Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 11
________________ - ગાય. મુસાફરીના ટાઈમે અથવા શુભ કાર્યની શરૂઆતમાં ચકોર પક્ષીનો અવાજ સંભળાય કે ખુદ પોતે દષ્ટિએ પડે તો એકંદર શુભ થાય અને કામ જલ્દી ફતેહ થાય. અથવા તે વખતે કોઈ બીજા મનુષ્યના મુખમાંથી નીકળેલો ‘ચકોર' શબ્દ સાંભળવામાં આવી જાય તો તે પણ લાભદાયક છે. ભારદ્વાજ પક્ષી (મારવાડમાં જેને રૂપારેલ કહે છે તે) મુસાફરીના વખતે યા શુભ કાર્યના પ્રારંભમાં બોલતું સંભળાય અથવા નજરે પડે તો કાર્યસિદ્ધિ થાય - ફતેહ થાય. મુસાફરીના ટાઈમે અથવા શુભકાર્યના પ્રારંભના હંસનો અવાજ સંભળાય અથવા હંસ પોતે દષ્ટિએ પડે તો એકંદર લાભ થાય અને કાર્ય ફતેહ પામે. મુસાફરી કરતી વખતે જેનો ઘોડો જમણા પગવડે જમીન ખોદે અથવા હણહણાટી કરે તો સવાર ફતેહ પામે અને આરામ પ્રાપ્ત કરે, કોઈ અન્ય દેશની મુસાફરી કરતી વખતે અગર પાળેલા પોપટનો અવાજ ડાબી તરફ અને પાછા ઘરે આવતી વખતે જમણી તરફ સાંભળવામાં આવે તો લાભ થાય અને ખુશી ઉત્પન્ન કરે. ઘરથી મુસાફરીએ જતી વખતે થોડે દૂર ગયા પછી વનના પોપટો ઉડીને સામે આવતા દેખાય એ શુભફળદાય છે. અને તેથી ઈરાદો-મનની ધારણા અવશ્ય પૂર્ણ થાય. મુસાફરીના ટાઈમ ગીધ પંખી ડાબી જમણી યા સામી તરફ-નજર સામે કોઈપણ તરફ બોલે એ શ્રેયસ્કર નથી. પરંતુ પાછળ બોલે એ શુભ છે. કોઈ શુભ કાર્યના પ્રારંભમાં અથવા સફરના ટાઈમે રોવાનો અવાજ સંભળાય તે શ્રેયસ્કર નથી. અશુભ છે. જે ઘરની ઉપર રાત્રિના સમયે ઘુવડપક્ષી બોલે તો સમજવું કે એ ખરાબ દિવસોની આગાહી છે. અને તેમાં વસતા મનુષ્યો થોડા ટાઈમમાં બરબાદ થઈ જાય છે. મુસાફરી કરતી વખતે કે કોઈ શુભ કામ કરતી વખતે ઘડીયાળ, ટકોરા, સારંગી, તબલા અથવા કોઈ મધુર વાજાનો અવાજ સંભળાય તો તે શુભ છે અને કાર્યમાં ફતેહ પામે. વરોના જ્ઞાન વિના સંગીત કળાનું નિષ્ફળપણું. #SKÚT>2¢x¢ã¢}}fícsiüôrack: kevi vaa%a8aysicaહ્યા અર્થ - સાત સ્વર, ત્રણ ગ્રામ, એકવીશ મૂર્છાના, અને ઓગણપચ્ચાસ તાન એ બધાનું એક સ્વર મંડળ કહેવાય છે. એ સ્વરનું મંડળનું સંપૂર્ણ જ્ઞાન કોઈ ઉત્સાદની પાસે શિક્ષણ લીધા વિના આવડતું નથી. વિના તાલ સૂરનું ગાવું-બજાવવું સારા ગવૈયા માટે શરમની વાત ગણાય છે. માટે ઉંચા પ્રકારના શ્રેષ્ટ ગવૈયાઓ સુંદર મધુર અવાજથી તાલ સુરની સાથે ગાઈને શ્રોતાઓને આનંદ આપે છે અને તેના તરફથી પ્રશંસા મેળવે છે. સ્વરના સાત બીજાક્ષરો – મૂળાક્ષરો છે, જેના નામ અનુક્રમે સા-ર-ગ-મ-પ-ધ-ની એ પ્રમાણે છે. છ રાગ છત્રીશ રાગણી અને તેના અડતાલીશ પુત્રો મળી કુલ સંખ્યા નેવુની થાય છે. એ નેવુ પ્રકારના રાગો ઉપરોક્ત સાત સ્વરથી આલાપી શકાય છે. માટે એ સંગીત વિદ્યા અવશ્ય જાણવા જેવી છે. Lib topic 12.3 # 11 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31