________________
૭) કોયલના અવાજ સમાન જેની વાણી મધુર હોય તે સ્ત્રી સૌભાગ્યશાળી જાણવી. તેનો ખજાનો કાયમ
ભરેલો રહે અને સર્વત્ર તેની કીર્તિ વિસ્તાર પામે. ૮) જે સ્ત્રીનાં દાંત નાના અને પાતળા હોય તે સર્વદા ખાનપાનથી સુખી હોય, જે સ્ત્રીની નાસિકાના બન્ને છેદ
નાના હોય, કેશ પાતળા અને ચમકદાર હોય આંખોમાં શરમ ભરેલી હોય તે શુભ લક્ષણો જાણવાં. કારણ કે એ લક્ષણો પદમણીમાં પણ હોય છે. જે સ્ત્રીના પગની તર્જની અંગુલી અંગુઠાથી મોટી હોય તે પતિના હુકમનો અસ્વીકાર કરે, જે સ્ત્રીના પગની તર્જની અંગુલી કરતા મધ્યમા અંગુલી લાંબી હોય તે અભિમાનીની હોય, એ જ કારણથી તે કષ્ટ પ્રાપ્ત કરે. જે સ્ત્રીની નાભિ બહાર નીકળેલી હોય, હોઠ શ્યામ રંગના હોય અને દાંત બહાર નિકળેલા હોય તે સ્ત્રીને
પતિ તરફથી સંપૂર્ણ સુખ ન મળે અને કષ્ટથી દિવસો ગુજારે. ૧૦) જે સ્ત્રીના ડાબા પગમાં સાત અંગુલ લાંબી ઊર્ધ્વ રેખા હોય તે રાજાની રાણી થાય અથવા તેને લક્ષ્મીવાન
પતિ મળે, અને પોતાના ઘરમાં સારી પ્રતિષ્ઠા-માન પ્રાપ્ત કરે. જે સ્ત્રીની ભૂ-નેત્ર લાંબી હોય તે હંમેશાં સુખ ભોગવે. જે સ્ત્રીના બત્રીશે દાંત એક સરખા અને ખૂબસુરત હોય તે સર્વદા મિષ્ટ ભોજનનો ઉપભોગ
કરવાવાળી અને સુખી હોય. ૧૧) જે સ્ત્રીના ગળા ઉપર આડી રેખા પડી હોય તે સૌભાગ્યશાળી અને આરામ ભોગવવાવાળી હોય.
| ઉત્પાદ નિમિત ૧) દુનિયામાં વસતા મનુયોનું પ્રારબ્ધ જ્યારે કમજો થઈ જાય છે ત્યારે કદિ પણ ન બનેલા બનાવો –
અસંભવિત બનાવો બનવા લાગે છે. એ અસંભવિત બનાવોનું બીજું નામ ઉત્પાત છે. જે જે ઉત્પાતોની અસર સામાન્ય જનતા ઉપર જેવી રીતે થાય છે તેજ આ પ્રકરણમાં બતાવવામાં આવશે. ઉત્પાત થવાથી કેટલાક ગાંઉ સુધી તેની અસર થશે અને ગર્જના થવાથી કેટલે દૂર સુધી તેનો શબ્દ સાંભળી શકાય
વગેરે હકિકત આમાં આપવામાં આવી છે. ૨) વાસ્તવિક રીતે જોતાં ખરીવાત તો એ છે કે દુનિયા ઉપર જ્યારે ખરાબ દિવસો શરૂ થવાના હોય ત્યારે
નિમિત્તો પણ એ દુર્દિનોને અનુકૂળ જ શરૂ થાય છે. જે દેશ, શહેર અથવા જંગલમાં ઉત્પાતનો સંભવ જણાય તો ચોક્કસ સમઝો કે તે તે સ્થાનોના અશુભ-બુરા દિવસોની એ નિશાની છે. જે શહેરના દરવાજા ઉપર અથવા દેવમંદિરના શિખર ઉપર વિજળી પડે તો ત્યાં છજ મહિનામાં દુશ્મનોનું જોર વૃદ્ધિ પામે, જે દેશમાં નદીઓનું પાણી જે તરફ વહેતું હોય તે બદલી જઈ બીજી તરફ – ઉલટું વહેવા માંડે ત્યાં એક
વર્ષમાં અમલદારી અદલબદલ થઈ જાય અથવા નષ્ટ થાય. ૩) જ્યાં દેવમૂર્તિ હસવા લાગે, રોતી હોય તેમ જણાય અથવા સિંહાસનથી સ્વમેળ નીચે ઉતરી જાય તો ત્યાં
રાજાઓમાં લડાઈ જાગે. અને પરિણામે સમગ્ર દેશબરબાદ થઈ જાય.
૪) જ્યાં દિવાલ ઉપર ચીતરેલી પુતળી રોવા લાગે, હસતી હોય તેવો ભાસ થાય, અથવા ભ્રકુટી ચઢાવી ગુસ્સો
કરે તો ત્યાં લડાઈ જામે, લોકોને ઘર બાર છોડી ભાગી જવું પડે, અને આખો દેશ ઉજ્જડ થઈ જાય. જ્યાં
અર્ધરાત્રિએ કાકપક્ષી બોલે ત્યાં દુષ્કાળ પડે અને લોકોકના દુર્દિનની શરૂઆત થાય. Lib topic 12.3 # 26
www.jainuniversity.org