________________
૫) જેના હાથમાં કેસરી સિંહનું ચિન્હ હોય તે રાજા થાય, હકુમત ચલાવે અને બહાદૂર હોય. ૬) જેના હાથમાં ફૂલોની માળાનું નિશાન હોય તે કોઈપણ સ્થાને જ્યાં જાય ત્યાં ફતેહ પ્રાપ્ત કરે, મનની
ધારણા બર આવે, અને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. જેના હાથમાં ત્રિશૂળનું ચિન્હ હોય તે ધર્મની ધજા ફરકાવવામાં અને ધર્મચર્ચા કરવામાં નિપુણ થાય, જિન
મંદિરોની પ્રતિષ્ઠા અને તીર્થોની યાત્રા કરે, અને ધર્મ પર દઢપગે ઉભો રહે – અચળ શ્રદ્ધાવાન બને. ૮) જેના હાથમાં દેવવિમાનનું ચિન્હ હોય તે દેવમંદિરો બનાવરાવે અને સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે. ૯) જેના હાથમાં સૂર્યનું ચિન્હ હોય તે મહાન તેજસ્વી, તામસી પ્રકૃતિઓવાળો અને હિમ્મત બહાદૂર થાય. ૧૦) જેના હાથમાં અંકુશનું ચિન્હ હોય તેના ઘરે હસ્તીઓ બાંધેલા રહે અને ધનવાન થાય. ૧૧) જેના હાથમાં મોરનું ચિન્હ હોય તે જ્યાં જાય ત્યાં ફતેહ મેળવે, અને એશ-આરામ ભોગવવાવાળો થાય. ૧૨) જેના હાથમાં યોનિનું ચિન્હ હોય તે માણસ પ્રતાપી થાય અને સુખ-ચેનથી જીવન વ્યતિત કરે. ૧૩) જેના હાથમાં કળશનું નિશાન હોય તે દેવમંદિરો નિર્માણ કરાવે અને તીર્થોની યાત્રા કરે. ૧૪) જેના હાથમાં તલવારનો આકાર હોય તે શખ્સ લડાઈમાં જય પ્રાપ્ત કરે, નશીબ ખુશ રહે અને રાજ્યની
તરફથી ઈનામ પ્રાપ્ત કરે. ૧૫) જેના હાથમાં જહાજ-વહાણનું ચિન્હ હોય તે શખ્સ સમુદ્ર માર્ગનો મોટો વ્યાપારી બને, અને સમુદ્રની
લાંબી મુસાફરી કરનાર થાય.
૧૬) જેના હાથમાં લક્ષ્મીદેવીનું ચિન્હ હોય તેનો ખજાનો હમેંશા તર રહે અને ધનની કોઈ દિવસ કમી-ઉણપ ન રહે.
૧૭) જેના હાથમાં સ્વસ્તિક – સાથીયાનો આકાર હોય તેને ઘરે હમેશાં આંનદ મંગળ વરતાય, ધનવાન થાય,
અને જગતમાં માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. ) ૧૮) જેના હાથમાં કમંડલનું નિશાન હોય તે સુખી અને ધર્મી હોય સાધુ લોકોની સેવા ચાકરી ઉઠાવે અને પોતે
પણ સાધુ થઈ દેશ-પરદેશની મુસાફરી કરે. ૧૯) જેના હાથમાં સિંહાસનનું નિશાન હોય તે રાજાધિરાજ સિંહાસનારૂઢ થાય અથવા રાજાનો દિવાન થાય
અને મહાન હકુમત ચલાવનાર થાય.
૨૦) જેના હાથમાં પુષ્કરિણી - વાવડીનું નિશાન હોય તે ઉદાર દીલનો ધનવાન અને બીજાઓને મદદગાર થાય છે. ૨૧) જેના હાથમાં રથનો આકાર હોય તે દુશ્મનની ઉપર જય મેળવે છે અને તેને ત્યાં રથ ગાડી, ઘોડાની
બરકત રહે છે. કોઈ દિવસ પગે ચાલીને મુસાફરી કરવાનો સમય ન આવે. ૨૨) જેના હાથમાં કલ્પવૃષનું ચિન્હ હોય તે દોલતવંત-ધનવાન અને સારા ભાગ્યવાળો હોય, જમીન તથા
જાગીરનો ભોક્તા થાય, હૃદયની ધારણા ફળવતી થાય અન. ખાન-પાનથી સુખી રહે. ૨૩) જેના હાથમાં પર્વતનું ચિન્હ હોય તે ઝવેશાતનો વ્યાપાર ધંધો કરે અને તેમાં લાભ પ્રાપ્ત કરે છે.
Lib topic 12.3 #16
www.jainuniversity.org