________________
TM
૧૧) āaat,edi#ii icchaet
Yiai±¢ 2,,¢i[m YaYiai±¢ ã¢is ö}{+ce ¢¢ (શ્રી ઉત્તરધ્યયન પન્નુરમા અધ્યયની ટીકા.)
અર્થ – જેની ચક્ષુઓમાં સ્નેહ-પ્રેમ હોય તે હમેશાં સૌભાગ્યવાન બની રહે, જેના દાંત સ્નિગ્ધ હોય તેને ઉત્તમ પ્રકારનાં ભોજન પ્રાપ્ત થાય, જેના શરીરની ચામડી કોમળ હોય તે હંમેશાં એશ-આરામજ ભોગવે, અને જેના નખ તેજદાર લાલરંગના હોય તેની પાસે લક્ષ્મીનો કાયમ વાસ હોય.
૧૨) જેની ચક્ષુઓ, નાક, તથા હાથ લાંબા હોય તે લક્ષ્મીવાન થાય. જેની નાસિકા પોપટના જેવી અણીદાર હોય તે સુખી અને ધર્મમાં શ્રદ્ધાવાન થાય.
૧૩) કંઠ, જાંઘ અને પીઠ જેની ટુંકી હોય તે શખ્સ નસીબવાન-ભાગ્યશાળી હોય. જેના કેશ, નખ, ચામડી, દાંત. અને અંગુલીના ટેરવાંઓ ટેરવાંઓ પાતળાં હોય તે શુભ છે અને લાંબુ આયુષ્ય ભોગવે. ૧૪) જે મનુષ્યના હાથ-પગના તળીયા, નેત્રોના ખૂણા, નખ, તાળુ, જીભ અને હોઠ ખૂબસુરત અને લાલ
રંગના હોય તે એશ - આરામ ભોગવવાવાળો થાય.
૧૫) છાતી, મસ્તક અને લલાટ પ્રદેશ જે મનુષ્યનાં પહોળાં હોય તે શુભ ગણાય છે. સુખ ચેન ઉડાવે. જેનો અવાજ અને નાભિ ગંભીર હોય તે પણ સુખ ચેન પ્રાપ્ત કરે છે.
૧૬) જે મનુષ્યના હાથ ગોઠણ પર્યંત લાંબા હોય તે સુખી અને હિંમતવાન બહાદૂર હોય, જેના હાથ-પગની આંગળીઓ લાંબી હોય તે યશસ્વી હુશીયાર અને દિલનો ઉદાય થાય. જેનો લલાટ પ્રદેશ ઉંચો-વિશાળ હોય તે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે.
૧૭) જે મનુષ્યની તર્જની આંગળી (અંગુઠા પાસેની પહેલી આંગળી) લાંબી હોય તે તામસી પ્રકૃતિવાળો થાય અને આરામ ભોગવે. જેના હાથ-પગની આંગળીઓ લાંબી અને અણીદાર હોય તે શખ્સ ભાગ્યશાળી થાય અને સુખચેન ભોગવે.
ના હાથપગની
૧૮) જે મનુષ્યને બત્રીશે દાંત પુરેપુરા હોય તે નિગ્રંથ મુનિ અથવા લક્ષ્મીવાન ગૃહસ્થ થાય. જેને એકત્રીશ અથવા ત્રીશ દાત હોય તે પણ શુભ ગણાય છે, અને સુખી થાય; પરંતુ જેતે ત્રીશથી ઓછા દાંત હોય તે મનુષ્ય દુ:ખી જીંદગી ગુજારે.
૧૯) જેના લલાટપ્રદેશમાં આડી પાંચ રેખા પડી હોય તે મનુષ્ય ૧૦૦ વર્ષ જીવે છે. ચાર હોય તે ૮૦ વર્ષ, ત્રણ હોય તો ૬૦ વર્ષ, બે હોય તો ૪૦ વર્ષ, અને એક આડી રેખા પડી હોય તો ૨૦ વર્ષ જીવે છે.
૨૦) જે મનુષ્ય સદા હસમુખો અને પ્રસન્ન ચિત્તવાળો હોય, તે કદી દુખી થતો નથી - સુખચેન ભોગવવાવાળો થાય. ૨૧) દરેક મનુષ્યના હાથમાં ત્રણ રેખાઓ અવશ્ય હોય છે. એક આયુષ્યરેખા, વચલી વેભવરેખા, અને ત્રીજી (જે મણિબંધમાંથી નીકળી અંગુઠા અને તર્જની આંગળીની વચ્ચે જઈને મળે છે તે) યશરેખા. એ ત્રણે રેખાઓ જેની અખંડ સ્પષ્ટ અને લાંબી હોય તો તે મનુષ્યનું આયુષ્ય,વૈભવ અને યશ સંપૂર્ણ હોય છે. પરંતુ જો અખંડ, સ્પષ્ટ અને લાંબી ન હોય તો આયુષ્ય, વૈભવ અને યશ તેટલા પ્રમાણમાં ઓછા સમજવાં.
Lib topic 12.3 # 21
www.jainuniversity.org