Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 20
________________ ૨) જેના જમણા હાથની વિભાવરેખા અખંડ હોય - ટુટી-ફૂટી ન હોય અને લાંબી હોય તે પોતાના વંશમાં સારો આબરૂદાર - પ્રસિદ્ધ પુરૂષ થાય છે. વિભાવરેખાથી અંગુલિ તરફ જેટલી નાની રેખાઓ નીકળી હોય તેટલા તેના દુશ્મન- શત્રુ અને મણિબંધ તરફ જેટલી નીકળી હોય તેટલા તેના મિત્ર – મદદગાર થાય છે. ૩) આયુષ્યરેખામાંથી જેટલી નાની નાની રેખાઓ વિભવરેખા તરફ નીકળી હોય તે મનુષ્યને સંપદા પ્રાપ્ત થાય અને જેટલી અંગળીઓ તરફ નીકળી હોય તેટલી વિપદા પ્રાપ્ત થાય. ૪) મણિબંધથી આયુષ્ય રેખા સુધી હથેલીની બાજુમાં જેટલી આડી રેખા પડી હોય તેટલા પુત્ર-પુત્રી જાણવા. તેમાં પણ જેટલી રેખાઓ અખંડ અને સ્પષ્ટ હોય તેટલા પુત્ર-પુત્રી જીવતા રહે, અન્યથા થયેલા સંતાનો પણ વિનાશ પામે. કોઈ કોઈ આચાર્ય આ રેખાઓને ભાઈ-બહેનની રેખાઓ માને છે. મણિબંધથી લઈને અંગુઠા સુધીના વચલા ભાગમાં જેટલી ઊભી રેખાઓ હોય તેટલી ભાઈ-બહેન જાણવા. કોઈ કોઈ આચાર્ય આ રેખાઓને પુત્ર-પુત્રીની રેખાઓ માને છે. ૬) હથેલીમાં યશરેખાની જમણી બાજે અંગુઠા તરફ જેટલી આડી રેખા ગઈ હોય તે પુરૂષ તેટલી પરદેશમાં મુસાફરી કરે અને લાભ પ્રાપ્ત કરે છે. ૭) જે પુરૂષના જમણા હાથની યશરેખા અખંડ અને સાફ હોય તે મરણ બાદ સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે અને જેની વિભાવરેખા અખંડ અને સાફ-સ્પષ્ટ હોય તે મરણ બાદ મનુષ્યગતિ પ્રાપ્ત કરે છે. ૮) જે મનુષ્યના ડાબા હાથની યશરેખા અખંડ અને સાફ હોય તે મનુષ્ય સ્વર્ગગતિ ભોગવીને આવ્યો છે તેમ જાણવું તેમજ જેના ડાબા હાથની વિભવ રેખા અખંડ અને સ્પષ્ટ હોય તે મનુષ્યગતિ ભોગવીને આવ્યો છે તેમ જાણવું. જે મનુષ્યના ડાબા હાથની વિભાવરેખા અખંડ, લાંબી અને સ્પષ્ટ હોય તેને ખૂબ એશઆરામ પ્રાપ્ત થાય. જેના ડાબા હાથમાં ધજા અથવા ચંદ્રમાનો આકાર હોય તેને સ્વરૂપવતી સ્ત્રી પ્રાપ્ત થાય, કોઈપણ મનુષ્યને શ્રી રેખા વિદ્યમાન હોય, છતાં તે દીક્ષા-સાધુપણું ધારણ કરી લે તો પણ તેને ગુરૂભક્તિ અને ધર્માજ્ઞાધારક ભક્ત સ્ત્રી પૂજે છે. તેમ જ તે મનુષ્યને સંતાનરેખા વિદ્યમાન હોય અને દીક્ષા ધારણ કરે તો તે હાલતમાં ગુરૂની ભક્તિ કરનાર અને ધર્મનું પાલન કરનાર શિષ્યો આવી મળે છે. કેટલાક આચાર્યો કહે છે કે પુરૂષના ડાબા હાથમાં સ્ત્રી રેખાના અગ્રભાગમાં દીક્ષા રેખા હોય છે. માટે રેખા વિજ્ઞાન શાસ્તરીઓએ ધર્મરેખા અને દીક્ષારેખા ઉપર સંપૂર્ણ વિચાર કરીને જ ધર્મ શ્રદ્ધા, જ્ઞાન, અને ચારિત્રનું વર્ણન કરવું. ૧૦)Ö#fari" |ઃ é}#23, 5ë # SH "ટ, ru,"S DIED/Re ફ્રાફ્ટ (શ્રી ઉરધ્યયનપરમાઅધ્યયની ટીક) અર્થ - જે મનુષ્યનાં હાડકાં મજબુત અને વજનદાર હોય તે ધનવાન થાય, જેના શરીરની ચામડી મુલાયમ સુંવાળી હોય તે ખૂબ એશ-આરામ ભોગવે, જેનું શરીર ખૂબ જવું હોય અને તેના હાથ - પગની નસો દેખાતી ન હોય તો તે સુખચેનથી પોતાની જીંદગી ગુજારે, જેની આંખો તેજદાર અને ખૂબસુરત હોય તેને ગ્રી તરફનું ઘણું સુખ હોય, જેની ચાલ સારી હોય તે વાહનનો ભોગી થાય, અને જે મનુષ્ય કષ્ટના સમયમાં પણ હિંમતે બહાદૂર હોય તે હમેશાં સુખી જીવન ગાળે. Lib topic 12.3 # 20 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31