________________
૪૫) જેના હાથમાં કુંડલનું નિશાન હોય તે ધનવાન થાય, જેના હાથમાં દેવમંદિરનું નિશાન હોય તે દેવમંદિરો
નિર્માણ કરાવે, ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે અને તીર્થસ્થાન ઉપર દેવમૂર્તિની પ્રતિષ્ઠા કરાવે. ૪૬) જેના હાથમાં સર્પનું નિશાન હોય તે તામસ પ્રકૃતિવાળો હોય; પરંતુ તેની પાસે લક્ષ્મી કાયમ રહે. ૪૭) અંગુઠો અને આંગળીઓની ઉપર જે ત્રણ ત્રણ વેઢાઓ આવે છે. તે વેઢાઓ ઉપર જે કાપા પડેલા હોય
છે. (જેનાથી કુદરતી જવનો આકાર પણ બની જાય છે.) તે દશથી ઓછા હોય તો ઠી નથી. બાર હોય તો લક્ષ્મીવાન થાય. પંદર હોય તો મોટો ધનિક થાય અને અઢાર, વીશ કે પચ્ચીશ હોય તો જ્ઞાની
ઉપરાંત સુખી પણ થાય છે. ૪૮) જે મનુષ્યના હાથ ઉપર થોડા થોડા વાળ ઉગેલા હોય તો તે એશ-આરામ મોગવે. સ્ત્રીઓના હાથ ઉપર
વાળ ઉગેલા હોય તો તે ઠીક નથી. જેના હાથની નસો દેખાતી ન હોય અને માંસ વડે પુષ્ટ હોય તે મનુષ્ય એશ-આરામ ભોગવે છે. જેના હાથનો અંગુઠો પ્રમાણ કરતાં નાનો હોય તે ઠીક નથી. અંગુઠો પહેલો વેઢો લાંબો હોય તે મનુષ્ય ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાન થાય. તેવીજ રીતે બીજો વેઢો લાંબો હોય તો તે પણ
શુભદાયક છે. ૪૯) જે મનુષ્યની પાંચે આંગળીઓને અગ્રભાગ ઉપર ચકનું ચિન્હ હોય તો તે જગમાં મોટો યશસ્વી થાય અને
તેનું ઉચ્ચપદ કાયમ રહે. જેની તર્જની આંગળી ઉપર ચક્રનું નિશાન હોય તે મનુષ્યને મોટા મોટા દોસ્તો હોય અને તેનાથી લાભ થાય. પરંતુ એ ચક દક્ષિણાવર્ત હોવું જોઈએ. કદાચ વામાવર્ત હોય તો તેથી આંગળીના અગ્રભાગ ઉપર ચક્ર હોય તેને જમીન દ્વારા લાભ પ્રાપ્ત થાય. જેની અનામિકા આંગળીના અગ્રભાગ ઉપર ચક્ર હોય તે વિદ્વાન હોય અને વિવિધ પ્રકારની વિદ્યાઓનો જાણકાર હોય; તેમજ જે કામનો પ્રારંભ કરે તેમાં ફતેહમંદ થાય. અગર તે મનુષ્ય દુનીયાનો ત્યાગ કરી દીક્ષાને સ્વીકારે તો તે રાખાઓનો પણ ધર્મગુરુ બને. અને પૂજનીક થાય. પરંતુ એ દક્ષિણાવર્ત હોવું જોઈએ. જો કદાચ
વામાવર્ત હોય તો તેથી ઓછું ફળ મળે પણ નિષ્ફળ ન થાય. પ૦) જેની કનિષ્ઠા અંગુલિના અગ્રભાગ ઉપર ચક્ર હોય તે દેશ-પરદેશી સફર કરે અને લક્ષ્મી સંપાદન કરે.
જેની પાંચે આંગળીના અગ્રભાગ ઉપર શંખ હોય તો તે પણ શુભ છે. જેની પાંચે આંગળીઓના અગ્રભાગ ઉપર છીપનું ચિન્હ હોય તે કંજુસ હોય. જેથી દશે આંગળીઓના અગ્રભાગ ઉપર ચક્ર હોય તો તે મોટો
રાજા અથવા યોગીરાજા હોય. પ૧) જેના પગમાં ચક્રનો આકાર હોય તે દોલતમંદ – લક્ષ્મીવાન અને દિલનો ઉદાર થાય જેના પગમાં
અંગુઠાથી નીકળીને નવ આંગળ લાંબી ઊર્ધ્વરેખા પગની પાની સુધી લાંબી ચાલી ગઈ હોય તે મનુષ્ય
રાજા અથવા યોગી હોય. પર) જેના પગમાં ચંદ્રમાનું નિશાન હોય તે દેવની જેમ હમેશાં પૂજાય છે, જેના પગમાં ત્રિશૂળનું નિશાન હોય
તે સાધુ થાય પરંતુ તેનાથી ધર્મનું આરાધન થઈ શકે નહી. જેના પગમાં મયૂરનું ચિન્હ હોય તે શુભ છે, તેની ધારણા સફળ થાય. જેના પગમાં કાચબાનું ચિન્હ હોય તે પાણીમાં તરતાં શીખે અને સમુદ્રની મુસાફરી કરે.
Lib topic 12.3 # 24
www.jainuniversity.org