________________
સ્વ નિમિત્ત
આ નિમિત્તની અંદર કેવાં સ્વપ્રો જોવાથી કેવો લાભ થાય? અને કેવા સ્વપ્રો જોવાથી કેવું નુકશાન થાય? સ્વપ્રના કેટલા પ્રકાર હોય છે? વગેરે હકિક્તોનો સમાવેશ કરવામાં આવે છે. સ્વપ્ર શાસ્ત્રમાં હોટાં સ્વપ્રો એટલે સારાં-ઉંચા પ્રકારનાં ૭૨ બહોંતેર સ્વપ્રો બતાવવામાં આવ્યા છે. જેમાં ત્રીશ સ્વપ્ર અને તેમાં પણ ચૌદ સ્વા સૌથી મોટા શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. જે તીર્થકરોની માતાઓ તીર્થકરના ગર્ભ સમયે અને ચકવર્તીની માતાઓ ચક્રવર્તીના ગર્ભ સમયે અર્ધ નિંદ્રિત અવસ્થામાં જોવે છે. જેના નામ આ પ્રમાણે છે.;
(૧) હાથી, (૨) વૃષભ, (૩) કેશરી સિંહ, (૪) લક્ષ્મીદેવી, (૫) ફુલોની માળા, (૬) સૂર્ય, (૭) ચંદ્ર, (૮) ધજા-પતાકા, (૯) કલશ, (૧૦) પદ્મ સરોવર, (૧૧) સમુદ્ર, (૧૨) દેવ વિમાન, (૧૩) રત્નરાશિ, (૧૪) અગ્નિશિખા આ વૈદ સ્વપ્રો સૌથી શ્રેષ્ઠ છે. વાસુદેવની માતા ચૌદસ્વપ્રો પૈકી સાત સ્વપ અને બલદેવની માતા ચાર સ્વત્ન ગર્ભ સમયે જોવે છે.
સ્વાનાં ફલાફલ -
અનુભૂત સ્વા એટલે અનુભવમાં આવેલી વસ્તુઓનું સ્વપ્ર આવે છે. જેમ કે કાપડના વેપારીને સ્વપ્રમાં કાપડ વેચવાનું સ્વપ્ર આવે પણ તે ખોટું – નિષ્ફળ સ્વપ્ર સમજવું. બીજું કૃત સ્વપ્ર એટલે સાંભળેલી વાતોનું સ્વપ આવે છે. જેમ કે ભૂત-પ્રેત કે પિશાચાદિની વાતો કરતાં સૂઈ ગયા પછી એની એજ વાતોને સ્વપ્રમાં ખ્યાલ આવે છે તે શ્રુત સ્વપ્ર પણ ખોટું સમજવું. ત્રીજુ દષ્ટ સ્વા એટલે જોયેલી વસ્તુનું સ્વપ્ર જેમકે દિવસના યા રાત્રિના કોઈ વસ્તુ જોવામાં આવી હોય તે વસ્તુ પુનઃ સ્વપ્રમાં જોવામાં આવે તો તે પણ ફળ વિનાનું –નિષ્ફળ હોય છે. ચોથું પ્રકૃતિના વિકારથી સ્વપ્ર આવે છે, જેમકે પિત્ત-પ્રકૃતિવાળો મનુષ્ય સ્વપ્રમાં જળ, ફુલ, અનાજ, જવાહિરાત, લાલ-પીળા રંગની ચીજો, બાગ-બગીચા, ફુવારા વગેરે જોવે છે. પણ તે પ્રકૃતિના વિકારનથી ઉત્પન્ન થયેલ હોવાથી કશું ફળ આપતા નથી, આવીજ રીતે બાદીની પ્રકૃતિવાળા પુરૂષો પહાડ ઉપર ચઢવાના, વૃક્ષની ટોચ ઉપર બેસવાના, મકાન ઉપરથી ખસી જવાના, હરવા-ફરવા જવાના અને આકાશમાં ઉડવાના વગેરે બનાવો
સ્વપ્રમાં વધારે જોવે છે. એ પણ પ્રકૃતિના વિકારથી ઉત્પન્ન થયેલ હોઈને નિષ્ફળ જ નિવડે છે. એવી રીતે કફનું પણ સમજવું. પાંચમું સ્વભાવથી આવેલું સ્વપ્ર અને છઠું ચિંતાફીકરના અતિરેકથી આવેલું સ્વપ્ર પણ ઉપરની જેમ નિષ્ફળ નિવડે છે. ત્યારે કયું સ્વપ્ર ફળદાયક થાય તે કહે છે: દેવતાની પ્રેરણાથી આવેલ સ્વપ્ર, સતધર્મના પ્રભાવથી આવેલ સ્વપ્ર, અને પાપના ઉદયથી આવેલ સ્વપ્ર સાચાં – ફળદાયક નિવડે છે. મતલબ કે ઉપરના છ પ્રકારનાં સ્વપ્રો શુભ હોય અથવા અશુભ હોય પણ તે નિરર્થક સમજવા જ્યારે બાકીના ત્રણ પ્રકારનાં સ્વપ અવશ્ય ફળદાયી થાય છે.
રાત્રિના પહેલા પ્રહરમાં આવેલું સ્વપ્ર બાર મહીનાની અંદર ફળ આપે છે. બીજા પ્રહરમાં આવેલ સ્વપ્ર છ મહીનામાં, ત્રીજા પ્રહરમાં આવેલ સ્વપ્ર ત્રણ મહીનામાં અને ચોથા પ્રહરમાં આવેલ સ્વપ્ર એક મહીનામાં જ ફળદાયી નિવડે છે. બે ઘડી રાશિબાકી છતે જોયેલું સ્વપ્ર દશ દિવસમાં અને સૂર્યોદયના ટાઈમે આવેલું સ્વપ બહુજ થોડા સમયમાં શુભાશુભ ફળનો અનુભવ કરાવે છે. દિવસના નિદ્રાધીન થવાથી આવેલું સ્વપ્ર કશું ફળ આપતું નથી. તેમ છતાં ક્વચિત ફળ પ્રાપ્તિ જોવામાં આવે છે પરન્તુ શાસ્ત્રકારોએ એ વાત પ્રમાણભૂત માની નથી.
Lib topic 12.3 # 3
www.jainuniversity.org