Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 10
________________ „Á.it |ças çu@e¢{2mTMÝ¢&#,5¢¢ x Bande çorodice Á㢢¢ અર્થ - જે પુરૂષ અથવા સ્ત્રીને કુદરતી અવાજ ષડજ સ્વરમાં હોય તેની આજીવિકા સારીરિતે ચાલે, ગાય વગેરે પશુઓ તેના આંગણે બાંધેલા હોય, કુટુંબ પરિવાર અને મિત્રો સારા મળે, તેમજ સ્ત્રીને અત્યંત વલ્લભ પ્રીતિપાત્ર થાય છે. જે મનુષ્યનો કુદરતી અવાજ રિષભસ્વરમાં નિકળતો હોય તેને હુકમ, હોદ્દો અમલદારી મળે, ખજાનો હમેરાં તર રહે, સુંદર ઘરેણાં અને શ્રેષ્ટ કપડાં પહેરવાને મળે, અત્તર આદિ સુગંધી પદાર્થોને ઉપભોગ કરે, સ્ત્રી પોતાની આજ્ઞામાં રહે, અને ફુલોની શય્યામાં સુવાવાળો હોય છે. જે જે મનુષ્યનો સ્વાભાવિક અવાજ ગંધાર સ્વરમાં નીકળતો હોય તે સંગીત કળાનો જાણ, કવીશ્વર, ધર્મશાસ્ત્રનો જ્ઞાતા, અને બીજાઓને ધર્મની તાલીમ - શિક્ષણ દેવાવાળો એટલે ઉપદેશક થાય છે. જે મનુષ્યનો કુદરતી અવાજ મધ્યમ સ્વરમાં નીકળતો હોય તે ઉદાર દિલનો ખુશમિજાજ, એશ-આરામ ભોગવવાવાળો, હિમ્મતવાન અને બીજાઓને પણ હિમ્મત દેવાવાળો હોય છે. જેમનો સ્વાભાવિક અવાજ પંચમ સ્વરમાં નીકળતો હોય તેને રાજાધિરાજની પદવી મળે, હિમ્મત બહાદુર હોય, બે પરવાહ-કોઈથી દબાય નહીં, ફોજનો સરદાર થઈ ફતેહ પ્રાપ્ત કરે અને ઈનામમાં જમીન મેળવે છે. જેમનો કુદરતી અવાજ ધૈવત સ્વરમાં નીકળતો હોય તે બીજાઓને પરસ્પર લડાવી મારે અને પોતે દૂર રહે, પૂર્ણ દગાબાજ હોય, જે વાત પકડે તેને કદાપિ છોડે નહિ, મલ્લકુસ્તી લડવાવાળો હોય, શરાબના નશામાં મસ્ત બની રહે, ધર્મની વાતો તેને પસંદ પડતી નથી, અને દુન્યવી કારોબારમાં આનંદ માને. જેમનો કુદરતી અવાજ નિષાદ સ્વરમાં નીકળતો હોય તે હમેશાં નિર્દય બન્યો રહે, દરેક સાથે કલેશટંટો કર્યા કરે, હિંસાના કાર્યોમાં આનંદ માને, બીજાની નોકરી કરીને પરાધીન પણું ભોગવે, અને અત્યંત દુ:ખ પ્રાપ્ત કરે. આ સાતે સ્વરોનું વર્ણન જૈનાગમ-સ્થાનાંગ સૂત્રમાં અને અનુયોગદ્વાર સૂત્રમાં કરવામાં આવેલ છે. જેમણે જેવું કોય તેમણે તે સૂત્રોમાં જોવું. રવરોનાં સ્થાન અને તેનું ફળાફળ બતાવે છે. ષડજ સ્વરનું સ્થાન જીહનો અગ્રભાગ, રિષભનું સ્થાન છાતી, ગાંધારનું સ્થાન કંઠાગ્ર, મધ્યમનું સ્થાન જિલ્લાનો મધ્યભાગ, પંચમનું સ્થાન નાસિકા, ધૈવતનું સ્થાન દાંત અને ઓષ્ટ તથા નિષાદનું સ્થાન ભ્રકુટી છે. બીજા દેશોમાં મુસાફરી જતી વખતે અવાજ કોઈ શુભકાર્યની શરૂઆત કરતી વખતે મનુષ્ય અથવા જનાવરના ષડજ, રિષભ કે ગાંધાર સ્વરમાં અવાજ સાંભળે તો સમજવું કે ફતેહ થશે. મુસાફરીના વખતે અથવા શુભકાર્યની શરૂઆતમાં મોરનો અવાજ સાંભળવામાં આવે તો ઈરાદો-ધારણા સફળ થાય તેમજ નાચ કરતો મોર જોવામાં આવે તો એકંદર વધારે શુભફળની પ્રાપ્તિ થાય છે. Lib topic 12.3 #10 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31