________________
પ૩) જેના પગમાં ચંદ્રમાનું નિશાન હોયતે દેવની જેમ હમેશાં પૂજાય છે, જેના પગમાં ત્રિશૂળનું નિશાન હોય તે સાધુ
થાય પરંતુ તેનાથી ધર્મનું આરાધન થઈ શકે નહી. જેના પગમાં મયુરનું ચિન્હ હોય તે શુભ છે, તેની ધારણા સફળ થાય. જેના પગમાં કાચબાનું ચિન્હ હોય ને પાણીમાં તરતાં શીખે સમુદ્રની મુસાફરી કરે.
પ૪) જેના પગમાં અષ્ટ પાંખડીવાળું કમળ હોય તે રાજાધિરાજ હોય, જેના પગના અંગુઠા નીચે જવનો આકાર
હોય તે મહાન જંગબહાદુર અને લક્ષ્મીવાન હોય. પ૫) જેના પગમાં પધનું ચિન્હ હોય તે રાજાધિરાજ અથવા રાજઋષિ હોય. જેના પગમાં ધજા હોય તે જગતમાં
યશસ્વી થાય અને પ્રખ્યાતિ પામે. જેના પગમાં છત્રનું નિશાન હોય તે છત્રપતિ રાજા થાય અને અમલદારી પ્રાપ્ત કરે, જેના પગમાં ધનુષ્યનો આકાર હોય તે હંમેશા બીજાની સાથે લડાઈઓ કર્યા કરે અને જેના
પગમાં સર્પનું ચિન્હ હોય તેનું મૃત્યુ ઝેરની થાય. પ૬) જેના પગમાં સ્વસ્તિકનું ચિન્હ હોય તે સંસારનો ત્યાગ કરી દીક્ષાનો સ્વીકાર કરે, ધર્માચાર્ય બને, અને
દુનિયાને ધર્મનું શિક્ષણ આપે. જેના પગમાં હળ, વજ, અથવા કમળનું ચિન્હ હોય તે રાજા અથવા નિગ્રંથ મુનિ થાય. જેના પગમાં ચકનું નિશાન હોય તે મહાન ભાગ્યશાળી થાય અને કાયમ તંદુરસ્ત તથા લક્ષ્મીવાન રહે.
રીઓનાં લક્ષણ વિષે કંઈક વિશેષ. ૧) જેવીરીતે પુરૂષના જમણા અંગનાં લક્ષણો શુભ અને લાભદાયક નિવડે છે તેવી રીતે સ્ત્રીઓના ડાબા
અંગનાં લક્ષણો લાભદાયક હોય છે. ૨) જે સ્ત્રીનું મુખ ગોળ અને ખુબસુરત હોય અને મસ્તકના કેશ લાંબા હોય તે પદમણીનાં લક્ષણો જાણવાં.
જે સ્ત્રીના શરીર ઉપર કેશ જુજ હોય તેની પાસે લક્ષ્મી કાયમનો વાસ કરીને રહે છે. પાતળા હૃદયવાળછ
શ્રી હંમેશા ખાનપાનમાં સુખી રહે અને દિલની ઉદાર હોય. ૩) જે સ્ત્રીનું લલાટ-કપાળ નાનું હોય તે ઠીક નથી. મોટા લલાટવાળી સ્ત્રી સદા એશઆરામ ભોગવે. જેના
લલાટમાં ડાબી તરફ નાનો તલ હોય તે સર્વત્ર યશ પ્રાપ્ત કરે છે. બહુ લાંબી અને બહુ ઠીંગણી સ્ત્રી પોતાના
પતિની આજ્ઞાનો અનાદર કરે- પતિની આજ્ઞા માને નહીં. ૪) જે સ્ત્રીનું નાક નાનું અને ખુબસુરત હોય તે સુખ પૂર્વક જીંદગી વ્યતીત કરે, જેની આંખો માંજરી હોય તે
આપમતલબી – સ્વાર્થી હોય, જે સ્ત્રીના શરીર ઉપર કેશ-રૂંવાટા થોડા હોય, નિદ્રા અલ્પ હોય, પરસેવો
પણ બહુજ અલ્પ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે એ પદમણી સ્ત્રીનાં લક્ષણો છે. ૫) જે સ્ત્રીનાં હસ્તમાં ચક્ર, ધજા, છત્ર, ચામર, તોરણ, અંકુશ, કુંડલ, હાથી, ઘોડા, રથ, જવ, પર્વત,
માછલી, મહેલ, કલશ, પદ્મ, તલવાર, કમલ અને ફુલમાળા વગેરે ચિન્હ હોય તે લક્ષ્મીવતી થાય, સુખચેનનો ઉપભોગ કરે અને જગતમાં તેની કીર્તિ વિસ્તાર પામે છે. જે સ્ત્રીના હોઠ પાતળા અને લાલ હોય તે હમેશાં સુખ પ્રાપ્ત કરે, જે સ્ત્રીનો નાભિપ્રદેશ ઉંડો અને ગંભીર હોય તેની પાસે લક્ષ્મી સર્વદા વાસ કરીને રહે છે. હસવાથી જે સ્ત્રીના ગાલમાં ખાડા પડતા હોય તે ખુશમિજાજ અને પતિ સાથે સ્નેહ રાખનાર હોય, જે સ્ત્રીના પગ ઉપર ઘણાં વાળ ઉગેલા હોય તે હમેશાં ધનની તંગી ભોગવે.
Lib topic 12.3 # 25
www.jainuniversity.org