ ધનવાનપણાની અટકળ કાઢી શકાય છે, પરંતુ દષ્ટા કુશળ-નિપુણ હોય તો જ તે અટકળ ખરી પડે છે.
Lib topic 12.3 # 18
www.jainuniversity.org
Page #19
--------------------------------------------------------------------------
________________
પ૧) આયુષ્યરેખા અને કનિષ્ટા અંગુલિની વચમાં જેટલી આડી રેખા કહેવામાં આવે છે. પરંતુ એ શ્રીરેખા અખંડિત
પૂર્ણ હોવી જોઈએ. મનકુર રેખા જેટલી પડી હોય તેટલી સ્ત્રી જાણવી. છતાં પણ એકાંત નિયમ નથી આ બાબતમાં જમાનાનું કુળ અને મનુષ્યના દરજ્જાનું કુળ કુશળ જ્યોતિષીઓ પોતાના અભિપ્રાય જાહેર કરે છે. જેમકે ચક્રવર્તિ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, છત્રપતિ અને રાજા-મહારાજાઓને માટે તેમના દરજ્જા યોગ્યતામુજબ અનુમાન કાઢી નિર્ણય કરે છે. રાજા-મહારાજાઓને ત્યાં સેંકડો સ્ત્રીઓ હોય અને ગરીબોને એકપણ ન હોય
એ પ્રારબ્ધ ને આધીન છે. છતાં કોઈપણ એકાંત નિયમ લાગુ પડી શકતો નથી. પ૨) આયુષ્યરેખાની ઉપર અને કનિષ્ટા અંગુલીના મૂળમાં શ્રી રેખાની સામેના ભાગમાં જ રેખાઓ પડી હોય
છે તે ધર્મરેખા કહેવાય છે. એ ધર્મરેખા બે અથવા ત્રણ હોય છે. જો તે અખંડ અને સાફ હોય તો તે મનુષ્ય ધર્મી હોય છે. જેના હાથમાં તે ધર્મરેખા ન હોય અથવા હોય છતાં ખંડિત હોય તો તે અધર્મી
મનુષ્ય જાણવો. પ૩) અનામિકા આંગળીની નીચે અને આયુષ્યરેખાની ઉપર જેટલી ઉભી અને આડી રેખા હોય તેને વિદ્યારેખા
કહે છે. તેટલા પ્રકારની વિધાનો લાભ પ્રાપ્ત કરે. તેમજ વક્તાઅને લેખક પણ સારો થાય. વિદ્યારેખા
જેટલી સ્પષ્ટ અને અખંડ હોય તેટલી જ તેની બુદ્ધિ તીવ્ર હોય. પ૪) તર્જની આંગળીની નીચે અને વૈભવ તથા યશરેખાની સંધીના ઉપર મધ્યભાગમાંથી જે આડી રેખા નીકળે
છે, અને આયુષ્ય રેખાના અંત ભાગમાં જઈને મળે છે તેને દીક્ષા રેખા કહેવામાં આવે છે. એ દીક્ષા રેખા જેટલી સ્પષ્ટ અને અખંડ હોય તેટલું જ તે માણસ ઉત્તર ચારિત્ર પાળે છે. તો પણ આ દીક્ષારેખાની સાથે ધર્મરેખા પણ કંઈક સંબંધ ધરાવે છે. માટે એ બન્ને રેખાઓ ઉપરથી ધર્મશ્રદ્ધાનું માપ કાઢવું. કારણ કે કોઈ પુરુષ ધર્મમાં શ્રદ્ધાવાન હોય તથાપિ તે વ્રત-નિયમોદી કરી શકતો નથી. જ્યારે કોઈ પુરૂષ વ્રતનિયમ કર્યે જાય છતાં પણ તેની ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોતી નથી. એ બન્ને રેખાઓ જો અસ્પષ્ટ જેવી હોય
તો તે મનુષ્યની ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા હોતી નથી. પપ) હથેલીની નીતે અને હાથની સંધી ઉપર અર્થાત મણિબંધના સ્થાને જે પુરૂષને એમ જવરેખા હોય તે સુખી
હોય બે હોય તે જગતમાં મશહૂર-પ્રસિદ્ધ થાય. અને ત્રણ જગમાલા હોય તો ખૂબ ધનવાન થાય. અથવા મહાન તપસ્વી થાય. જપમાળાનો આકાર માળાના જેવો હોય છે.
(હસ્તરેખા સંબંધિવિશેષ માહિતી) ૧) મણિબંધથી પાંચ પ્રકારની ઊર્ધ્વરેખા કે જે આંગળીઓ અને અંગુઠા તરફ જાય છે તેની માહિતી આ
પ્રમાણે – પહેલી ઊર્ધ્વરેખા જે મણિબંધથી નીકળીને અંગુઠાની નીચે જઈને મળે તેને સલ્તનત - રાજ્ય તરફથી ફાયદો થાય, બીજી ઊર્ધ્વરેખા જે મણિબંધથી નીકળીને તર્જની આંગળીની પાસે જઈને મળે તે રાજા અથવા દિવાન થાય, ત્રીજી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને મધ્યમા આંગળીની પાસે જઈને મળે તો તે સેનાનો અપ્સર થાય. અગર તે સંસાર છોડીને સાધુ બને તો તેને આચાર્યપદવી પ્રાપ્ત થાય. ચોથી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને અનામિકા આંગળી સુધી જઈ મળે તો દૌલતમંદ-ધનવાન થાય. અને પાંચમી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને કનિષ્ઠા આંગળી સુધી જઈ મળે તો તે આબરૂ અને હિમંતે બહાદૂર થાય.
Lib topic 12.3# 19
www.jainuniversity.org
Page #20
--------------------------------------------------------------------------
________________
૨) જેના જમણા હાથની વિભાવરેખા અખંડ હોય - ટુટી-ફૂટી ન હોય અને લાંબી હોય તે પોતાના વંશમાં સારો
આબરૂદાર - પ્રસિદ્ધ પુરૂષ થાય છે. વિભાવરેખાથી અંગુલિ તરફ જેટલી નાની રેખાઓ નીકળી હોય તેટલા તેના દુશ્મન- શત્રુ અને મણિબંધ તરફ જેટલી નીકળી હોય તેટલા તેના મિત્ર – મદદગાર થાય છે.
૩) આયુષ્યરેખામાંથી જેટલી નાની નાની રેખાઓ વિભવરેખા તરફ નીકળી હોય તે મનુષ્યને સંપદા પ્રાપ્ત
થાય અને જેટલી અંગળીઓ તરફ નીકળી હોય તેટલી વિપદા પ્રાપ્ત થાય. ૪) મણિબંધથી આયુષ્ય રેખા સુધી હથેલીની બાજુમાં જેટલી આડી રેખા પડી હોય તેટલા પુત્ર-પુત્રી જાણવા.
તેમાં પણ જેટલી રેખાઓ અખંડ અને સ્પષ્ટ હોય તેટલા પુત્ર-પુત્રી જીવતા રહે, અન્યથા થયેલા સંતાનો પણ વિનાશ પામે. કોઈ કોઈ આચાર્ય આ રેખાઓને ભાઈ-બહેનની રેખાઓ માને છે. મણિબંધથી લઈને અંગુઠા સુધીના વચલા ભાગમાં જેટલી ઊભી રેખાઓ હોય તેટલી ભાઈ-બહેન જાણવા.
કોઈ કોઈ આચાર્ય આ રેખાઓને પુત્ર-પુત્રીની રેખાઓ માને છે. ૬) હથેલીમાં યશરેખાની જમણી બાજે અંગુઠા તરફ જેટલી આડી રેખા ગઈ હોય તે પુરૂષ તેટલી પરદેશમાં
મુસાફરી કરે અને લાભ પ્રાપ્ત કરે છે. ૭) જે પુરૂષના જમણા હાથની યશરેખા અખંડ અને સાફ હોય તે મરણ બાદ સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે અને
જેની વિભાવરેખા અખંડ અને સાફ-સ્પષ્ટ હોય તે મરણ બાદ મનુષ્યગતિ પ્રાપ્ત કરે છે. ૮) જે મનુષ્યના ડાબા હાથની યશરેખા અખંડ અને સાફ હોય તે મનુષ્ય સ્વર્ગગતિ ભોગવીને આવ્યો છે તેમ
જાણવું તેમજ જેના ડાબા હાથની વિભવ રેખા અખંડ અને સ્પષ્ટ હોય તે મનુષ્યગતિ ભોગવીને આવ્યો છે તેમ જાણવું. જે મનુષ્યના ડાબા હાથની વિભાવરેખા અખંડ, લાંબી અને સ્પષ્ટ હોય તેને ખૂબ એશઆરામ પ્રાપ્ત થાય. જેના ડાબા હાથમાં ધજા અથવા ચંદ્રમાનો આકાર હોય તેને સ્વરૂપવતી સ્ત્રી પ્રાપ્ત થાય, કોઈપણ મનુષ્યને શ્રી રેખા વિદ્યમાન હોય, છતાં તે દીક્ષા-સાધુપણું ધારણ કરી લે તો પણ તેને ગુરૂભક્તિ અને ધર્માજ્ઞાધારક ભક્ત સ્ત્રી પૂજે છે. તેમ જ તે મનુષ્યને સંતાનરેખા વિદ્યમાન હોય અને દીક્ષા ધારણ કરે તો તે હાલતમાં ગુરૂની ભક્તિ કરનાર અને ધર્મનું પાલન કરનાર શિષ્યો આવી મળે છે. કેટલાક આચાર્યો કહે છે કે પુરૂષના ડાબા હાથમાં સ્ત્રી રેખાના અગ્રભાગમાં દીક્ષા રેખા હોય છે. માટે રેખા વિજ્ઞાન શાસ્તરીઓએ
ધર્મરેખા અને દીક્ષારેખા ઉપર સંપૂર્ણ વિચાર કરીને જ ધર્મ શ્રદ્ધા, જ્ઞાન, અને ચારિત્રનું વર્ણન કરવું. ૧૦)Ö#fari" |ઃ é}#23, 5ë
# SH "ટ, ru,"S DIED/Re ફ્રાફ્ટ (શ્રી ઉરધ્યયનપરમાઅધ્યયની ટીક) અર્થ - જે મનુષ્યનાં હાડકાં મજબુત અને વજનદાર હોય તે ધનવાન થાય, જેના શરીરની ચામડી મુલાયમ સુંવાળી હોય તે ખૂબ એશ-આરામ ભોગવે, જેનું શરીર ખૂબ જવું હોય અને તેના હાથ - પગની નસો દેખાતી ન હોય તો તે સુખચેનથી પોતાની જીંદગી ગુજારે, જેની આંખો તેજદાર અને ખૂબસુરત હોય તેને ગ્રી તરફનું ઘણું સુખ હોય, જેની ચાલ સારી હોય તે વાહનનો ભોગી થાય, અને જે મનુષ્ય કષ્ટના સમયમાં પણ હિંમતે બહાદૂર હોય તે હમેશાં સુખી જીવન ગાળે.
Lib topic 12.3 # 20
www.jainuniversity.org
Page #21
--------------------------------------------------------------------------
________________
TM
૧૧) āaat,edi#ii icchaet
Yiai±¢ 2,,¢i[m YaYiai±¢ ã¢is ö}{+ce ¢¢ (શ્રી ઉત્તરધ્યયન પન્નુરમા અધ્યયની ટીકા.)
અર્થ – જેની ચક્ષુઓમાં સ્નેહ-પ્રેમ હોય તે હમેશાં સૌભાગ્યવાન બની રહે, જેના દાંત સ્નિગ્ધ હોય તેને ઉત્તમ પ્રકારનાં ભોજન પ્રાપ્ત થાય, જેના શરીરની ચામડી કોમળ હોય તે હંમેશાં એશ-આરામજ ભોગવે, અને જેના નખ તેજદાર લાલરંગના હોય તેની પાસે લક્ષ્મીનો કાયમ વાસ હોય.
૧૨) જેની ચક્ષુઓ, નાક, તથા હાથ લાંબા હોય તે લક્ષ્મીવાન થાય. જેની નાસિકા પોપટના જેવી અણીદાર હોય તે સુખી અને ધર્મમાં શ્રદ્ધાવાન થાય.
૧૩) કંઠ, જાંઘ અને પીઠ જેની ટુંકી હોય તે શખ્સ નસીબવાન-ભાગ્યશાળી હોય. જેના કેશ, નખ, ચામડી, દાંત. અને અંગુલીના ટેરવાંઓ ટેરવાંઓ પાતળાં હોય તે શુભ છે અને લાંબુ આયુષ્ય ભોગવે. ૧૪) જે મનુષ્યના હાથ-પગના તળીયા, નેત્રોના ખૂણા, નખ, તાળુ, જીભ અને હોઠ ખૂબસુરત અને લાલ
રંગના હોય તે એશ - આરામ ભોગવવાવાળો થાય.
૧૫) છાતી, મસ્તક અને લલાટ પ્રદેશ જે મનુષ્યનાં પહોળાં હોય તે શુભ ગણાય છે. સુખ ચેન ઉડાવે. જેનો અવાજ અને નાભિ ગંભીર હોય તે પણ સુખ ચેન પ્રાપ્ત કરે છે.
૧૬) જે મનુષ્યના હાથ ગોઠણ પર્યંત લાંબા હોય તે સુખી અને હિંમતવાન બહાદૂર હોય, જેના હાથ-પગની આંગળીઓ લાંબી હોય તે યશસ્વી હુશીયાર અને દિલનો ઉદાય થાય. જેનો લલાટ પ્રદેશ ઉંચો-વિશાળ હોય તે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે.
૧૭) જે મનુષ્યની તર્જની આંગળી (અંગુઠા પાસેની પહેલી આંગળી) લાંબી હોય તે તામસી પ્રકૃતિવાળો થાય અને આરામ ભોગવે. જેના હાથ-પગની આંગળીઓ લાંબી અને અણીદાર હોય તે શખ્સ ભાગ્યશાળી થાય અને સુખચેન ભોગવે.
ના હાથપગની
૧૮) જે મનુષ્યને બત્રીશે દાંત પુરેપુરા હોય તે નિગ્રંથ મુનિ અથવા લક્ષ્મીવાન ગૃહસ્થ થાય. જેને એકત્રીશ અથવા ત્રીશ દાત હોય તે પણ શુભ ગણાય છે, અને સુખી થાય; પરંતુ જેતે ત્રીશથી ઓછા દાંત હોય તે મનુષ્ય દુ:ખી જીંદગી ગુજારે.
૧૯) જેના લલાટપ્રદેશમાં આડી પાંચ રેખા પડી હોય તે મનુષ્ય ૧૦૦ વર્ષ જીવે છે. ચાર હોય તે ૮૦ વર્ષ, ત્રણ હોય તો ૬૦ વર્ષ, બે હોય તો ૪૦ વર્ષ, અને એક આડી રેખા પડી હોય તો ૨૦ વર્ષ જીવે છે.
૨૦) જે મનુષ્ય સદા હસમુખો અને પ્રસન્ન ચિત્તવાળો હોય, તે કદી દુખી થતો નથી - સુખચેન ભોગવવાવાળો થાય. ૨૧) દરેક મનુષ્યના હાથમાં ત્રણ રેખાઓ અવશ્ય હોય છે. એક આયુષ્યરેખા, વચલી વેભવરેખા, અને ત્રીજી (જે મણિબંધમાંથી નીકળી અંગુઠા અને તર્જની આંગળીની વચ્ચે જઈને મળે છે તે) યશરેખા. એ ત્રણે રેખાઓ જેની અખંડ સ્પષ્ટ અને લાંબી હોય તો તે મનુષ્યનું આયુષ્ય,વૈભવ અને યશ સંપૂર્ણ હોય છે. પરંતુ જો અખંડ, સ્પષ્ટ અને લાંબી ન હોય તો આયુષ્ય, વૈભવ અને યશ તેટલા પ્રમાણમાં ઓછા સમજવાં.
Lib topic 12.3 # 21
www.jainuniversity.org
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨) જે મનુષ્યના હાથમાં નકામી રેખાઓ ભરી હોય અથવા બહુજ અલ્પ રેખાઓ હોય તે ઠીક નથી. કારણ
કે તે મામુલી – સામાન્ય માણસ ગણાય છે. ૨૩) જેના હાથમાં કમળનું ચિન્હ હોય તે હમેશાં આનંદ-સુખ ભોગવે. અને જેના હાથમાં ભાલાનું નિશાન
હોય તે જંગ કરવામાં – લડાઈ લડવામાં બહાદૂર થાય છે. ૨૪) જેના હાથની દશે આંગળીઓમાં ચક્રનું નિશાન હોય તે જૈનમુનિ અથવા રાજા હોય, નવચક્ર હોય તો
દિવાન થાય, આઠ ચક્ર હોય તો લક્ષ્મી પાસે રહે, પરંતુ માંદો રહે, સાત ચક્ર હોય તો સુખી, છ ચક્ર હોય
તો કામી અને પાંચ-ચાર-ત્રણ-બે તથા એક ચક્ર હોય તો ગુણવાન થાય છે. ૨૫) જેના બન્ને હાથની આંગળીઓ અને અંગુઠા પૈકી જમણામાં દક્ષિણાવર્ત અને ડાબામાં વામાવર્ત શંખ હોય
તો તે દરેક પ્રકારે સુખી થાય છે. ૨૬) જેના હાથની આંગળીઓ અગવા અંગુઠામાં છીપનું ચિન્હ હોય તે મોહનીય કર્મના ઉદયથી દુ:ખ પ્રાપ્ત કરે. ૨૭) જે મનુષ્યની અનામિકા આંગળીના ત્રીજા વેઢાની કનિષ્ટા આંગળી વધી ગયેલી હોય તો તે મનુષ્ય
લક્ષ્મીવાન અને સુખી થાય, તેમજ જેની મધ્યમાં આંગળીના ત્રીજા વેઢાથી તર્જની આંગળી વધી ગયેલી
હોય તો તે મનુષ્ય નશીબદાર-ભાગ્યશાળી નિવડે છે. ૨૮) જેના હાથની આંગળીઓ ઉભી કરવાથી પરસ્પર મળેલી રહે-વચમાં છિદ્ર ન દેખાય તે મનુષ્ય લક્ષ્મી
એકઠી કરે અને કંજુર થાય. જેની વચમાં અંતર પડેલું જણાય એટલે વચમાં છિદ્ર દેખાય તો તે મનુષ્ય
દિલનો ઉદાર અને લક્ષ્મી સંપાદન કરવામાં બહાદૂર થાય. ૨૯) જેની અનામિકા આંગળીના મૂળથી કનિષ્ઠા આંગળીનું મૂળ નીચે હોય તે મનુષ્ય બુદ્ધિવાન હોય, તેમજ જેની
મધ્યમા આંગળીના મૂળથી તર્જની આંગળીનું મૂળ નીચે હોય તે મનુષ્ય બુદ્ધિવાન ઉપદેશક અને ચતુર હોય. ૩૦) અનામિકા આંગળીના નીચેના છેલ્લા વેઢામાં જેટલી આડી રેખા હોય તેટલી તે મનુષ્ય હકુમત ભોગવે.
અને ઉભી રેખા જેટલી હોય તેટલી તેની ધર્મ ઉપર શ્રદ્ધા સચોટ બની રહે. ૩૧) મધ્યમા આંગળીના નીચેના છેલ્લા વેઢામાં જેટલી આડી અને ઉભી રેખા હોય તેટલી તે મનુષ્યની હકુમતમાં અને
ધર્મશ્રદ્ધામાં અપૂર્ણતા - ઊણપ હોય. અનામિકાથી મધ્યમા આંગળીનું ફળ ઉલટું કહ્યું છે. કનિષ્ટા આંગળીના
નીચેના બે વેઢામાં જેટલી ઉભી રેખાઓ હોય તેના પ્રમાણમાં તે મનુષ્ય સુખચેનનો ભોક્તા થાય. ૩૨) તર્જની મધ્યમા અને અનામિકા આંગળીના વચલા વેઢામાં જેટલી ઉભી રેખા હોય તેટલા તે મનુષ્યને મિત્રો
હોય, અને આડી રેખાઓ જેટલી ઓય તેટલા દુશ્મનો હોય, તર્જની આંગળીના નીચેના વેઢામાં જેટલી ઉભી અને આડી રેખા હોય તેટલા તે મનુષ્યના અવર્ણબાદ બોલનાર હોય. અનામિકા આંગળીના વચલા
અને નીચેના વેઢાની ઉભી રેખાને કેટલાક ધર્મરેખા પણ માને છે. ૩૩) પુરૂષોના જેવી રીતે જમણા હાથના લક્ષણો જોવાય છે તેવી જ રીતે ડાબા હાથના પણ જોવા જોઈએ. જો
કે જમણા હાથના લક્ષણો સંપૂર્ણ ફળ આપનારાં હોય છે. તો ડાબા હાથના લક્ષણો કંઈક અપૂર્ણ ફળ આપનારા હોય છે; પરંતુ સાવ વ્યર્થ તો જતાં નથી.
Lib topic 12.3 # 22
www.jainuniversity.org
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૪) બત્રીશ લક્ષણો પૈકી એક પણ લક્ષણ જેના હાથમાં અથવા શરીરમાં સાફ-સ્પષ્ટ હોય તો તે એક જ લક્ષણ
આખી ઉમર સુધી લાભદાયક નિવડે છે. જ્યારે તેવું જ કોઈ ફુલક્ષણ શરીર ઉપર સ્પષ્ટ પડી ગયેલું
જોવામાં આવે તો તે પણ આખી જીંદગી સુધી કટુ ફળનો અનુભવ કરાવે છે. ૩૫) જે મનુષ્ય પોતાના હાથની આંગળીઓના માપથી ૧૦૮ આંગળ ઉંચો હોય તે ઉત્તમ અને તેજસ્વી થાય,
જેની ઉંચાઈ ૯૬ આંગળ હોય તે મધ્યમ અને જે ૮૪ આંગળ લાંબો હોય તે સામાન્ય પુરૂષ ગણાય છે. આથી પણ જેની ઉંચાઈ ઓછી હોય તે કષ્ટપૂર્વક જીવન વ્યતિત કરે. (શરીરની ઉંચાઈ માપવાની રીત આ પ્રમાણે સમજવી એ એમ લાંકી દોરી લઈ જમણા પગના અંગુઠા નીચે દબાલી મસ્તક સુધી માપવી. પછી એ દોરીને આંગળીઓ વતી માપવી. પરંતુ માપતી વખતે આંગળીઓના
વચલા ટેરવાથી માપ લેવું ઉપરના ટેરવાથી કે નીચેના ટેરવાથી બરાબર માપ આવી શકશે નહી) ૩૬) મહાન શૂરવીર, મહાન બુદ્ધિમાન, મોટો આબરૂદાર અને વધારે સુખી મનુષ્યો આ પંચમકાળમાં દીર્ધાયુ
ભોગવી શકતા નથી. – ટુંકી ઉંમરવાળા જ હોય છે. કારણ કે જ્ઞાની પુરૂષોએ આ પંચમકાળમાં ઉત્તમ
વસ્તુઓના વિનાશ ફરમાવેલ છે. ૩૭) નાસિકાના બન્ને છિદ્રો નાનાં હોય તે ઉત્તમ છે. જેનું નાક હંમેશાં સુકાયેલું રહે તે દીર્ધાયુનો ભોક્તા થાય.
જેના કાન, નાક, હાથ, પગ અને નેત્રો લાંબા હોય તે દીર્ધાયુ ભોગવે છે. ૩૮) ચક્ષુઓ કમળ સમાન ખુબસુરત, બન્ને ખુણા લાલ, કીકી શ્યામ અને વચલો ભાગ સફેદ હોય તે ઉત્તમ
નેત્રો ગણાય છે. એવાં નેત્રોવાળો પુરૂષ ભાગ્યશાળી ગણાય છે. હાથીના નેત્રો જેવાં જેનાં નેત્રો હોય તે ફોજનો અફસર થાય, મોરની ચક્ષુઓ જેવી ચક્ષુવાળો પુરૂષ મધ્યમ સ્થિતિવાળો થાય અને માંજરી
આંખોવાળો આપમતલબી – સ્વાર્થી હોય. ૩૯) જેના શરીરનો રંગ હીરા, માણેક, મોતી, સુવર્ણ અથવા હરતાલ જેવો ચમકદાર હોય તે ભાગ્યશાળી અને
સુખચેન ભોગવવાવાળો થાય. જેના શરીરનો રંગ પરવાળાં અથવા ચંપાના ફુલ જેવો હોય તે ઈલકાબમંદ થાય. ૪૦) જે મનુષ્યનો કુદરતી અવાજ સારસ, કોકિલ, ચક્રવાક, ક્રૌંચ, હંસ, વીણા અને સારંગીના જેવો મીઠો
હોય તો તે સુખી થાય. અને એશ-આરામ ભોગવે. જેનો કુદરતી અવાજ મેઘગર્જના જેવો અથવા હાથીના અવાજ જેવો ગંભીર હોય તે મહાન ભાગ્યશાળી થાય. મધુર અને ગંભીર અવાજવાળો પુરૂષ
જ્યાં જાય ત્યાં યશ પ્રાપ્ત કરે અને મોજમજા ઉડાવે છે. ૪૧) જે મનુષ્યની ચાલા હંસ, હાથી, સિંહ અથવા વૃષભની માફક સુંદર હોય તે સર્વત્ર યશ મેળવે છે. ૪૨) જેના શરીરમાં પિત્ત પ્રકૃતિનું જોર વધારે હોય તે (ચાહે પુરૂષ હોય અથવા સ્ત્રી હોય તે) બુદ્ધિવાન,
ધર્મવાન અને જ્ઞાની થાય. ૪૩) તીર્થકર અને ચક્રવર્તીના શરીર ૧૦૦૮ લક્ષણ હોય છે, વાસુદેવ, પ્રતિવાસુદેછ અને બળદેવના શરીરમાં
૧૦૮ લક્ષણ હોય છે. જ્યારે તેથી પણ ઉતરતા દૂરજાવાળાઓના શરીરમાં ૩૨ લક્ષણ હોય છે. ૪૪) જેના હાથમાં ત્રાજવાનું ચિન્હ હોય તે પરદેશની મુસાફરી કરે અને લક્ષમી સંપાદન કરે. જેના હાથમાં
અષ્ટકોણનો આકાર હોય તે લક્ષ્મીવંત અને ભાગ્યશાળી થાય.
Lib topic 12.3 # 23
www.jainuniversity.org
Page #24
--------------------------------------------------------------------------
________________
૪૫) જેના હાથમાં કુંડલનું નિશાન હોય તે ધનવાન થાય, જેના હાથમાં દેવમંદિરનું નિશાન હોય તે દેવમંદિરો
નિર્માણ કરાવે, ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે અને તીર્થસ્થાન ઉપર દેવમૂર્તિની પ્રતિષ્ઠા કરાવે. ૪૬) જેના હાથમાં સર્પનું નિશાન હોય તે તામસ પ્રકૃતિવાળો હોય; પરંતુ તેની પાસે લક્ષ્મી કાયમ રહે. ૪૭) અંગુઠો અને આંગળીઓની ઉપર જે ત્રણ ત્રણ વેઢાઓ આવે છે. તે વેઢાઓ ઉપર જે કાપા પડેલા હોય
છે. (જેનાથી કુદરતી જવનો આકાર પણ બની જાય છે.) તે દશથી ઓછા હોય તો ઠી નથી. બાર હોય તો લક્ષ્મીવાન થાય. પંદર હોય તો મોટો ધનિક થાય અને અઢાર, વીશ કે પચ્ચીશ હોય તો જ્ઞાની
ઉપરાંત સુખી પણ થાય છે. ૪૮) જે મનુષ્યના હાથ ઉપર થોડા થોડા વાળ ઉગેલા હોય તો તે એશ-આરામ મોગવે. સ્ત્રીઓના હાથ ઉપર
વાળ ઉગેલા હોય તો તે ઠીક નથી. જેના હાથની નસો દેખાતી ન હોય અને માંસ વડે પુષ્ટ હોય તે મનુષ્ય એશ-આરામ ભોગવે છે. જેના હાથનો અંગુઠો પ્રમાણ કરતાં નાનો હોય તે ઠીક નથી. અંગુઠો પહેલો વેઢો લાંબો હોય તે મનુષ્ય ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાન થાય. તેવીજ રીતે બીજો વેઢો લાંબો હોય તો તે પણ
શુભદાયક છે. ૪૯) જે મનુષ્યની પાંચે આંગળીઓને અગ્રભાગ ઉપર ચકનું ચિન્હ હોય તો તે જગમાં મોટો યશસ્વી થાય અને
તેનું ઉચ્ચપદ કાયમ રહે. જેની તર્જની આંગળી ઉપર ચક્રનું નિશાન હોય તે મનુષ્યને મોટા મોટા દોસ્તો હોય અને તેનાથી લાભ થાય. પરંતુ એ ચક દક્ષિણાવર્ત હોવું જોઈએ. કદાચ વામાવર્ત હોય તો તેથી આંગળીના અગ્રભાગ ઉપર ચક્ર હોય તેને જમીન દ્વારા લાભ પ્રાપ્ત થાય. જેની અનામિકા આંગળીના અગ્રભાગ ઉપર ચક્ર હોય તે વિદ્વાન હોય અને વિવિધ પ્રકારની વિદ્યાઓનો જાણકાર હોય; તેમજ જે કામનો પ્રારંભ કરે તેમાં ફતેહમંદ થાય. અગર તે મનુષ્ય દુનીયાનો ત્યાગ કરી દીક્ષાને સ્વીકારે તો તે રાખાઓનો પણ ધર્મગુરુ બને. અને પૂજનીક થાય. પરંતુ એ દક્ષિણાવર્ત હોવું જોઈએ. જો કદાચ
વામાવર્ત હોય તો તેથી ઓછું ફળ મળે પણ નિષ્ફળ ન થાય. પ૦) જેની કનિષ્ઠા અંગુલિના અગ્રભાગ ઉપર ચક્ર હોય તે દેશ-પરદેશી સફર કરે અને લક્ષ્મી સંપાદન કરે.
જેની પાંચે આંગળીના અગ્રભાગ ઉપર શંખ હોય તો તે પણ શુભ છે. જેની પાંચે આંગળીઓના અગ્રભાગ ઉપર છીપનું ચિન્હ હોય તે કંજુસ હોય. જેથી દશે આંગળીઓના અગ્રભાગ ઉપર ચક્ર હોય તો તે મોટો
રાજા અથવા યોગીરાજા હોય. પ૧) જેના પગમાં ચક્રનો આકાર હોય તે દોલતમંદ – લક્ષ્મીવાન અને દિલનો ઉદાર થાય જેના પગમાં
અંગુઠાથી નીકળીને નવ આંગળ લાંબી ઊર્ધ્વરેખા પગની પાની સુધી લાંબી ચાલી ગઈ હોય તે મનુષ્ય
રાજા અથવા યોગી હોય. પર) જેના પગમાં ચંદ્રમાનું નિશાન હોય તે દેવની જેમ હમેશાં પૂજાય છે, જેના પગમાં ત્રિશૂળનું નિશાન હોય
તે સાધુ થાય પરંતુ તેનાથી ધર્મનું આરાધન થઈ શકે નહી. જેના પગમાં મયૂરનું ચિન્હ હોય તે શુભ છે, તેની ધારણા સફળ થાય. જેના પગમાં કાચબાનું ચિન્હ હોય તે પાણીમાં તરતાં શીખે અને સમુદ્રની મુસાફરી કરે.
Lib topic 12.3 # 24
www.jainuniversity.org
Page #25
--------------------------------------------------------------------------
________________
પ૩) જેના પગમાં ચંદ્રમાનું નિશાન હોયતે દેવની જેમ હમેશાં પૂજાય છે, જેના પગમાં ત્રિશૂળનું નિશાન હોય તે સાધુ
થાય પરંતુ તેનાથી ધર્મનું આરાધન થઈ શકે નહી. જેના પગમાં મયુરનું ચિન્હ હોય તે શુભ છે, તેની ધારણા સફળ થાય. જેના પગમાં કાચબાનું ચિન્હ હોય ને પાણીમાં તરતાં શીખે સમુદ્રની મુસાફરી કરે.
પ૪) જેના પગમાં અષ્ટ પાંખડીવાળું કમળ હોય તે રાજાધિરાજ હોય, જેના પગના અંગુઠા નીચે જવનો આકાર
હોય તે મહાન જંગબહાદુર અને લક્ષ્મીવાન હોય. પ૫) જેના પગમાં પધનું ચિન્હ હોય તે રાજાધિરાજ અથવા રાજઋષિ હોય. જેના પગમાં ધજા હોય તે જગતમાં
યશસ્વી થાય અને પ્રખ્યાતિ પામે. જેના પગમાં છત્રનું નિશાન હોય તે છત્રપતિ રાજા થાય અને અમલદારી પ્રાપ્ત કરે, જેના પગમાં ધનુષ્યનો આકાર હોય તે હંમેશા બીજાની સાથે લડાઈઓ કર્યા કરે અને જેના
પગમાં સર્પનું ચિન્હ હોય તેનું મૃત્યુ ઝેરની થાય. પ૬) જેના પગમાં સ્વસ્તિકનું ચિન્હ હોય તે સંસારનો ત્યાગ કરી દીક્ષાનો સ્વીકાર કરે, ધર્માચાર્ય બને, અને
દુનિયાને ધર્મનું શિક્ષણ આપે. જેના પગમાં હળ, વજ, અથવા કમળનું ચિન્હ હોય તે રાજા અથવા નિગ્રંથ મુનિ થાય. જેના પગમાં ચકનું નિશાન હોય તે મહાન ભાગ્યશાળી થાય અને કાયમ તંદુરસ્ત તથા લક્ષ્મીવાન રહે.
રીઓનાં લક્ષણ વિષે કંઈક વિશેષ. ૧) જેવીરીતે પુરૂષના જમણા અંગનાં લક્ષણો શુભ અને લાભદાયક નિવડે છે તેવી રીતે સ્ત્રીઓના ડાબા
અંગનાં લક્ષણો લાભદાયક હોય છે. ૨) જે સ્ત્રીનું મુખ ગોળ અને ખુબસુરત હોય અને મસ્તકના કેશ લાંબા હોય તે પદમણીનાં લક્ષણો જાણવાં.
જે સ્ત્રીના શરીર ઉપર કેશ જુજ હોય તેની પાસે લક્ષ્મી કાયમનો વાસ કરીને રહે છે. પાતળા હૃદયવાળછ
શ્રી હંમેશા ખાનપાનમાં સુખી રહે અને દિલની ઉદાર હોય. ૩) જે સ્ત્રીનું લલાટ-કપાળ નાનું હોય તે ઠીક નથી. મોટા લલાટવાળી સ્ત્રી સદા એશઆરામ ભોગવે. જેના
લલાટમાં ડાબી તરફ નાનો તલ હોય તે સર્વત્ર યશ પ્રાપ્ત કરે છે. બહુ લાંબી અને બહુ ઠીંગણી સ્ત્રી પોતાના
પતિની આજ્ઞાનો અનાદર કરે- પતિની આજ્ઞા માને નહીં. ૪) જે સ્ત્રીનું નાક નાનું અને ખુબસુરત હોય તે સુખ પૂર્વક જીંદગી વ્યતીત કરે, જેની આંખો માંજરી હોય તે
આપમતલબી – સ્વાર્થી હોય, જે સ્ત્રીના શરીર ઉપર કેશ-રૂંવાટા થોડા હોય, નિદ્રા અલ્પ હોય, પરસેવો
પણ બહુજ અલ્પ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે એ પદમણી સ્ત્રીનાં લક્ષણો છે. ૫) જે સ્ત્રીનાં હસ્તમાં ચક્ર, ધજા, છત્ર, ચામર, તોરણ, અંકુશ, કુંડલ, હાથી, ઘોડા, રથ, જવ, પર્વત,
માછલી, મહેલ, કલશ, પદ્મ, તલવાર, કમલ અને ફુલમાળા વગેરે ચિન્હ હોય તે લક્ષ્મીવતી થાય, સુખચેનનો ઉપભોગ કરે અને જગતમાં તેની કીર્તિ વિસ્તાર પામે છે. જે સ્ત્રીના હોઠ પાતળા અને લાલ હોય તે હમેશાં સુખ પ્રાપ્ત કરે, જે સ્ત્રીનો નાભિપ્રદેશ ઉંડો અને ગંભીર હોય તેની પાસે લક્ષ્મી સર્વદા વાસ કરીને રહે છે. હસવાથી જે સ્ત્રીના ગાલમાં ખાડા પડતા હોય તે ખુશમિજાજ અને પતિ સાથે સ્નેહ રાખનાર હોય, જે સ્ત્રીના પગ ઉપર ઘણાં વાળ ઉગેલા હોય તે હમેશાં ધનની તંગી ભોગવે.
Lib topic 12.3 # 25
www.jainuniversity.org
Page #26
--------------------------------------------------------------------------
________________
૭) કોયલના અવાજ સમાન જેની વાણી મધુર હોય તે સ્ત્રી સૌભાગ્યશાળી જાણવી. તેનો ખજાનો કાયમ
ભરેલો રહે અને સર્વત્ર તેની કીર્તિ વિસ્તાર પામે. ૮) જે સ્ત્રીનાં દાંત નાના અને પાતળા હોય તે સર્વદા ખાનપાનથી સુખી હોય, જે સ્ત્રીની નાસિકાના બન્ને છેદ
નાના હોય, કેશ પાતળા અને ચમકદાર હોય આંખોમાં શરમ ભરેલી હોય તે શુભ લક્ષણો જાણવાં. કારણ કે એ લક્ષણો પદમણીમાં પણ હોય છે. જે સ્ત્રીના પગની તર્જની અંગુલી અંગુઠાથી મોટી હોય તે પતિના હુકમનો અસ્વીકાર કરે, જે સ્ત્રીના પગની તર્જની અંગુલી કરતા મધ્યમા અંગુલી લાંબી હોય તે અભિમાનીની હોય, એ જ કારણથી તે કષ્ટ પ્રાપ્ત કરે. જે સ્ત્રીની નાભિ બહાર નીકળેલી હોય, હોઠ શ્યામ રંગના હોય અને દાંત બહાર નિકળેલા હોય તે સ્ત્રીને
પતિ તરફથી સંપૂર્ણ સુખ ન મળે અને કષ્ટથી દિવસો ગુજારે. ૧૦) જે સ્ત્રીના ડાબા પગમાં સાત અંગુલ લાંબી ઊર્ધ્વ રેખા હોય તે રાજાની રાણી થાય અથવા તેને લક્ષ્મીવાન
પતિ મળે, અને પોતાના ઘરમાં સારી પ્રતિષ્ઠા-માન પ્રાપ્ત કરે. જે સ્ત્રીની ભૂ-નેત્ર લાંબી હોય તે હંમેશાં સુખ ભોગવે. જે સ્ત્રીના બત્રીશે દાંત એક સરખા અને ખૂબસુરત હોય તે સર્વદા મિષ્ટ ભોજનનો ઉપભોગ
કરવાવાળી અને સુખી હોય. ૧૧) જે સ્ત્રીના ગળા ઉપર આડી રેખા પડી હોય તે સૌભાગ્યશાળી અને આરામ ભોગવવાવાળી હોય.
| ઉત્પાદ નિમિત ૧) દુનિયામાં વસતા મનુયોનું પ્રારબ્ધ જ્યારે કમજો થઈ જાય છે ત્યારે કદિ પણ ન બનેલા બનાવો –
અસંભવિત બનાવો બનવા લાગે છે. એ અસંભવિત બનાવોનું બીજું નામ ઉત્પાત છે. જે જે ઉત્પાતોની અસર સામાન્ય જનતા ઉપર જેવી રીતે થાય છે તેજ આ પ્રકરણમાં બતાવવામાં આવશે. ઉત્પાત થવાથી કેટલાક ગાંઉ સુધી તેની અસર થશે અને ગર્જના થવાથી કેટલે દૂર સુધી તેનો શબ્દ સાંભળી શકાય
વગેરે હકિકત આમાં આપવામાં આવી છે. ૨) વાસ્તવિક રીતે જોતાં ખરીવાત તો એ છે કે દુનિયા ઉપર જ્યારે ખરાબ દિવસો શરૂ થવાના હોય ત્યારે
નિમિત્તો પણ એ દુર્દિનોને અનુકૂળ જ શરૂ થાય છે. જે દેશ, શહેર અથવા જંગલમાં ઉત્પાતનો સંભવ જણાય તો ચોક્કસ સમઝો કે તે તે સ્થાનોના અશુભ-બુરા દિવસોની એ નિશાની છે. જે શહેરના દરવાજા ઉપર અથવા દેવમંદિરના શિખર ઉપર વિજળી પડે તો ત્યાં છજ મહિનામાં દુશ્મનોનું જોર વૃદ્ધિ પામે, જે દેશમાં નદીઓનું પાણી જે તરફ વહેતું હોય તે બદલી જઈ બીજી તરફ – ઉલટું વહેવા માંડે ત્યાં એક
વર્ષમાં અમલદારી અદલબદલ થઈ જાય અથવા નષ્ટ થાય. ૩) જ્યાં દેવમૂર્તિ હસવા લાગે, રોતી હોય તેમ જણાય અથવા સિંહાસનથી સ્વમેળ નીચે ઉતરી જાય તો ત્યાં
રાજાઓમાં લડાઈ જાગે. અને પરિણામે સમગ્ર દેશબરબાદ થઈ જાય.
૪) જ્યાં દિવાલ ઉપર ચીતરેલી પુતળી રોવા લાગે, હસતી હોય તેવો ભાસ થાય, અથવા ભ્રકુટી ચઢાવી ગુસ્સો
કરે તો ત્યાં લડાઈ જામે, લોકોને ઘર બાર છોડી ભાગી જવું પડે, અને આખો દેશ ઉજ્જડ થઈ જાય. જ્યાં
અર્ધરાત્રિએ કાકપક્ષી બોલે ત્યાં દુષ્કાળ પડે અને લોકોકના દુર્દિનની શરૂઆત થાય. Lib topic 12.3 # 26
www.jainuniversity.org
Page #27
--------------------------------------------------------------------------
________________
૫) જે મુલ્ક-દેશના રાજાઓ ડંકો તથા નિશાન લડાઈમાં જતી વખતે વિના કારણ ભાંગી-ટુટી જાય તેનો
લડાઈમાં પરાજય થાય. જ્યાં દેવમંદિર અથવા રાજાના ચમરમાંથી અગ્નિ વિના આગનાં અંગારા ઝરવા
લાગે ત્યાં લડાઈ – ઝઘડા થવાથી ઘણાને નુકશાન થાય. ૬) જ્યાં વૃક્ષોમાંથી લોહીની ધારા વછુટે ત્યાં કલેશ-બખેડા વધે અને લડાઈ પણ થાય. જ્યાં રાજાના છત્રમાં
આગ લાગે ત્યાં રાજદ્રોહ ઉત્પન્ન થાય. જો રાજાના કોઠારમાંથી અથવા આયેધશાળામાંથી વિના અગ્નિ ધુમાડો નિકળવા માંડે તો લડાઈ અને કલેશ - કંકાસ વધે. જ્યાં વૃક્ષોમાંથી દુધ ઘી અથવા મધની ધારા છુટે ત્યાં લોકોમાં બિમારી-માંદગી અને તે સાથે દુર્દિનની શરૂઆત થાય. કોઈપણ ઉત્પાતનું ફળાફળ છે અથવા બાર માસમાં તો મળવું જ જોઈએ. જે તેમ ન થાય તો એ ઉત્પાત ખોટો છે એમ સમજવો.
જ્યાં દેવમૂર્તિ અકસમાત ટુટી જાય, યા નેત્રોમાંથી આંસુઝરે, પરસેવો થઈ જાય અથવા મુખથી બોલતી જણાય તો તે દેશના રાજાનું અને લોકોનું નુકશાન થાય. અને આફત આવે. દેવ મંદિર રાજમહેલ, ધજાપતાકા યા તોરણ અગ્નિથી અથવા વિજળી પડવાથી બળવા માંડે એ દુર્દિનોની નિશાની છે. અને કોલપણ પ્રકારની આફત આવે.
જ્યાં અગ્નિ વિના ધુમાડો નિકળવા માંડે, આકાશમાંથી ધુળની વૃષ્ટિ થવા માંડે, દિવસ છતાં પણ વિના કારણ અંબારૂં છવાઈ જાય, એ દુર્દિનોની નિશાની છે. રાત્રિના વરસાદ વિનાના અથવા મેઘવાળાં વાદળાં વિનાનાં આકાશમાં તારા નજરે ન પડે અને દિવસુ જોવામાં આવે તો તે ઠીક નથી. કારણ કે તેથી કોઈપણ પ્રકારની આફત પેદા થાય. વૃક્ષોમાંથી અચાનક રોવા જેવો અવાજ બોલવા જેવો અવાજ નિકળે તો સારૂં નહિ. કારણ કે એ દુર્દિનોની આગાહી છે. વૃક્ષોના ઉત્પાતનું ફળ લગભગ દશ મહિનામાં મળવું
જોઈએ અગર એ મુદતમાં ન મળે તો ખોટું સમજવું. ૧૦) જ્યાં આકાશમાં લોહી, ચરબી, માંસ અથવા હાડકાની વૃષ્ટિ થાય ત્યાં કોઈપણ પ્રકારનો રોગ ફેલાય. જે
શહેર ઉપર આકાશમાંથી કોલસા યા ધુળની વૃષ્ટિ થાય તો તે શહેરના લોકો ઉપર આફત પ્રાપ્ત થાય. ૧૧) જ્યાં કોઈ નદીમાં તેલ, લોહી અથવા માંસ વહેતું નજરે પડે તો તેની આસપાસના ગામો-નગરો ઉપર
દુશ્મનોનું જોર વધે. કોઈપણ કુવામાંથી અગ્નિની જ્વાળા અથવા ધુમાડો નિકળતો નજરે પડે તો આસપાસના મકાનોમાં બીમારી-રોગ ફેલાય જે મકાનોની આસપાસ કુતરાંઓનું રૂદન સંભળાય તે
અશુભસૂચક છે. ૧૨) વિજળી ૮૦ કોશ સુધી નજરે પડે છે. જ્યારે મેઘની ગર્જના ૧૦૦ કોશ પર્યત સંભળાય છે. જુના
જમાનામાં વરસાદનું પાણી મીઠું અને સ્નિગ્ધ હોઈને જમીન ને ખુશબોદાર બનાવતું હતું પુષ્પરાવર્ત મેઘનું પાણી બૃત અથવા દુધની જેમ તાકાત-બળ ઉત્પન્ન કરતું. અને બાર બાર વર્ષો સુધી જમીન તરાવર બની રહેતી જેથી ખેતીવાડીને પણ ખુબ પેદાશ થતી. પરંતુ હાલના જમાનામાં એવા વરસાદ હવે નથી રહ્યા. જેવો જમાનો તેવો વરસાદ અને ખેતીવાડી પેદા થાય છે. વરસાદ થતી વખતે મયૂરનું બોલવું શુભ છે. દુનિયાને ખેતી વગેરેનો જરૂર ફાયદો થાય.
Lib topic 12.3 # 27
www.jainuniversity.org
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૩) વરસાદ, વાયુ વગેરે નિમિત્તો જીવોના પુણ્યાનુસાર થાય છે. જોકે જે લોકોને પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ
નથી તેની વાત જુદી છે; પરંતુ પુણ્ય-પાપ રૂપી સડક એવી છે કે છેવટે તેના ઉપર આવ્યા વિના ચાલતું નથી. જુના જમાનાના લોકો નિમિત્ત જ્ઞાન જાણતા હતા અને તદનુકળ પ્રવૃત્તિ કરતા હતા; પરંતુ વર્તમાન સમયમાં કેટલાએક લોકો આ વાતને મશ્કરીમાં ઉડાવી દે છે. ગમે તેમ હો પરંતુ નિમિત્ત જ્ઞાન એ વસ્તુ સાચી જ છે. માત્ર જાણનાર હોંશીયાર હોવો જોઈએ.
૧૪) લડાઈમાં જતી વખતે રાજાનો મુગટ, હાર અથવા કોઈપણ આભૂષણ ટુટી જાય અથવા પડી જાય તો તેની ફતેહ – જાય ન થાય. જંગલના ઘણાં જનાવરો અચાનક શહેરમાં આવી જાય તે ઠીક નથી. કારણ કે તે
અશુભ સૂચક છે.જે સ્થાનમાં કુવાનું મીઠું પાણી ખાટું અથવા કડવું થઈ જાય તો તે સ્થાનની આસપાસના લોકોમાં બીમારી ફેલાય. જે સ્થાનના વૃક્ષોમાં એક ફળ ઉપર બીજું ફળ લાગે, અથવા એક ફુલ ઉપર બીજું ફુલ આવે તો તે સ્થાન ઉપર આફત આવે. જો જિન મંદિરના શિખરમાંથી અગ્નિ વિનાનો ધુમાડો નિકળતો જોવામાં આવે તો તેની આસપાસ વસનારાઓ માટે એ ઠીક નથી; કારણ કે દુર્દિનોની એ નિશનાની છે.
૧૫) મંદિરના શિખર ઉપર ઘુવડ આવીને બેસે તો ત્યાં દુષ્કાળ પડે. જ્યાં સર્પ પોતાની પૂંછડી ઉંચી કરીને ચાલે ત્યાં લડાઈ ફેલાય અને લોકોમાં ફિકર ઉત્પન્ન થાય.
૧૬) જ્યાં જિનમંદિરના શિખર ઉપર ચડાવેલી ધજા તેજ દિવસે પડી જાય તો ત્યાંના લોકોને નુકશાન થાય. ૧૭) જે મનુષ્યના હાથથી જિન મૂર્તિનું મસ્તક ટૂટી જાય તેની લક્ષ્મી નાશ પામે અને મરણાંત કષ્ટ પ્રાપ્ત થાય. ૧૮) લડાઈમાં જતી વખતે જે રાજાના રથ ઉપર ઘરુડ આવીને બેસી જાય તેનો જય થવો બહુ મુશ્કેલ છે. દુ:ખી થાય અને મરણાંત કષ્ટ આવે.
ગક
અંતરિક્ષ નિમિત્ત
૧)
આ નિમિત્ત પ્રકરણની અંદર ઉલ્કાપાત, દિગ્દાહ, ગંધર્વ નગર અને ઈંદ્રધનુષ્યના વિવિધ આકારો આકાશમાં નજરે પડવાથી તેની દુનિયા ઉપર શી અસર થાય, અથવા શું લાભાલાભ થાય? તેમ જ પુછડીયા તારાનો ઉદય થવાથી દુનિયા ઉપર નફા-નુકશાનની કેવી અસર થશે? એ હકીકત સ્પષ્ટ સમજાવવામાં આવી છે.
૨) પુદ્ગલના પરમાણુઓથી વિવિધ પ્રકારના આકાર-દૃશ્યો આકાશમાં બને છે અને આપણી નજર સામે દેખાય છે તેને ઉલ્કાના નામથી સંબોધવામાં આવે છે. એ ઉલ્કા જો ભૂત, પ્રેત, રાક્ષસ, ઉંટ, વાનર, અથવા હરણની આકૃતિ જેવી નજરે પડે તો તે ખરાબ ફળને આપનારી થાય છે, સર્પ, ઘો અને બે મસ્તકવાળી ઉલ્કા પણ અશુભસૂચક ગણાય છે.
૩) ઉલ્કા જો ચંદ્ર-સૂર્યનો સ્પર્શ કરીને નીચે પડે તો તે સ્થાને રાજ્યનો ફેરબદલો થાય અને દુષ્કાળ પડે. સૂર્યમાંથી નિકળેલી ઉલ્કા જો મુસાફરીએ જનાર મનુષ્યની સામે આવતી આકાશમાં નજરે પડે તો તે મુસાફરીએ જનાર મનુષ્યને લાભદાયક નિવડે છે.
Lib topic 12.3 # 28
www.jainuniversity.org
Page #29
--------------------------------------------------------------------------
________________
૪) કોઈપણ દેવમંદિર અથવા ઈંદ્રધજા ઉપર ઉલ્કા પડે તે સ્થાનના રાજા માટે અને સલતનત માટે દુર્દિનોની
નિશાનીરૂપ ગણાય છે. જો કોઈ મનુષ્યના ઘર ઉપર ઉલ્કા પડે તો તે ઘરવાળા મનુષ્યોને સંકટ પ્રાપ્ત થાય, દંડના આકારની ઉલ્કા આકાશમાં ઘણીવાર સુધી જો નજરે પડે તો રાજાનો ગુસ્સો ઉત્પન્ન થાય. જે ઉલ્કા ઉલટી ચાલે એટલે જ્યાંથી નિકળી હોય તે તરફ પાછી વળી જાય તો વ્યાપારી લોકોને નુકશાન થાય. વક-વાંકી ગતિવાળી ઉલ્કા રાજાની રાણીઓને અને ઊર્ધ્વગતિવાળી ઉલ્કા બ્રાહ્મણોને તકલીફ-દુ:ખ ઉત્પન્ન કરે. મોરપીંછના આકારવાળી ઉલ્કા જગતને અને મંડળની આકૃતિવાળી – ગોળ ઉલ્કા તે
શહેરને નુકશાન કરનારી થાય છે. ૫) જે ઉલ્કા બળદનો આકાર બનીને આકાશમાંથી નીચે પડે તો તે સ્થાનની ખેતીવાડીને નુકશાન થાય.
ચક્રની માફક ફરતી ઉલ્કા જો આકાશમાંથી નીચે પડે તો તે સ્થાનના મનુષ્યો બરબાદ થાય - નાશ પામે. સિંહ, વાઘ, વરાહ, શ્વાન, ઘોડા, ધનુષ્ય, ગર્દભ, વજ, તલવાર, શીયાળ, બકરા, કાગડો, સસલો, મગરમચ્છ, રીંછ, હળ અને અજગરના આકારની ઉલ્કા આકાશમાંથી નીચે પડે તો ત્યાંના દેશવાસીઓને નુકશાન થાય. અગર કોઈપણ સ્થાને આખો દિવસ નજરે જણાય તો સમજવું કે તે સ્થાનના રહેવાવાળા ઉપર સંકટ ઉત્પન્ન થાય. કમળ, લક્ષ્મીદેવી, વૃક્ષ, ચંદ્ર, સૂર્ય, નંદાવર્ત, કળશ, ધજા-પતાકા, હાથી, છત્ર, સિંહાસન, રથ, અથવા મૃગરના આકારની ઉલ્કા જો આકાશમાંથી નીચે પડે તો તે મુલ્ક-દેશના રહેવાસીઓને લાભદાયક થાયે જે વખતે વરસાદ જોરથી વરસતો હોય તે વખતે ઉલ્કાપાત થાય અને કાળા પત્થર આકાશમાંથી નીચે પડે ત્યાં જાનવરો મરણ પામે. જે સ્થાને સંધ્યા સમયે-સૂર્યાસ્ત થયા પછી અને ચદ્રોદય થયા પૂર્વે આકાશ એકદમ લાલ વર્ણનું થઈ જાય, અને કેટલીકવાર સુધી એજ સ્થિતિમાં કાયમ રહે તેને દિગ્નદાહ કહેવામાં આવે છે. જે સ્થાને દિગદાહ નજરે પડે તે સ્થાને લડાઈ-ટંટા પેદા થાય, અને લોકો સંકટમાં મૂકાય. અગર એ દિદાહમાંથી મનુષ્યના આકારવાળી એક મૂર્તિ હાથ ફેલાવતી નજરે દેખાય અને પાછી સંતાઈ જાય, વળી પાછી મસ્તક ઉપર હાથ મૂકી રોતી નજરે પડે તો ત્યાં લડાઈ મચે, તલવારો ચાલે અને હજારો મરણને શરણ થાય. જે સ્થાનના લોકોને આકાશમાં નકલી વાજાં વાગતાં સાંભળવામાં આવે ત્યાં સંકટ ઉત્પન્ન થાય અને ઘર
છોડીને નાશી જવાનો સમય પ્રાપ્ત થાય. ૯) આકાશની અંદર તરહ તરહના રંગબેરંગી પુગલ પરમાણુઓનું પરિણમન થઈ નગર જેવો આકાર
નજરે પડે તેને ગંધર્વ નગર કહેવામાં આવે છે. અગર શ્યામ-કાળા વર્ણનું ગંધર્વ નગર નજરે પડે તો તે અશુભ સમજવું. લાલ રંગનું નજરે પડે તો તેથી જનાવરો ઉપર સંકટ આવી પડે. લીલું, પીળું સફેદ, લાલ
અથવા શ્યામ કોઈપણ રંગનું ગંધર્વ નગર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા માટે લાભદાયક નથી. ૧૦) ઉત્તર દિશામાં ઉત્પન્ન થયેલ ગંધર્વ નગર કે જેમાં ઘેરો, સાફ અને ચમકદાર રંગ ભરેલો હોય અને વળી
તેમાં કિલ્લો, તોરણ, વૃક્ષ અને પશુ-પક્ષીના આકારો સારી રીતે નજરે પડે તો અલબત્ત શુભ ગણાય અને ત્યાંના લોકોને લાભ ફાયદો થાય.
Lib topic 12.3 # 29
www.jainuniversity.org
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૧) ઈશાન, અગ્નિ અને વાયવ્ય ખુણામાં ગંધર્વ નગર નજરે પડે તો શુદ્રોને સંકટ પ્રાપ્ત થાય, પાંડુરંગનું
ગંધર્વ નગર કોઈપણ દિશામાં હો પણ તેથી દેશમાં મહાવાયું ચાલે અને મોટાં મોટાં વૃક્ષોને મૂળથી ઉખેડી નાખે.
૧૨) પીળા રંગનો દિગદાહ નજરે પડે તો સલતનતમાં – રાજ્યમાં વિરોધ પેદા થાય. અગ્નિ ના સમાન
લાલવર્ણનો દિગદાહ દેશભંગનો સૂચક છે. જે દિગદાહમાં સૂર્યસમાન રોશની – તેજ ચમકતું હોય તો રાજાના હૃદયમાં ગુસ્સો ઉત્પન્ન થાય. પૂર્વદિશામાં દિગદાહ હોય તો ખેડુતોને, દક્ષિણ દિશામાં હોય તો
વાણિકોને અને ઉત્તરમાં હોય તો બ્રાહ્મણોને સંકટ ઉત્પન્ન થાય છે. ૧૩) આકાશ સ્વચ્છ હોય, તારાઓ નજરે પડતા હોય અને મંદ મંદ પવન ચાલતો હોય તે વખતે સુવર્ણ જેવા
રંગનો દિગદાહ નજરે પડે તો રાજા તથા પ્રજાને લાભ થાય. ૧૪) સૂર્યાસ્ત થયા પછી જ્યાં સુધી આકાશમાં તારાઓ ન દેખાય ત્યાં સુધીના સંધ્યા સમય કહેવામાં આવે છે.
એ સંધ્યાથી થતા લાભાલાભ અહીં જણાવવામાં આવે છે. તાંબાના જેવી વર્ણવાળી સંધ્યા અને પીળાવર્ણની સંધ્યા ફજને અને ફજના અપ્સરને માટે અનિષ્ટકારક નિવડે છે. લીલાવર્ણની સંધ્યા ખેડુતો માટે અનિષ્ટકારક જાણવી. કેમ કે તેથી અનાજ અને જાનવરોની બરબાદી થાય છે. ધૂમ્રવર્ણી સંધ્યા ગાયોને માટે અનિષ્ટ થાય – ગાયો ઉપર સંકટ પેદા થાય મજીઠના જેવી વર્ણવાળી સંધ્યાથી અગ્નિનો પ્રકોપ ઉતરે, પીળાવર્ણની સંધ્યાથી વાયુનો ઉત્પાત થાય અને વરસાદ વરસે. ભસ્મ – રાખના વર્ણ જેવી સંધ્યા
હોય તો વરસાદ ન થાય. ૧૫) સંધ્યા કાળના વાદળમાં હાથી, ઘોડા, ધજા, છત્ર અને પહાડ જેવી આકૃતિઓ નજરે પડે તો તે શુભ છે.
તેથી ફતેહ થાય અને ત્યાંના લોકો સુખચેન ઉડાવે. ૧૬) જે દેશની અંદર પુંછડીઓ તારો નજરે પડે ત્યાંના રાજા અને પ્રજા ઉપર ઈશ્વરી કોપ ઉત્પન્ન થાય. એ
પુંછડીયા તારાની શીખા જે તરફ ઝુકેલી – નમેલી હોય તે દિશાના લોકો વધારે સંકટમાં મુકાય. પુછડીઆ તારાના છેડા ઉપર બીજો કોઈ તારો નજરે પડે તો તે દેશમાં બીમારી ઉત્પન્ન થાય. અને દેશ
બરબાદ થઈ જાય. ૧૭) વરસાદના દિવસોમાં આકાશમાં ઈંદ્રધનુષ્ય નજરે દેખાય ને શુભ છે – તેથી લાભ થાય. ચંદ્ર-સૂર્યની ચારે
તરફ ગોળાકારમાં મંડળ થાય છે તે પણ શુભસૂચક છે. ( એ ગોળાકારને શાસ્ત્રોમાં પરિવેષ કહે છે.) ઈંદ્રધનુષ્ય અને પરિવેષ શીત તથા ઉષ્ણ કાળમાં થાય તે ઠીક નથી. આકાશની અંદર પંચરંગી ધનુષ્યના આકારમાં જે કમાન નજરે પડે છે તેને ઈંદ્રધનુષ્ય કહેવામાં આવે છે. વરસાદના દિવસોમાં એ ધનુષ્ય
જોવામાં આવે તો જલ્દી વરસાદ થાય. ઈશાન ખૂણામાં વીજળી ઉત્પન્ન થાય તો વરસાદ જલ્દી થાય છે. ૧૮) ચંદ્રમાની ચારે તરફ ચાહેતો સફેદવર્ણનો પરિવેષ નજરે પડે અથવા કાળાવર્ણનો કે પછી ધૂમ્રવર્ણનો
નજરે પડે તો વરસાદ સારો થાય. પંચરંગી પરિવેષ હોય તો લડાઈ ચાલે અને લીલા તથા પીળા વર્ણનો હોય તો બીમારી ઉત્પન્ન થાય.
Lib topic 12.3 # 30
www.jainuniversity.org
Page #31
--------------------------------------------------------------------------
________________ 19) સૂર્યની ચારે તરફ પીળા વર્ણનો પરિવેષ હોય તો રાજા ઉપર અથવા તો તેની પ્રજા ઉપર ઈશ્વરી કોપ ઉતરે. સૂર્યની ચારે તરફ આખો દિવસ પરિવેષ બન્યો રહે તો દુષ્કાળ પડે. એ પરિવેષ જો લીલા વર્ણનો હોય તો અનાજ, વૃક્ષ અને ફળફુલ બરબાદ કરે, શ્યામ વર્ણનો અર્ધ પરિવેષ હોય તો દુશ્મનોનું જોર વધે. પચરંગી પરિવેષ હોય તો જનાવરોનું મરણ નિપજે. 20) ચંદ્ર-સૂર્યની ચારે તરફ પરિવેષ મંડલ લાગેલું હોય અને તેમાં શનિ આવી જાય તો અનાજ ઓછું પાકે, મંગળ આવી જાય તો ફોજ ઉપર અથવા ફોજના અફસર ઉપર સંકટ આવે, બૃહસ્પતિ આવી જાય તો દીવાન અને પુરોહિત ઉપર કષ્ટ આવે બુધ આવી જાય તો વારીશ-વરસાદ સારો થાય, શુક્ર આવી જાય તો ફોજના લોકોમાં અને અંતઃપુરમાં સંકટ ઉત્પન્ન થાય. રાહુ આવી જાય તો બિમારી ઉત્પન્ન થાય અને કેતુ આવી જાય તો દુષ્કાળ પડે. Lib topic 12.3 # 31 www.jainuniversity.org