________________ 19) સૂર્યની ચારે તરફ પીળા વર્ણનો પરિવેષ હોય તો રાજા ઉપર અથવા તો તેની પ્રજા ઉપર ઈશ્વરી કોપ ઉતરે. સૂર્યની ચારે તરફ આખો દિવસ પરિવેષ બન્યો રહે તો દુષ્કાળ પડે. એ પરિવેષ જો લીલા વર્ણનો હોય તો અનાજ, વૃક્ષ અને ફળફુલ બરબાદ કરે, શ્યામ વર્ણનો અર્ધ પરિવેષ હોય તો દુશ્મનોનું જોર વધે. પચરંગી પરિવેષ હોય તો જનાવરોનું મરણ નિપજે. 20) ચંદ્ર-સૂર્યની ચારે તરફ પરિવેષ મંડલ લાગેલું હોય અને તેમાં શનિ આવી જાય તો અનાજ ઓછું પાકે, મંગળ આવી જાય તો ફોજ ઉપર અથવા ફોજના અફસર ઉપર સંકટ આવે, બૃહસ્પતિ આવી જાય તો દીવાન અને પુરોહિત ઉપર કષ્ટ આવે બુધ આવી જાય તો વારીશ-વરસાદ સારો થાય, શુક્ર આવી જાય તો ફોજના લોકોમાં અને અંતઃપુરમાં સંકટ ઉત્પન્ન થાય. રાહુ આવી જાય તો બિમારી ઉત્પન્ન થાય અને કેતુ આવી જાય તો દુષ્કાળ પડે. Lib topic 12.3 # 31 www.jainuniversity.org