Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 19
________________ પ૧) આયુષ્યરેખા અને કનિષ્ટા અંગુલિની વચમાં જેટલી આડી રેખા કહેવામાં આવે છે. પરંતુ એ શ્રીરેખા અખંડિત પૂર્ણ હોવી જોઈએ. મનકુર રેખા જેટલી પડી હોય તેટલી સ્ત્રી જાણવી. છતાં પણ એકાંત નિયમ નથી આ બાબતમાં જમાનાનું કુળ અને મનુષ્યના દરજ્જાનું કુળ કુશળ જ્યોતિષીઓ પોતાના અભિપ્રાય જાહેર કરે છે. જેમકે ચક્રવર્તિ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, છત્રપતિ અને રાજા-મહારાજાઓને માટે તેમના દરજ્જા યોગ્યતામુજબ અનુમાન કાઢી નિર્ણય કરે છે. રાજા-મહારાજાઓને ત્યાં સેંકડો સ્ત્રીઓ હોય અને ગરીબોને એકપણ ન હોય એ પ્રારબ્ધ ને આધીન છે. છતાં કોઈપણ એકાંત નિયમ લાગુ પડી શકતો નથી. પ૨) આયુષ્યરેખાની ઉપર અને કનિષ્ટા અંગુલીના મૂળમાં શ્રી રેખાની સામેના ભાગમાં જ રેખાઓ પડી હોય છે તે ધર્મરેખા કહેવાય છે. એ ધર્મરેખા બે અથવા ત્રણ હોય છે. જો તે અખંડ અને સાફ હોય તો તે મનુષ્ય ધર્મી હોય છે. જેના હાથમાં તે ધર્મરેખા ન હોય અથવા હોય છતાં ખંડિત હોય તો તે અધર્મી મનુષ્ય જાણવો. પ૩) અનામિકા આંગળીની નીચે અને આયુષ્યરેખાની ઉપર જેટલી ઉભી અને આડી રેખા હોય તેને વિદ્યારેખા કહે છે. તેટલા પ્રકારની વિધાનો લાભ પ્રાપ્ત કરે. તેમજ વક્તાઅને લેખક પણ સારો થાય. વિદ્યારેખા જેટલી સ્પષ્ટ અને અખંડ હોય તેટલી જ તેની બુદ્ધિ તીવ્ર હોય. પ૪) તર્જની આંગળીની નીચે અને વૈભવ તથા યશરેખાની સંધીના ઉપર મધ્યભાગમાંથી જે આડી રેખા નીકળે છે, અને આયુષ્ય રેખાના અંત ભાગમાં જઈને મળે છે તેને દીક્ષા રેખા કહેવામાં આવે છે. એ દીક્ષા રેખા જેટલી સ્પષ્ટ અને અખંડ હોય તેટલું જ તે માણસ ઉત્તર ચારિત્ર પાળે છે. તો પણ આ દીક્ષારેખાની સાથે ધર્મરેખા પણ કંઈક સંબંધ ધરાવે છે. માટે એ બન્ને રેખાઓ ઉપરથી ધર્મશ્રદ્ધાનું માપ કાઢવું. કારણ કે કોઈ પુરુષ ધર્મમાં શ્રદ્ધાવાન હોય તથાપિ તે વ્રત-નિયમોદી કરી શકતો નથી. જ્યારે કોઈ પુરૂષ વ્રતનિયમ કર્યે જાય છતાં પણ તેની ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોતી નથી. એ બન્ને રેખાઓ જો અસ્પષ્ટ જેવી હોય તો તે મનુષ્યની ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા હોતી નથી. પપ) હથેલીની નીતે અને હાથની સંધી ઉપર અર્થાત મણિબંધના સ્થાને જે પુરૂષને એમ જવરેખા હોય તે સુખી હોય બે હોય તે જગતમાં મશહૂર-પ્રસિદ્ધ થાય. અને ત્રણ જગમાલા હોય તો ખૂબ ધનવાન થાય. અથવા મહાન તપસ્વી થાય. જપમાળાનો આકાર માળાના જેવો હોય છે. (હસ્તરેખા સંબંધિવિશેષ માહિતી) ૧) મણિબંધથી પાંચ પ્રકારની ઊર્ધ્વરેખા કે જે આંગળીઓ અને અંગુઠા તરફ જાય છે તેની માહિતી આ પ્રમાણે – પહેલી ઊર્ધ્વરેખા જે મણિબંધથી નીકળીને અંગુઠાની નીચે જઈને મળે તેને સલ્તનત - રાજ્ય તરફથી ફાયદો થાય, બીજી ઊર્ધ્વરેખા જે મણિબંધથી નીકળીને તર્જની આંગળીની પાસે જઈને મળે તે રાજા અથવા દિવાન થાય, ત્રીજી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને મધ્યમા આંગળીની પાસે જઈને મળે તો તે સેનાનો અપ્સર થાય. અગર તે સંસાર છોડીને સાધુ બને તો તેને આચાર્યપદવી પ્રાપ્ત થાય. ચોથી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને અનામિકા આંગળી સુધી જઈ મળે તો દૌલતમંદ-ધનવાન થાય. અને પાંચમી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને કનિષ્ઠા આંગળી સુધી જઈ મળે તો તે આબરૂ અને હિમંતે બહાદૂર થાય. Lib topic 12.3# 19 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31