________________
૨૪) જેના હાથમાં છત્રનું નિશાન હોય તે દેવની માફક પૂજ્ય બને છે. અથવા છત્રપતિ રાજા થાય છે.
૨૫) જેના હાથમાં ધનુષ્યનું નિશાન હોય તે લડાઈમાં ઈજ્જત યશ પ્રાપ્ત કરે, તેના ઉપર કોઈ કેસ માંડે તો તેમાં હાર ન ખાતાં ફતેહ મેળવે છે.
૨૬) જેના હાથમાં હળનો આકાર હોય તો ખેતીવાડી કરનાર થાય અને તેને જમીન ઈનામમાં પ્રાપ્ત થાય. ૨૭) જેના હાથમાં ગદાનું ચિન્હ હોય તે મોટો બહાદુર પુરૂષ થાય છે.
૨૮) જેના હાથમાં સરોવરનો આકાર હોય તે ધનથી કદી ઉણપ ન ભોગવે અને બીજાઓને ધનની સહાય કરતો રહે.
૨૯) જેના હાથમાં ધજાનું નિશાન હોય તે કીર્તિમાન અને વિજયી બન્યો રહે છે.
સ્વરૂપવાન હોય.
૩૦) જેના હાથમાં પદ્મનું ચિન્હ હોય તે ચક્રવર્તિ રાજા થાય અને દેશ-દેશાંતરમાં ફતેહ પ્રાપ્ત કરે. ૩૧) જેના હાથમાં ચંદ્રનું નિશાન હોય તે મોટો નશીબદાર – ભાગ્યશાળી બને ખૂબસુરત – ૩૨) જેના હાથમાં ચામરનું નિશાન હોય તે રાજાધિરાજ અથવા દિવાન થાય અને હુકમ ચલાવે. ૩૩) જેના હાથમાં કાચબાનો આકાર હોય તે ભૂમિપતિ -રાજા થાય, સમુદ્રમાં પોતાના વહાણો ફેરવે, અથવા ખુદ પોતે સમુદ્રની મુસાફરી કરે અને વિમાનો વ્યાપારી થાય.
૩૪) જેના હાથમાં તોરણનું નિશાન હોય તેના ઘેર કાયમ આનંદ મંગલ વર્તે અને ઘર, હાટ તથા હવેલી વગેરે મોટા પ્રમાણમાં હોય.
૩૫) જેના હાથમાં ચક્રનું નિશાન હોય તે ચક્રવર્તિ રાજા થાય છે.
૩૬) જેના હાથમાં આરિસાનું ચિન્હ હોય તે દિવાન મુસદ્દી થઈ બીજા ઉપર હુકમ ચલાવે, પાછલી ઉંમરમાં સાધુ થઈ દુનિયાને ધર્મની તાલીમ – શિક્ષણ આપે અને આત્મજ્ઞાની બને.
que grat
=
૩૭) જેના હાથમાં વજ્રનું નિશાન હોય તેને હુકમ હોદ્દો - અધિકાર પ્રાપ્ત થાય, કોઈની પરાભવ ન પામે અને
મહાબળવાન થાય.
૩૮) જેના હાથમાં વેદીનો આકાર હોય તે ધર્મના મોટાં મોટાં કાર્યો કરે, પ્રતિષ્ઠા – મહોત્સવ આદિના વિધિવિધાન તેના હાથે થાય, અને ધર્મ ઉપર અચળ શ્રદ્ધાવાળો થાય.
૩૯) જેના હાથના બન્ને અંગુઠા ઉપર યવનું ચિન્હ હોય તે વિધાનો જાણ હોય, વિધાથી દુનિયામાં નામના મેળવે, ધનવાન થાય, અને તેનો જન્મ પ્રાયઃ શુકલપક્ષમાં હોય.
૪૦) જેના હાથમાં શંખનું નિશાન હોય તે હંમેશા ધનવાન રહે છે. સમુદ્રની મુસાફરી કરે અને તેમાં લાભ પ્રાપ્ત કરે. ૪૧) જેના હાથમાં ષટ્કોણનો આકાર હોય તેની પાસે જમીન-જાગીર અને બાગ-બગીચા કાયમ રહે છે. ૪૨) જેના હાથમાં નંદાવર્ત સ્વસ્તિકનો આકાર હોય તે હમેશાં આબરૂ પ્રાપ્ત કરે, લક્ષ્મી તેની પાસે વાસકરીને રહે, અને ધર્મના કાર્યમાં ફતેહમંદ થાય.
Lib topic 12.3 # 17
www.jainuniversity.org