________________
૩૪) બત્રીશ લક્ષણો પૈકી એક પણ લક્ષણ જેના હાથમાં અથવા શરીરમાં સાફ-સ્પષ્ટ હોય તો તે એક જ લક્ષણ
આખી ઉમર સુધી લાભદાયક નિવડે છે. જ્યારે તેવું જ કોઈ ફુલક્ષણ શરીર ઉપર સ્પષ્ટ પડી ગયેલું
જોવામાં આવે તો તે પણ આખી જીંદગી સુધી કટુ ફળનો અનુભવ કરાવે છે. ૩૫) જે મનુષ્ય પોતાના હાથની આંગળીઓના માપથી ૧૦૮ આંગળ ઉંચો હોય તે ઉત્તમ અને તેજસ્વી થાય,
જેની ઉંચાઈ ૯૬ આંગળ હોય તે મધ્યમ અને જે ૮૪ આંગળ લાંબો હોય તે સામાન્ય પુરૂષ ગણાય છે. આથી પણ જેની ઉંચાઈ ઓછી હોય તે કષ્ટપૂર્વક જીવન વ્યતિત કરે. (શરીરની ઉંચાઈ માપવાની રીત આ પ્રમાણે સમજવી એ એમ લાંકી દોરી લઈ જમણા પગના અંગુઠા નીચે દબાલી મસ્તક સુધી માપવી. પછી એ દોરીને આંગળીઓ વતી માપવી. પરંતુ માપતી વખતે આંગળીઓના
વચલા ટેરવાથી માપ લેવું ઉપરના ટેરવાથી કે નીચેના ટેરવાથી બરાબર માપ આવી શકશે નહી) ૩૬) મહાન શૂરવીર, મહાન બુદ્ધિમાન, મોટો આબરૂદાર અને વધારે સુખી મનુષ્યો આ પંચમકાળમાં દીર્ધાયુ
ભોગવી શકતા નથી. – ટુંકી ઉંમરવાળા જ હોય છે. કારણ કે જ્ઞાની પુરૂષોએ આ પંચમકાળમાં ઉત્તમ
વસ્તુઓના વિનાશ ફરમાવેલ છે. ૩૭) નાસિકાના બન્ને છિદ્રો નાનાં હોય તે ઉત્તમ છે. જેનું નાક હંમેશાં સુકાયેલું રહે તે દીર્ધાયુનો ભોક્તા થાય.
જેના કાન, નાક, હાથ, પગ અને નેત્રો લાંબા હોય તે દીર્ધાયુ ભોગવે છે. ૩૮) ચક્ષુઓ કમળ સમાન ખુબસુરત, બન્ને ખુણા લાલ, કીકી શ્યામ અને વચલો ભાગ સફેદ હોય તે ઉત્તમ
નેત્રો ગણાય છે. એવાં નેત્રોવાળો પુરૂષ ભાગ્યશાળી ગણાય છે. હાથીના નેત્રો જેવાં જેનાં નેત્રો હોય તે ફોજનો અફસર થાય, મોરની ચક્ષુઓ જેવી ચક્ષુવાળો પુરૂષ મધ્યમ સ્થિતિવાળો થાય અને માંજરી
આંખોવાળો આપમતલબી – સ્વાર્થી હોય. ૩૯) જેના શરીરનો રંગ હીરા, માણેક, મોતી, સુવર્ણ અથવા હરતાલ જેવો ચમકદાર હોય તે ભાગ્યશાળી અને
સુખચેન ભોગવવાવાળો થાય. જેના શરીરનો રંગ પરવાળાં અથવા ચંપાના ફુલ જેવો હોય તે ઈલકાબમંદ થાય. ૪૦) જે મનુષ્યનો કુદરતી અવાજ સારસ, કોકિલ, ચક્રવાક, ક્રૌંચ, હંસ, વીણા અને સારંગીના જેવો મીઠો
હોય તો તે સુખી થાય. અને એશ-આરામ ભોગવે. જેનો કુદરતી અવાજ મેઘગર્જના જેવો અથવા હાથીના અવાજ જેવો ગંભીર હોય તે મહાન ભાગ્યશાળી થાય. મધુર અને ગંભીર અવાજવાળો પુરૂષ
જ્યાં જાય ત્યાં યશ પ્રાપ્ત કરે અને મોજમજા ઉડાવે છે. ૪૧) જે મનુષ્યની ચાલા હંસ, હાથી, સિંહ અથવા વૃષભની માફક સુંદર હોય તે સર્વત્ર યશ મેળવે છે. ૪૨) જેના શરીરમાં પિત્ત પ્રકૃતિનું જોર વધારે હોય તે (ચાહે પુરૂષ હોય અથવા સ્ત્રી હોય તે) બુદ્ધિવાન,
ધર્મવાન અને જ્ઞાની થાય. ૪૩) તીર્થકર અને ચક્રવર્તીના શરીર ૧૦૦૮ લક્ષણ હોય છે, વાસુદેવ, પ્રતિવાસુદેછ અને બળદેવના શરીરમાં
૧૦૮ લક્ષણ હોય છે. જ્યારે તેથી પણ ઉતરતા દૂરજાવાળાઓના શરીરમાં ૩૨ લક્ષણ હોય છે. ૪૪) જેના હાથમાં ત્રાજવાનું ચિન્હ હોય તે પરદેશની મુસાફરી કરે અને લક્ષમી સંપાદન કરે. જેના હાથમાં
અષ્ટકોણનો આકાર હોય તે લક્ષ્મીવંત અને ભાગ્યશાળી થાય.
Lib topic 12.3 # 23
www.jainuniversity.org