________________
ભૈરવી, કાલિંગડો, આશાવરી, સારંગ, ગોડસારંગ, પીલ, બરવા, ધનાસિરી, શ્રી રાગ, દીપક, કલ્યાણ, સોરઠ, જેજેવતી, વિહાગ, ખમાય, જિહાગ, જિલા, ઝિંઝોટી, મલ્હાર, છાયા, ટોડી, કેદારો, દરબારી કાનઠો, કામોદ, વસંણ અને ખયાળ વગેરે રાગોમાં ગાતાં આવડતું હોય તો દેવમંદિરમાં જઈ પ્રભુભક્તિ કરવી, તીર્થકરના સમયમાં અને ચક્રવર્તિના સમયમાં ૩૨૦૦૦ બત્રીસ હજાર દેશીય રાગિણી અસ્તિત્વ ધરાવતી હતી. ત્યારબાદ વાસુદેવના જમાનામાં ૧૬૦૦૦ સોળ હજારની સંખ્યા દેશીય રાગિણીની હતી. પણ હાલના જમાનામાં એ બધી કંઈ ચાલુ નથી. તેમ છતાં જેટલી મળે તેટલી શીખી લેવામાં આવે તો પણ ઘણું છે.
અગર કોઈ ઈશ્વરભક્ત મનુષ્ય વીણા, સતાર, દીલરૂબા, તાઉસ, સારંગી અથવા હારમનિયમ વડે ગાવું - બજાવવું જાણતો હોય અને તે દેવમંદિરમાં જઈ વિવિધ રાગ-રાગિણીઓથી પ્રભુભક્તિ કરે એ અત્યંત આનંદનો વિષય છે. વળી પ્રભુભક્તિ કરતાં કરતાં દિલમાં વૈરાગ્યભાવના ઉત્પન્ન થઈ જાય અને પ્રત્યેક રોમ વિકસ્વર થઈ જાય તો સમજવું કે તેનામાં ધર્મની લગની-અસર ખૂબ થઈ છે. એવી જ પ્રભુભક્તિથી હજારો ભવોનાં પાપ નષ્ટ થઈ આત્મા પવિત્ર બને છે. બંસરી, અલગોજા, બેંલા અથવા ગફીરી (ત્રણ વિશેષ વાદ્યોની જાતિ)ગાવાની સાથે સારી મદદ કરે છે. ચાહે પુરૂષ કે સ્ત્રી વાદ્યોની સાથે ધાર્મિક પદો રાગ-રાગિણીથી ગાય એ એકદંર ઈચ્છવા યોગ્ય અને લાભદાયક છે. જે મનુષ્યનો અવાજ સુરીલો અને મીઠો – મધુરો હોય તે જ ગાનવિધાનો અભ્યાસ કરી શકે છે. એવા મધુર સ્વરની પ્રાપ્તિ પણ પુણ્યને આધીન હોય છે.
ભૂમિકા નિમિત
આની અંદર ભૂમિકંપ થવાથી દુનિયામાં શું ઉથલ પાથલ થશે તે સંબંધી હકીકત આપવામાં આવી છે. વસ્તુ-પદાર્થ માત્રનો આધાર જમીન છે. અને એ જમીન જ જ્યારે કંપી ઉઠે ત્યારે તે ઉપર રહેલી વસ્તુમાત્ર ઉપર શી આફત આવે અથવા તેની શી દશા થાય એ સ્પષ્ટ જ છે. ધર્મશાસ્રોના કથન મુજબ જ્યારે સમસ્ત જગતનું પ્રારબ્ધ કમજોર થાય છે. ત્યારે જ જગત ઉપર આવી આફત આવે છે. કેટલીએ વાર સાંભળવામાં આવ્યું છે કે ભૂમિકંપથી આખાં ગામોનાં ગામો જમીનમાં દટાઈ ગયાં અથવા જમીનદોસ્ત થઈ ગયાં. પાંચ-સાત ચપટી વગાડે એટલીવાર પણ જો ભૂમિકંપ ચાલુ રહે તો કેટલું એ નુકશાન થઈ જાય છે. તો પછી જ્યાં એથી પણ વધારે ટાઈમ સુધી એ ભૂમિકંપ ચાલુ રહે ત્યાં ન માલુમ કેટલીએ આફતો આવી પડે? એની કલ્પના માત્ર પણ હૃદયને ધ્રુજાવ્યા સિવાયન રહે. પર્વતો, નદીઓ, સરોવરો, વૃક્ષો, ઘરો, દુકાનો, મહેલો તમામ વસ્તુઓ છિન્નભિન્ન થઈ ભૂમિશાયી બની જાય છે. નદીઓના પાણીના પ્રવાહો ઉછળી ઉછળીને ક્યાંના ક્યાં ચાલુ થઈ જાય છે. બાગ-બગીચાઓ તથા રસ્તાઓ ખેદાન-મેદાન થઈ સર્વત્ર શૂન્યાવકાર થઈ જાય છે. અને અસંખ્ય પ્રાણીઓ પૂર્ણ જોખમમાં આવી પડે છે.
ભૂમિકંપ ઉત્પન્ન થવાનું કારણ ધર્મશાસ્ત્રોમાં એમ જણાવવામાં આવ્યું છે કે – જ્યારે પાતાલવાસી દેવતાઓ પરસ્પર લડાઈ કરે અથવા ગુસ્સાના આવેશમાં આવી જઈ જમીન ઉપર પાદ પ્રહાર કરે- લાત મારે ત્યારે પાંચપચીશ ગાઉ સુધી જમીન કંપી ઉઠે છે. પરંતુ એવી જ રીતે બળના પ્રમાણમાં હજાર-પાંચસો ગાઉ સુધી પણ જમીન કંપી ઉઠે છે તો તેમાં કંઈ જ આશ્ચર્ય જેવું નથી. બીજું કારણ એમ પણ જણાવવામાં આવ્યું છે કે જમીનની નીચે કોઈ ખારા પદાર્થમાં વિકાર ઉત્પન્ન થયો હોય તોપણ જમીન કંપી ઉઠે છે.
Lib topic 12.3 # 13
www.jainuniversity.org