________________
૨૨) જે મનુષ્યના હાથમાં નકામી રેખાઓ ભરી હોય અથવા બહુજ અલ્પ રેખાઓ હોય તે ઠીક નથી. કારણ
કે તે મામુલી – સામાન્ય માણસ ગણાય છે. ૨૩) જેના હાથમાં કમળનું ચિન્હ હોય તે હમેશાં આનંદ-સુખ ભોગવે. અને જેના હાથમાં ભાલાનું નિશાન
હોય તે જંગ કરવામાં – લડાઈ લડવામાં બહાદૂર થાય છે. ૨૪) જેના હાથની દશે આંગળીઓમાં ચક્રનું નિશાન હોય તે જૈનમુનિ અથવા રાજા હોય, નવચક્ર હોય તો
દિવાન થાય, આઠ ચક્ર હોય તો લક્ષ્મી પાસે રહે, પરંતુ માંદો રહે, સાત ચક્ર હોય તો સુખી, છ ચક્ર હોય
તો કામી અને પાંચ-ચાર-ત્રણ-બે તથા એક ચક્ર હોય તો ગુણવાન થાય છે. ૨૫) જેના બન્ને હાથની આંગળીઓ અને અંગુઠા પૈકી જમણામાં દક્ષિણાવર્ત અને ડાબામાં વામાવર્ત શંખ હોય
તો તે દરેક પ્રકારે સુખી થાય છે. ૨૬) જેના હાથની આંગળીઓ અગવા અંગુઠામાં છીપનું ચિન્હ હોય તે મોહનીય કર્મના ઉદયથી દુ:ખ પ્રાપ્ત કરે. ૨૭) જે મનુષ્યની અનામિકા આંગળીના ત્રીજા વેઢાની કનિષ્ટા આંગળી વધી ગયેલી હોય તો તે મનુષ્ય
લક્ષ્મીવાન અને સુખી થાય, તેમજ જેની મધ્યમાં આંગળીના ત્રીજા વેઢાથી તર્જની આંગળી વધી ગયેલી
હોય તો તે મનુષ્ય નશીબદાર-ભાગ્યશાળી નિવડે છે. ૨૮) જેના હાથની આંગળીઓ ઉભી કરવાથી પરસ્પર મળેલી રહે-વચમાં છિદ્ર ન દેખાય તે મનુષ્ય લક્ષ્મી
એકઠી કરે અને કંજુર થાય. જેની વચમાં અંતર પડેલું જણાય એટલે વચમાં છિદ્ર દેખાય તો તે મનુષ્ય
દિલનો ઉદાર અને લક્ષ્મી સંપાદન કરવામાં બહાદૂર થાય. ૨૯) જેની અનામિકા આંગળીના મૂળથી કનિષ્ઠા આંગળીનું મૂળ નીચે હોય તે મનુષ્ય બુદ્ધિવાન હોય, તેમજ જેની
મધ્યમા આંગળીના મૂળથી તર્જની આંગળીનું મૂળ નીચે હોય તે મનુષ્ય બુદ્ધિવાન ઉપદેશક અને ચતુર હોય. ૩૦) અનામિકા આંગળીના નીચેના છેલ્લા વેઢામાં જેટલી આડી રેખા હોય તેટલી તે મનુષ્ય હકુમત ભોગવે.
અને ઉભી રેખા જેટલી હોય તેટલી તેની ધર્મ ઉપર શ્રદ્ધા સચોટ બની રહે. ૩૧) મધ્યમા આંગળીના નીચેના છેલ્લા વેઢામાં જેટલી આડી અને ઉભી રેખા હોય તેટલી તે મનુષ્યની હકુમતમાં અને
ધર્મશ્રદ્ધામાં અપૂર્ણતા - ઊણપ હોય. અનામિકાથી મધ્યમા આંગળીનું ફળ ઉલટું કહ્યું છે. કનિષ્ટા આંગળીના
નીચેના બે વેઢામાં જેટલી ઉભી રેખાઓ હોય તેના પ્રમાણમાં તે મનુષ્ય સુખચેનનો ભોક્તા થાય. ૩૨) તર્જની મધ્યમા અને અનામિકા આંગળીના વચલા વેઢામાં જેટલી ઉભી રેખા હોય તેટલા તે મનુષ્યને મિત્રો
હોય, અને આડી રેખાઓ જેટલી ઓય તેટલા દુશ્મનો હોય, તર્જની આંગળીના નીચેના વેઢામાં જેટલી ઉભી અને આડી રેખા હોય તેટલા તે મનુષ્યના અવર્ણબાદ બોલનાર હોય. અનામિકા આંગળીના વચલા
અને નીચેના વેઢાની ઉભી રેખાને કેટલાક ધર્મરેખા પણ માને છે. ૩૩) પુરૂષોના જેવી રીતે જમણા હાથના લક્ષણો જોવાય છે તેવી જ રીતે ડાબા હાથના પણ જોવા જોઈએ. જો
કે જમણા હાથના લક્ષણો સંપૂર્ણ ફળ આપનારાં હોય છે. તો ડાબા હાથના લક્ષણો કંઈક અપૂર્ણ ફળ આપનારા હોય છે; પરંતુ સાવ વ્યર્થ તો જતાં નથી.
Lib topic 12.3 # 22
www.jainuniversity.org