Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 9
________________ સ્વપમાં વાંદર, શિયાળ કે કુતરો જો મનુષ્યના બિછાના ઉપર આવીનુ બેસે તો જાણવું કે તેથી માંદગી પ્રાપ્ત થશે, રાક્ષસ, વૈતાલ અથવા ભૂત પોતાના બિછાના-પથારી ઉપર કે શરીર ઉપર આવીને બેસે તો જાણવું કે મરણની આફત આવી પહોંચી છે. અગર સ્વપ્રમાં કોઈ મનુષ્ય પોતાને ઝેર પીતો જોવે તો તેની ઉમંર લાંબી છે તેમ સમજવું. અને જે મનુષ્ય પોતાને વીણા વગાડતો સ્વપમાં જોવે તેને ખુબસુરત-રૂપાળી સ્ત્રીનો લાભ થાય છે. સ્વપ્રમાં જે મનુષ્યના મસ્તક ઉપર કાગડો વિષ્ટા કરે તેની આબરૂમાં કલંક લાગે, જે મનુષ્ય પોતે પોતાને સફેદ અથવા લીલા રંગના વસ્ત્રો પહેરેલો જોવે, અથવા આગથી પોતે પોતાને બળતો ભાળે તો તેને ધન પ્રાપ્ત થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય શણગાર સજેલી કુમારી કન્યાને ભાળે તે મનુષ્ય સ્વપ્રમાં તેજદાર હથીયારો વડે પર્વતને તોડી નાખે તેને થોડા દિવસમાં સલતનત પ્રાપ્ત થાય અને તે રાજા બને છે. એ સ્વપ્રમાં જે મનુષ્ય નાચ કરતો મયૂર ભાળે તેના ઉપર રાજાની મહેરબાની – કૃપા થાય અને ઈનામમાં જમીન પ્રાપ્ત કરે, તેમજ જે મનુષ્ય સફેદ કપડાં પહેરેલી સ્ત્રી જોવે તો તેને લાભ થાય છે. સ્વપમાં જેનો કેશ અથવા નખ વધી જાય તેની આબરૂ વધે અને ઈલ્કાબ – ચાંદ પ્રાપ્ત કરે. રવરવિજ્ઞાન નિમિત્ત સ્વર સંબંધી જે વિશેષ પ્રકારનું જ્ઞાન તેને સ્વરવિજ્ઞાન કહી શકાય. એ સ્વરવિજ્ઞાનની જ આલોચનાવિચાર પ્રસ્તુત પ્રકરણમાં કરવામાં આવશે. મુખ્યતઃ સ્વરના સાત ભેદો-પ્રકારો પાડવામાં આવ્યા છે. (૧) જ, (૨) રિષભ, (૩) ગાંધાર, (૪) મધ્યમ, (૫) પંચમ, (૬) ધૈવત અને (૭) વિષાદ. દુનિયાભરમાં વસતા મનુષ્યો, જાનવરો કે પક્ષીઓની બોલી આ સાત સ્વરો પૈકી કોઈપણ સ્વરમાં થાય છે. કોઈનો કુદરતી અવાજ જજ સ્વરમાં, કોઈનો રિષમમાં અને કોઈનો ગાંધાર આદિ સ્વરોમાં થાય છે. અહીં મનુષ્ય, જાનવર અને પક્ષીઓની બોલીનું વર્ણન કરવામાં આવે છે. જેમાં મનુષ્યનો કુદરતી અવાજ કયા સ્વરમાં છે? અને તેનાથી તેને શું લાભ થશે? જાનવર અને પક્ષીઓની બોલીનું બયાન-વર્ણન, કે જે સાંભળવાથી શું નફો-નુકશાન થશે? વગેરે હકિત જાણવાની યુક્તિ અનુયોગદ્વારસૂત્રના ફરમાન મુજબ બતાવવામાં આવી છે. તેમજ રાગરાગણીના ભેદો અને તત્સંબંધી હકીકત આમાં ઉત્તમ પ્રકારે દર્શાવવામાં આવી છે. મોરનો કુદરતી અવાજ ષડજ સ્વરમાં થાય છે. મુરઘો- કુકડાનો રિષભ, બકરાનો મધ્યમ, કોકીલાનો પંચમ, ક્રૌંચ પક્ષીનો ધૈવત અને હાથીનો અવાજ કુદરતી – સ્વાભાવિક અવાજ નિષાદ સ્વરમાં થાય છે. જે પુરૂષ અથવા સ્ત્રીનો અવાજ ષડજ સ્વરમાં નીકળે છે તેની પાસે લક્ષ્મી હમેશાં હાજરજ રહે છે. ખાનપાન, એશઆરામ, અને સુખ ચેન ઉડાવે છે. અહિં કોઈ શંકા કરે કે મોરનો અવાજ સ્વાભાવિક રીતે જ જ સ્વરમાં હોય છે તો શું તેને પણ આ ઉપરોક્ત ફળનો લાભ થાય? નહીં, મનુષ્યના અને જનાવરના પ્રારબ્ધમાં તફાવત હોય છે. એટલે મનુષ્યને માટે જે વાત હોય તે જનાવરો માટે હોતી નથી. Lib topic 12.3 #9 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31