Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 12
________________ જે મનુષ્ય સ્વર્ગની ગતિ ભોગવીને મનુષ્ય લોકમાં આવ્યો હોય તેને ગાન-તાનનો શોખ વિશેષ પ્રમાણમાં હોય છે. વાજિંત્રોમાં સૌથી શ્રેષ્ઠ વાદ્ય વીણા ગતાય છે. વીણામાં જે શક્તિ રહેલી છે તેવી બીજા વાજિંત્રોમાં નથી હોતી. ગવૈયા લોકો ગાવાનું જેટલું કામ ગળાથી કરે છે તેટલું કામ વાજિંત્રો વગાડવાવાળા વાજિંત્રોમાં નથી કરી શકતા. ગાવાની સાથે જે કંઈ કામ સારંગી કરે છેતેની તુલનામાં બીજાં વાજાઓ નથી આવી શકતા. બીન, સતાર, દીલરૂવા, તાઉસ, જલતરંગ વગેરે કોઈપણ સાજ, ગતઠેકો અને આલાપ આપી શકે છે; પરંતુ ગાયકના અવાજની આબેહુબ ભ્રાન્તિ તો સારંગીજ કરાવી શકે છે. વાજિંત્રોમાં એ શક્તિ રહેલી છે કે જેના વગાડવાથી લડાઈમાં નામદનપુંસકને પણ શૂર ચઢી જાય છે. વિવિધ પ્રકારના વાજીંત્રોના સૂરસાંભળવાથી શરીરમાં નવું જોસ ઉત્પન્ન થાય છે. I I રાગના છ પ્રકાર છે cia) | #Üçüütik, ÎĐÚX¢ã¢ã¢ cííxçiçəÚXCRTÝ21 ÅLÚXÇÜHH¢¢1 અર્થ - ઐરાવ રાગ, માલકોશ રાગ, દીપક રાગ, હિંડોલ રાગ, મલ્હાર રાગ અને શ્રી રાગ એમ મુખ્ય છ પ્રકારના રાગો છે. આગળના જમાનામાં એ ઉપરોક્ત રાગોમાં એવી શક્તિ હતી કે અગર બળદ જોડયા વગરની ઘાણીની સામે બેસીને ઉંચા પ્રકારનો ગવૈયો મધુર આલાપથી ભૈરવરાગ છેડતો – ગાતો કે તુરત જ એ બળદ વગરની ઘાણી સ્વયમેળ ફરવા લાગતી. એટલે ગવૈયાના મુખમાંથી ભૈરવરાગના ગાવાથી જે પરમાણુઓ નીકળતા તે ઘાણીને ફેરવવામાં સહાયભૂત થતા. જેમકે સારંગીની તરબું બરાબર મેળવી હોય તો ઉપરની તાંત ઉપર માત્ર ગજ ફેરવવાથી નીચેના તારો આપોઆપ થડકી ઉઠે છે અને અવાજ – સૂર નીકળવા માંડે છે. આગળના જમાનામાં પથ્થરની શિલા સામે બેસીને કોઈ ગાન કળાનો ઉત્સાદ સ્પષ્ટ રીતે માલકોશ રાગને છોડતો-ગાતો તે વખતે એ પાષાણની જાતિ પણ પીગળીને મીણ જેવી મુલાયમ બની જતી. તેવી જ રીતે પાંચ કે પચ્ચીસ દીપકો સળગાવ્યા વગરના (માત્ર દીવેટ અને તેલથી તૈયાર રાખેલા) તૈયાર કરીને તેની સામે બેસી દીપક રાગ કોઈ શ્રેષ્ઠ ગવૈયો છોડતો કે તત્કાળ એ તૈયાર કરેલા દીપકો બળવા લાગી જતા યાને માલકોશ રાગ ગાતી વખતે અને દીપક રાગ ગાતી વખતે ગાયકના મુખમાંથી તે તે રાગને અનુકૂળ જે પરમાણુઓ પાષાણને પીગળાવીને અને દીપકના પરમાણુઓ જ્યોત પ્રગટાવવાને સમર્થ નીવડતા હતા. એવી જ રીતે હીડોળ રાગ ગાઈને સ્થિર રહેલા હીંડોળ દૂર બેઠાં બેઠાં પણ ઝુલાવી શકતા હતા. મલ્હાર રાગ ગાવાથી કોઈ પણ ઋતુમાં કોઈ પણ સમયે વરસાદ લાવી શકાફ છે. જ્યારે શ્રી રાગ ગાવાનો ટાઈમ ભરાઈ ચૂક્યો હોય અને તે વખતે કોઈ ઉસ્તાદ ગાયક શ્રી રાગ ગાતો કે તત્કાળ તેની પાસે દોલત-ધનના ઢગલા થતા. અથવા રાજ્ય તરફથી તેને ઈનામના બદલામાં જમીન-ગરાસ મળતા. પરંતુ હાલના જમાનામાં એ પૂર્વોક્ત શક્તિ ધરાવનારા ઉસ્તાદ-ગાયકો રહ્યા નથી તેમ પૂર્વોક્ત રાગોમાં રહેલી દૈવી શક્તિઓ પણ રહી નથી. પણ જેવો જમાનો છે તેવા ગવૈયા રને રાગ હજુ પણ કોઈ કોઈ સ્થળે નજરે પડે છે. તીર્થકર દેવ સમવસરણમાં બેસી માલકોશ રાગમાં જ ધર્મોપદેશ દેતા હતા અને ઈંદ્રાદિ દેવો તેમના ગાવાના અવાજની સાથે સુરો મેળવી દીવ્ય સંગીત કરત હતા. જ્યાં તીર્થંકર પ્રભુ જેવા ગાવાવાળા અને ઈંદ્રાદિ દેવો જેવા સંગીત કરવાવાળા હોય ત્યાં પછી શી ઉણપ હોય? સર્પ અને નકુળ ઉંદર અને બિલાડી જેવા નિત્ય વૈરસ્વભાવી જીવો પણ પોતાના વૈરને ભૂલી જાય તેમાં આધૈય શું છે? Lib topic 12.3 # 12 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31