________________
અગર કોઈ શંકા કરે કે મને અમુક સ્થાને તલ, મસો કે લહસન છે; છતાં ફાયદો કેમ થતો નથી? ઉત્તરફાયદો તો અવશ્ય થાય છે. પરંતુ એ ફાયદાને આપણે સમજી શકતા નથી અથવા તો ખ્યાલમાં જ લાવતા નથી. શાસ્ત્રનું ફરમાન કદાપિ મિથ્યા હોય જ નહીં. પુરૂષોને જમણી બાજુ તલ, મસા અને લહસણ હોય તો પુરેપુરું ફળ આપે અને ડાબી બાજુ હોય તો ઓછું ફળ આપે પણ આપે ણો અવશ્ય જ.
બીજા વાત એ પણ છે કે જે મનુષ્યનું હૃદય શુદ્ધ -નિર્મળ છે, સત્ય ધર્મ પર અપૂર્વ શ્રદ્ધા રાખે છે. તેનાં લક્ષણો – ચિન્હો પૂર્ણ ફળ આપે છે. પરંતુ જે મનુષ્યનું દિલ સાર નથી-મલીન છે. સત્યધર્મ ઉપર પૂર્ણ વિશ્વાસ નથી, વાત વાતમાં શંકિત બને તેના લક્ષણો ઓછું ફળ આપનાર નિવડે છે.
હવે રસીઓના ડાબા અંગ ઉપર તલ મસા અથવા લહસન હોય તેનું ફળ... જે સ્ત્રીના મસ્તર ઉપર તલ હોય તે રાજાની રાણી બને છે. કપાળ ઉપર તલ હોય તો દૌલતવંત-વૈભવશાળી પતિ પ્રાપ્તિ કરે. આંખ ઉપર તલ હોય તો પોતાના ધણીની મીઠી નજર કાયમ રહે, ગાલ ઉપર તલ હોય તો એશ - આરામ ભોગવે, કાન ઉપર તલ હોય તો ઝવેરાત અને ઘરેણાં ખુબ પહેરવાને મળે, ગળા ઉપર તલ હોય તો પોતાના ઘરમાં હુકમ ચલાવે, છાતી ઉપર તલ હોય તો પુત્રવતી થાય, હાથ ઉપર તલ હોય તો તેની પાસે નોકર-ચાકર હમેશાં બન્યા રહે-કાયમ રહે. પગ ઉપર તલ હોય તો મોટે ભાગે દેશ-પરદેશની મુસાફરી કરે.
પુરૂષોની માફક સ્ત્રીઓને ડાબા અંગ ઉપર તલ, મસા કે લહસન હોય તો વધારે – પૂર્ણ ફાયદો કરે અને જમણાં અંગ ઉમ્ર હોય તો થોડો ફાયદો કર; પરંતુ તદ્દન નિષ્ફળ તો ન જ થાય.
હસ્તરેખા નિમિત્ત આ પ્રકરણની અંદર હસ્તરેખા જોવાની તેમજ તેનું ફળાફળ જાણવાની એવી રીતે સમજણ આપવામાં આવી છે કે વિચાર પૂર્વક જોનારને માનો કે હસ્તરેખાની વિધાનો એક ઉત્તર ખજાનો મળી ગયો. હસ્તરેખામાં રહેલાં ચિન્હો-લક્ષણો મુખ્યત્વે કરીને પંચાવન માનવામાં આવેલા છે અને પંચાવનનો અનુક્રમે સ્પષ્ટ રીતે ફોટ કરી નંબરવાર તેનાં ફળો આ નીચે આપવામાં આવેલાં છે એ સિવાય બીજી નાની મોટી રેખા ચિન્હોનાં પણ ફળાફળ જણાવી આખા પંજનું ફુટ વર્ણન કરવામાં આવ્યું છે. જે વાંચવાથી વધારે સ્પષ્ટ થશે. ૧) જે મનુષ્યના હાથમાં હાથીનું ચિન્હ હોય તે રાજા અથવા જાગીરદાર થાય. તેમજ હાથીઓનો સંગ્રહ
કરવાવાળો પણ થાય છે.
જે મનુષ્યના હાથમાં મત્સ્યનું ચિન્હ હોય તે ધનવાન અને સંતાન વાળો થાય અને સમૃદ્રની મુસાફરી કરે. જેના હાથમાં પાલખી-મ્યાનાનું નિશાન હોય તે ધનવાન કે જાગીરદાર થાય અને તેની પાસે હંમેશાં
નોકર-ચાકરનો સમૂહ હાજર રહે છે. તેમજ પાના-પાલખીનો ભોક્તા થાય છે. ૪) જેના હાથમાં ઘોડાનું ચિન્હ હોય તે શખ્સ ફોજમાં અપ્સરમાં થાય, અને બીજા ઉપર હુકમ ચલાવે.
રાજ્યમાં તેની આબરૂ- પ્રતિષ્ઠા વધે અને તેને ત્યાં હમેશાં ઘોડાઓનો સારો સમૂહ બાંધેલો હોય છે. ઘોડાઓનો ભોક્તા બને છે.
Lib topic 12.3 # 15
www.jainuniversity.org