________________
૧૧) ઈશાન, અગ્નિ અને વાયવ્ય ખુણામાં ગંધર્વ નગર નજરે પડે તો શુદ્રોને સંકટ પ્રાપ્ત થાય, પાંડુરંગનું
ગંધર્વ નગર કોઈપણ દિશામાં હો પણ તેથી દેશમાં મહાવાયું ચાલે અને મોટાં મોટાં વૃક્ષોને મૂળથી ઉખેડી નાખે.
૧૨) પીળા રંગનો દિગદાહ નજરે પડે તો સલતનતમાં – રાજ્યમાં વિરોધ પેદા થાય. અગ્નિ ના સમાન
લાલવર્ણનો દિગદાહ દેશભંગનો સૂચક છે. જે દિગદાહમાં સૂર્યસમાન રોશની – તેજ ચમકતું હોય તો રાજાના હૃદયમાં ગુસ્સો ઉત્પન્ન થાય. પૂર્વદિશામાં દિગદાહ હોય તો ખેડુતોને, દક્ષિણ દિશામાં હોય તો
વાણિકોને અને ઉત્તરમાં હોય તો બ્રાહ્મણોને સંકટ ઉત્પન્ન થાય છે. ૧૩) આકાશ સ્વચ્છ હોય, તારાઓ નજરે પડતા હોય અને મંદ મંદ પવન ચાલતો હોય તે વખતે સુવર્ણ જેવા
રંગનો દિગદાહ નજરે પડે તો રાજા તથા પ્રજાને લાભ થાય. ૧૪) સૂર્યાસ્ત થયા પછી જ્યાં સુધી આકાશમાં તારાઓ ન દેખાય ત્યાં સુધીના સંધ્યા સમય કહેવામાં આવે છે.
એ સંધ્યાથી થતા લાભાલાભ અહીં જણાવવામાં આવે છે. તાંબાના જેવી વર્ણવાળી સંધ્યા અને પીળાવર્ણની સંધ્યા ફજને અને ફજના અપ્સરને માટે અનિષ્ટકારક નિવડે છે. લીલાવર્ણની સંધ્યા ખેડુતો માટે અનિષ્ટકારક જાણવી. કેમ કે તેથી અનાજ અને જાનવરોની બરબાદી થાય છે. ધૂમ્રવર્ણી સંધ્યા ગાયોને માટે અનિષ્ટ થાય – ગાયો ઉપર સંકટ પેદા થાય મજીઠના જેવી વર્ણવાળી સંધ્યાથી અગ્નિનો પ્રકોપ ઉતરે, પીળાવર્ણની સંધ્યાથી વાયુનો ઉત્પાત થાય અને વરસાદ વરસે. ભસ્મ – રાખના વર્ણ જેવી સંધ્યા
હોય તો વરસાદ ન થાય. ૧૫) સંધ્યા કાળના વાદળમાં હાથી, ઘોડા, ધજા, છત્ર અને પહાડ જેવી આકૃતિઓ નજરે પડે તો તે શુભ છે.
તેથી ફતેહ થાય અને ત્યાંના લોકો સુખચેન ઉડાવે. ૧૬) જે દેશની અંદર પુંછડીઓ તારો નજરે પડે ત્યાંના રાજા અને પ્રજા ઉપર ઈશ્વરી કોપ ઉત્પન્ન થાય. એ
પુંછડીયા તારાની શીખા જે તરફ ઝુકેલી – નમેલી હોય તે દિશાના લોકો વધારે સંકટમાં મુકાય. પુછડીઆ તારાના છેડા ઉપર બીજો કોઈ તારો નજરે પડે તો તે દેશમાં બીમારી ઉત્પન્ન થાય. અને દેશ
બરબાદ થઈ જાય. ૧૭) વરસાદના દિવસોમાં આકાશમાં ઈંદ્રધનુષ્ય નજરે દેખાય ને શુભ છે – તેથી લાભ થાય. ચંદ્ર-સૂર્યની ચારે
તરફ ગોળાકારમાં મંડળ થાય છે તે પણ શુભસૂચક છે. ( એ ગોળાકારને શાસ્ત્રોમાં પરિવેષ કહે છે.) ઈંદ્રધનુષ્ય અને પરિવેષ શીત તથા ઉષ્ણ કાળમાં થાય તે ઠીક નથી. આકાશની અંદર પંચરંગી ધનુષ્યના આકારમાં જે કમાન નજરે પડે છે તેને ઈંદ્રધનુષ્ય કહેવામાં આવે છે. વરસાદના દિવસોમાં એ ધનુષ્ય
જોવામાં આવે તો જલ્દી વરસાદ થાય. ઈશાન ખૂણામાં વીજળી ઉત્પન્ન થાય તો વરસાદ જલ્દી થાય છે. ૧૮) ચંદ્રમાની ચારે તરફ ચાહેતો સફેદવર્ણનો પરિવેષ નજરે પડે અથવા કાળાવર્ણનો કે પછી ધૂમ્રવર્ણનો
નજરે પડે તો વરસાદ સારો થાય. પંચરંગી પરિવેષ હોય તો લડાઈ ચાલે અને લીલા તથા પીળા વર્ણનો હોય તો બીમારી ઉત્પન્ન થાય.
Lib topic 12.3 # 30
www.jainuniversity.org