Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 18
________________ ૪૩) જેના હાથમાં ત્રિકોણનું ચિન્હ હોય તે જમીનદાર થાય અને જમીનથી ફાયદા પ્રાપ્ત કરે અને ગાય, બળદ વગેરે જનાવરો તેનું આગણું છોડતા નથી. ૪૪) જેના હાથમાં મુકુટનું ચિન્હ હોય તે રાજાધિરાજ થાય અથવા વિદ્વાન થાય. સહસ હજાર અવધાનના પ્રયોગ કરે અને સમસ્ત જગતને ધર્મનો ઉપદેશ કરે. ૪૫) જેના હાથમાં શ્રીવત્સનું નિશાન હોય તેના મનની ધારણાઓ પૂર્ણથતી રહે છે અને કદી કષ્ટ પ્રાપ્ત ન થાય. ૪૬) જેના હાથમાં યશરેખા અખંડ હોય, કોઈ પણ સ્થળે ટુટેલી ન હોય અને લાંબી હોય તો તે મનુષ્ય યશવાન બને, યશરેખાનું બીજું નામ પિતૃખા છે. યશરેખા જો ટુટી-ફૂટી અને ખંડીત થયેલી હોય તો તે મનુષ્યની આબરૂ ખંડિત થઈ જાય એટલે નાશ પામે છે. યશરેખા મણિબંધ (પોચી પહેરવાનું સ્થાન) થી નીકળીને અંગુઠાની નીચે અને તર્જની આંગળીના ઉપરના ભાગમાં એટલે એ બન્નેની વચ્ચે જઈને મળે છે. ૪૭) જેના હાથની ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને તર્જની આંગળી સુધી જઈ મળે તો તે પુરૂષ રાજા અથવા દિવાન થાય. ૪૮) જેના હાથમાં વિભાવરેખા અખંડ હોય – ટૂટેલી ન હોય અને લાંબી હોય તો તે મનુષ્ય પોતાના કુટુંબ પરિવારમાં નામી-આબરૂદાર થાય. વિભાવરેખાનું બીજું નામ માતૃરેખા છે. વિભાવરેખા હથેળીની મધ્યમાંથી નિકળીને અંગુઠાની નીચે અને તર્જની ઉપર યશરેખાને જઈને મળે છે. વિભાવરેખા સંધીની જગ્યાએ ન મળે તો તે મનુષ્યને સ્ત્રીનો વિયોગ થાય. અગર શ્રી મૌજૂદ વિધમાન હોય તોપણ પરદેશ રહેવાના કારણે અથવા કુસંપના કારણે સ્ત્રીનો મેળાપ બહુજ થોડો રહે. એવી જ રીતે સ્ત્રીઓની રેખા માટે પણ સમજવું. તેના પતિ સાથે તેનો મેળાપ બહુ અલ્પ બને છે. પુરૂષના હાથમાં અગર યશરેખા અને વિભાવરેખા સંધિની જગ્યાએ ન મળી હોય અને સ્ત્રીના હાથમાં મળેલી હોય તો સ્ત્રીનો પ્રેમ ઓછો અને પુરૂષનો પ્રેમ વધારે હશે એમ સમજવું સ્ત્રીની વિભવ રેખા તેને સૌભાગ્યની રેખા તરીકે ફળ આપે છે. ૪૯) આયુષ્યરેખા કનિષ્ટ-ટચલી આંગળીની નીચે આવેલી હથેળીમાંથી શરૂ થઈને તર્જની આંગળીના મૂળ સુધી જાય છે. એ આયુષ્યરેખા જેની અખંડિત હોય- ટુટેલી ન હોય અને ઠેઠ સુધી લાંબી હોય તો તે મનુષ્ય દીર્ષાયુ પ્રાપ્ત કરે છે. એટલે આજકાલના જમાનામાં તે એકસો વર્ષનું આયુષ્ય ભોગવે. એવી જ રીતે એ આયુષ્ય રેખા મધ્યમાં આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૭૫-પોણાસો વર્ષ અનામિકા આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૫૦ પચાસ વર્ષ અને કનિષ્ઠા આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૨૫ – પચ્ચીસ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. વર્તમાન સમયમાં મનુષ્યોનું આયુષ્ય વધારેમાં વધારે ૧૨૦ વર્ષનું જૈનશાસ્ત્રની દષ્ટિએ ગણી શકાય. એથી પણ વધારે આયુષ્યવાળા મનુષ્યો નજરે જોવામાં અથવા સાંભળવામાં આવે છે ખરા; પરંતુ એવા દાલખા કવચિત જ બનતા હોવાથી સામાન્ય ગણનામાં એની ગણતરી કરવામાં આવતી નથી. ૫૦) આયુષ્ય રેખા અને વિભાવરેખાની વચમાં જે ચોકડીઓનો આકાર નજરે પડે છે. તેને સંપતરેખા કહે છે. ઓછી વધતી ચોકડીઓના પ્રમાણ ઉપરથી ધનવાન પણું સમજી શકાય છે. એટલે જેટલી વધારે ચોકડીઓ તેટલો વધારે ધનવાન હોય એ સિવાય વિભવરેખા અને ઊર્ધ્વરેખા ઉપરથી પણ ધનવાનપણાની અટકળ કાઢી શકાય છે, પરંતુ દષ્ટા કુશળ-નિપુણ હોય તો જ તે અટકળ ખરી પડે છે. Lib topic 12.3 # 18 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31