________________
જમણો કાન ફરકે તો પોતાનો યશ સાંભળવામાં આવે, તેમજ ડાબો કાન ફરકે તો હલકી વાતો સાંભળવામાં આવે. જમણી ભૃકુટિ ફરકે તો હર્ષ ઉત્પન્ન થાય અને ડાબી ભૃકુટિ ફરકે તો મિત્રવર્ગ સાથે કલેશ કંકાસ થાય; પરંતુ બન્ને ભૂની વચ્ચે ફુરણ ઉત્પન્ન થાય તો સ્નેહીજનનો મેલાપ થાય. જમણી આંખ ઉપરથી ફરકે તો ધારણા સફળ થાય અથવા નીચેથી ફરકે તો મુકદમો હારી જાય. નિમિત્ત શાસ્ત્રમાં કહ્યું છે કે -
બ્રજ્જવસંebsilk acisearcક્ટ Ýics¢înfüttyüzefíéate: 1.4/e¢"
ડાબી આંખ ઉપરથી અથવા નીચેથી ક્યાંઈથી પણ ફરકે તે લાભકારક નથી ઉલટું નુકશાન ન થાય. જમણી તરફનું કપાળ ફરકે તો એશ-આરામ મળે અને ડાબી બાજુનું ફરકે તો લડાઈ થાય. ઉપરનો હોઠ ફરકે તો રંજ-કલેશ પેદા થાય તેમજ નીચેનો ફરકે તો એશ-આરામ મળે. ડાઢી ફરકે તો મુકદ્દમો – કેસ હારી જાય. જમણી ગરદન ફરકે તો દોલત-ધન મળે, પણ ડાબી ફરકે તો કલેશ પેદા થાય. જમણી ખાંધ ફરકે તો ભાઈનો અથવા મિત્રનો મેળાપ થાય અને ડાબી ફરકે તો કલેશ પેદા થાય. જમણી ફરકે તો ફિકર - ચિંતા ઉત્પન્ન થાય. જમણું પડખું ફરકે તો ખુશી તથા ડાબું ફરકે તો કલેશ થાય. પેટ ફરકે તો વાંછિત અર્થની સિદ્ધિ થાય. જ્યારે નાભી ફરકે તો હુમક હોદ્દો અમલદારીના હોદ્દાથી ઉતરી જાય. જમણા હાથની હથેળી ફરકે તો લાભ થાય અને ડાબા હાથની ફરકે તો નુકશાન થાય. જમણો પગ ફરકે તો દેશ પરદેશમાં સફર કરે પણ ડાબો પગ જો ફરકે તો નુકશાન પેદા થાય.
Lib topic 12.3 # 2
www.jainuniversity.org