Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 29
________________ ૪) કોઈપણ દેવમંદિર અથવા ઈંદ્રધજા ઉપર ઉલ્કા પડે તે સ્થાનના રાજા માટે અને સલતનત માટે દુર્દિનોની નિશાનીરૂપ ગણાય છે. જો કોઈ મનુષ્યના ઘર ઉપર ઉલ્કા પડે તો તે ઘરવાળા મનુષ્યોને સંકટ પ્રાપ્ત થાય, દંડના આકારની ઉલ્કા આકાશમાં ઘણીવાર સુધી જો નજરે પડે તો રાજાનો ગુસ્સો ઉત્પન્ન થાય. જે ઉલ્કા ઉલટી ચાલે એટલે જ્યાંથી નિકળી હોય તે તરફ પાછી વળી જાય તો વ્યાપારી લોકોને નુકશાન થાય. વક-વાંકી ગતિવાળી ઉલ્કા રાજાની રાણીઓને અને ઊર્ધ્વગતિવાળી ઉલ્કા બ્રાહ્મણોને તકલીફ-દુ:ખ ઉત્પન્ન કરે. મોરપીંછના આકારવાળી ઉલ્કા જગતને અને મંડળની આકૃતિવાળી – ગોળ ઉલ્કા તે શહેરને નુકશાન કરનારી થાય છે. ૫) જે ઉલ્કા બળદનો આકાર બનીને આકાશમાંથી નીચે પડે તો તે સ્થાનની ખેતીવાડીને નુકશાન થાય. ચક્રની માફક ફરતી ઉલ્કા જો આકાશમાંથી નીચે પડે તો તે સ્થાનના મનુષ્યો બરબાદ થાય - નાશ પામે. સિંહ, વાઘ, વરાહ, શ્વાન, ઘોડા, ધનુષ્ય, ગર્દભ, વજ, તલવાર, શીયાળ, બકરા, કાગડો, સસલો, મગરમચ્છ, રીંછ, હળ અને અજગરના આકારની ઉલ્કા આકાશમાંથી નીચે પડે તો ત્યાંના દેશવાસીઓને નુકશાન થાય. અગર કોઈપણ સ્થાને આખો દિવસ નજરે જણાય તો સમજવું કે તે સ્થાનના રહેવાવાળા ઉપર સંકટ ઉત્પન્ન થાય. કમળ, લક્ષ્મીદેવી, વૃક્ષ, ચંદ્ર, સૂર્ય, નંદાવર્ત, કળશ, ધજા-પતાકા, હાથી, છત્ર, સિંહાસન, રથ, અથવા મૃગરના આકારની ઉલ્કા જો આકાશમાંથી નીચે પડે તો તે મુલ્ક-દેશના રહેવાસીઓને લાભદાયક થાયે જે વખતે વરસાદ જોરથી વરસતો હોય તે વખતે ઉલ્કાપાત થાય અને કાળા પત્થર આકાશમાંથી નીચે પડે ત્યાં જાનવરો મરણ પામે. જે સ્થાને સંધ્યા સમયે-સૂર્યાસ્ત થયા પછી અને ચદ્રોદય થયા પૂર્વે આકાશ એકદમ લાલ વર્ણનું થઈ જાય, અને કેટલીકવાર સુધી એજ સ્થિતિમાં કાયમ રહે તેને દિગ્નદાહ કહેવામાં આવે છે. જે સ્થાને દિગદાહ નજરે પડે તે સ્થાને લડાઈ-ટંટા પેદા થાય, અને લોકો સંકટમાં મૂકાય. અગર એ દિદાહમાંથી મનુષ્યના આકારવાળી એક મૂર્તિ હાથ ફેલાવતી નજરે દેખાય અને પાછી સંતાઈ જાય, વળી પાછી મસ્તક ઉપર હાથ મૂકી રોતી નજરે પડે તો ત્યાં લડાઈ મચે, તલવારો ચાલે અને હજારો મરણને શરણ થાય. જે સ્થાનના લોકોને આકાશમાં નકલી વાજાં વાગતાં સાંભળવામાં આવે ત્યાં સંકટ ઉત્પન્ન થાય અને ઘર છોડીને નાશી જવાનો સમય પ્રાપ્ત થાય. ૯) આકાશની અંદર તરહ તરહના રંગબેરંગી પુગલ પરમાણુઓનું પરિણમન થઈ નગર જેવો આકાર નજરે પડે તેને ગંધર્વ નગર કહેવામાં આવે છે. અગર શ્યામ-કાળા વર્ણનું ગંધર્વ નગર નજરે પડે તો તે અશુભ સમજવું. લાલ રંગનું નજરે પડે તો તેથી જનાવરો ઉપર સંકટ આવી પડે. લીલું, પીળું સફેદ, લાલ અથવા શ્યામ કોઈપણ રંગનું ગંધર્વ નગર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા માટે લાભદાયક નથી. ૧૦) ઉત્તર દિશામાં ઉત્પન્ન થયેલ ગંધર્વ નગર કે જેમાં ઘેરો, સાફ અને ચમકદાર રંગ ભરેલો હોય અને વળી તેમાં કિલ્લો, તોરણ, વૃક્ષ અને પશુ-પક્ષીના આકારો સારી રીતે નજરે પડે તો અલબત્ત શુભ ગણાય અને ત્યાંના લોકોને લાભ ફાયદો થાય. Lib topic 12.3 # 29 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31