________________
સ્વપ્રમાં જે મનુષ્ય મોનીયોનો ભરેલો થાઈ બીજાઓને વહેંચી દે તે થોડા દિવસોમાં દીલત-ધન પેદા કરે અને ધર્મની વૃદ્ધિ કરે. સ્વપ્રમાં જે મનુષ્ય મિશ્રી- સાકરનો ભરેલો થાળ નિહાળે તેને લાભ થાય, તેમજ બાગબગીચા કે લીલી વનસ્પતિનાં દર્શન થાય તો હરેક પ્રકારે ફાયદા પ્રાપ્ત કરે. સ્વમાં જેનાં મસ્તકના વાળ ખરી પડે અને દાંત પડી જાય તેના ઉપર આફત આવે, અને સ્મશાનના લાકડાં ઉપર અથવા ધનુષ્ય ઉપ પોતે પોતાને ચઢેલો જોવે તો તેને મરણાંત કષ્ટ પ્રાપ્ત થાય.
સ્વમાં પોતાને ગિરફતાર-પકડવા માટે કોઈ મનુષ્ય આવતો નજરે પડે તો રાજ્ય તરફથી દંડ થાય. સ્વમાં રીંછ જાનવરનું દૃષ્ટિએ પડવું ખરાબ છે. કારણ કે તેથી કષ્ટ પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં કુતરાંઓ ભસતાં ભાળે તો રંજ-હેરાન થાય, પેટ ઉપર વૃક્ષ ઉગેલું જોવે તે માંદગીનો ભોગ થાય, સ્વપ્રમાં લાંબા શીંગડાવાળું, કે રાજ્યની અવકૃપા થાય, વળી સ્વામાં જેને કાળા પીવા વર્ણનો મનુષ્ય આવીને બીવડાવે તો તેના ઉપર મરણાન્ત કષ્ટ આવે.
જનાવર જેને નસાડી મૂકે અથવા ડુક્કર કે વાંદરો જેને બીવડાવે તેના ઉપર રાજ્ય
સ્વમાં પાણીથી ભરેલા સરોવરમાં બેસીને જે મનુષ્ય ખીરનું ભોજન જમે તે થોડા દિવસોમાં સામ્રાજ્ય પ્રાપ્ત કરે અને રાજા થાય, વળી સ્વપ્રમાં જે મનુષ્ય પોતાના શરીરના આંતરડા વડે કોઈ ગામ અથવા શહેરને વીંટી લે તે અમલદારી પ્રાપ્ત કરે અને રાજા થાય. સ્વપ્રમાં પોતાને કોઈ કેદમાં નાખે અથવા પકડીને દોરડાંના બંધનથી
બાંધે તે લાભદાયક છે. સ્વપ્રમાં કોઈ મનુષ્ય એવું જોવે કે – મેં તેલથી મારા શરીરને મસળાવ્યું છે, તેને ખરાબ
દિવસો ભોગવવા પડે.
સ્વામાં જે મનુષ્ય પોતાની તાકાત-શક્તિથી પહાડને ઉખેડી નાંખે તે થોડા દિવસમાં અમલદારી પ્રાપ્ત કરે, જે મનુષ્ય સ્વપ્રમાં ઉંદર, બિલાડી, ગોંહ-ઘેંસ અથવા નોલીયા દેખે તે ઈષ્ટ નથી કેમકે તેથી તકલીફ -કષ્ટ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સ્વપ્રમાં પોતાના મસ્તકમાંથી લોહીની ધારા વહેતી નિહાળે તે થોડાજ દિવસોમાં સામ્રાજ્ય પ્રાપ્ત કરી હકુમત ભોગવે. સ્વમાં જે મનુષ્ય બળતો દીપક જોવે તેની ધારણા પૂર્ણ થાય છે અને ફળયુક્ત આમ્ર-આંબાનું વુક્ષ જોવે તો લાભ થાય છે.
લાભ થાય છે...
સ
સ્વપ્રમાં જે મનુષ્ય હજાર પાંખડીવાળા કમળ ઉપર બેસી ખીરનું ભોજન કરે તે સલતનત પ્રાપ્ત કરી રાજા થાય છે, જે મનુષ્ય ખુબ પવનના જોરથી આંધી ચડેલી જોવે તેના ઉપર થોડા દિવસોમાં આફત આવે. જે મનુષ્યના દાંત સ્વમાં સોનાના બની જાય તે મનુષ્યને એશ-આરામ પ્રાપ્ત થાય. સ્વપ્રમાં ઘઉંના તેમજ સફેદ સરસવનાં દર્શન લાભદાયક છે. તેમજ હાડકાં અથવા રાખનાં દર્શન ખરાબ દિવસોની નિશાની - આગાહી સમજવી. સ્વામાં દાવાનળ જોવાથી તકલીફ-દુ:ખ પ્રાપ્ત થાય છે અને મ્હોટાં મ્હોટાં ગામ કે નગરો પડે તો હર્ષદાયક લાભ પ્રાપ્ત થાય છે.
સ્વમાં તેલ, કપાસ, રૂ અને લોઢાનું નિહાળવું ઈષ્ટ નથી, તેથી નુકશાન થાય છે. સ્વમાં પ્રકાશ વગરના સૂર્ય-ચંદ્રના દર્શન થવાં ઈષ્ટ નથી કારણ કે તેથી તકલીફ - દુ:ખ પ્રાપ્ત થાય. સ્વપમાં જેના હાથ, પગ, કાન, નાક કપાઈ ગયેલાં નજરે પડે તો મરણાન્ત કષ્ટ ઉત્પન્ન થાય, ભૂત પ્રેતની સાથે કોઈપણ શરાબ પીતું હોય અને તેને મનુષ્ય અથવા કુતરાં ખેંચી રહ્યા હોય એવો દેખાવ જે મનુષ્ય સ્વપ્રમાં નિહાળે તે મરણની નિશાની સમજવી. ક્ષયરોગની માંદગીવાળો મનુષ્ય ઉંટ, ભેંસ, કુતરા કે ગધેડા ઉપર સવાર થઈ ઈક્ષિણ દિશા તરફ ચાલ્યો જાય તેનું મરણ નજદિકમાંજ આવેલું સમજવું.
Lib topic 12.3 # 7
www.jainuniversity.org