Book Title: Ashtang Nimitta ni Zalak Author(s): Jain University Publisher: Jain University View full book textPage 4
________________ સમસ્ત રાત્રિ પર્યત એક પછી એક સ્વપ્ર આવે તેને માલા સ્વા કહે છે. તે માલાસ્વપ્ર શારિરીક આધિ-વ્યાધિથી ઉત્પન્ન થયેલાં સ્વપ્ર તથા માલ-મૂત્રાદિની હાજતથી ઉત્પન્ન થયેલાં સ્વપ્ર બધાં નિરર્થક – નિષ્ફળ સમજવાં. ઈષ્ટ સુંદર સ્વ જોઈને જાગૃત થયા પછી પુન:સુવું નહીં. પણ જાગૃતજ રહી શ્રી જિનેશ્વર પ્રભુનાં સ્તવનસ્તુતિથી – ગુણગાન કરી શેષરાત્રિ વ્યતીત કરવી. જેથી પાછળથી આવનાર ખરાબ સ્વપ્ર દ્વારા પૂર્વમાં આવેલ ઈષ્ટ સ્વાના ફળનો નાશ થતો નથી. એવી જ રીતે કોઈ ખરાબ-અનિષ્ટ સ્વપ્ર જોઈને જાગ્ન થયા પછી રાત્રિ બાકી હોય તો વ્હેતર છે કે પુન:સુઈ જવું. પણ એ સ્વપ્ર કોઈપણ પ્રકારે કોઈને પણ કહેવું નહિ. સારાંશ એજ કે- પાછળ આવેલું સ્વપ્ર પૂર્વગત સ્વાના ફળનો વિનાશ કરે છે. એ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે. જે મનુષ્ય ધર્મમાં પ્રેમવાળો હોય, શુભ જિતેન્દ્રિય હોય, સ્થિર ચિત્તવાળો હોય, અને રહેમદિલ-દયાવાન હોય તેને આવેલું શુભ સ્વપ જરૂર ઈષ્ટફળને આપનારું થાય છે. શુભ અથવા અશુભ સ્વપ્ર આવ્યા પછી સવારે – પ્રાત:કાલે ઉઠી જિન પ્રતિમાના દર્શને જવું, અને ત્યાં રાત્રિએ આવેલ સ્વપ્ર વૃત્તાન્ત જિનેશ્વર સન્મુખ કહી દેવો. પરંતુ દર્શનાર્થ જતાં પહેલાં એટલું ધ્યાન રાખવું કે ખાલી હાથે જવું નહિ. પણ ફળ, નૈવેદ્ય, રૂપિયા, પૈસા કે સોના મહોર યથાશક્તિ પ્રમાણે લઈને જવું અને દર્શન કર્યા પછી જિનપ્રતિમાની સન્મુખ ઉભારહી કહેવું છે - “આજે રાત્રિના અમુક સ્વપ્ર મારા જોવામાં આવ્યું છે.' અથવા શહેરમાં કોઈ નિગ્રંથ મુનિ હાજર હોય તો તેમની પાસે જઈ વંદના નમસ્કાર કરી વિનય પૂર્વક બે હાથ જોડી રાત્રિ બંધી સંબંધી સ્વપ્ર વૃત્તાન્ત કહી દેવો. અને તેના ઉત્તરમાં જે ફરમાવે તેનો અમલ કરવો. કદાચ શહેરમાં જિનમંદિર અથવા નિગ્રંથ મુનિ નો યોગ ન હોય અને અષ્ટાંગ નિમિત્ત જાણનાર કોઈ કુશળ નિમિત્તજ્ઞ-નિમિત્તયાનો યોગ હોય તો તેની સન્મુખ જઈ આવેલ સ્વપ્ર વૃત્તાન્ત વિનયપૂર્વક કહેવો, અને તેનું ફળ પૂછવું. અહીં પણ ઉપરની વાત ખાસ ધ્યાન રાખવી કે નિમિત્તજ્ઞની પાસે પણ ખાલી હાથે જવું નહીં. શ્રીફળ, રૂપીયા અને શક્તિ હોય તો સૂવર્ણ મહોર લઈને જવું. પહેલાં તેમની પાસે ભેટ ધરી પછી સ્વપ્ર ફળ પૂછવું. કેટલાએક કંજુસ તો ઉપરોક્ત વિવેક ન જાળવતાં કહે છે કે – “એતો આપણા ઘરના પંડિતજી છેને? બિચારા સાવ નિર્લોભી છે. એમની પાસે દ્રવ્ય ભેટ કરવાની કંઈ જરૂર નથી.” પરંતુ એ કંજુસાઈ બિલકુલ અસ્થાને છે. માટે જરૂર શક્તિ મુજબ વધારે કંઈ નહિં તો શ્રીફળ સાથે રૂપાનાણું તો મુકવું જ જોઈએ. પ્રાચીનકાળમાં પૂર્વગત આમ્નાયને જાણનારા નિમિત્તજ્ઞો ભૂત,ભવિષ્ય અને વર્તમાનકાળની વાતો બહુ કુશળતા પૂર્વક કહી શકતા પરંતુ વર્તમાન સમયમાં એવા નિમિત્તજ્ઞોનો બહુધા અભાવ નજરે પડે છે. જેમ પૂર્વના સમયના ઉદાર દિલના ગૃહસ્થો વર્તમાન સમયમાં નથી રહ્યા તેમ પ્રાચીનકાળના જેવા નિમિત્તજ્ઞો પણ હવે નથી રહ્યા, મતલબ કે જમાનાનુસાર જે કંઈ થોડું - ઘણું છે તેનો ઉચિત લાભ લેવાને ચૂકવું નહીં. જો કોઈ માણસ સ્વપૂના હસ્તિ ઉપર આરૂઢ થઈ સમુદ્રમાં ચાલ્યો જાય તે થોડા જ દિવસોમાં સલતનત પ્રાપ્ત કરે અને રાજા બને, જે કોઈ મનુષ્ય હાથીપર સવાર થઈ નદી કિનારે ભાતનું ભોજન કરે તે અલ્પ દિવસોમાં અમલદારી પ્રાપ્ત કરે અને રાજા થાય, સ્વપ્રમાં જે કોઈ માણસ પોતાના બાહુવતી સમુદ્ર તરી જાય તે પણ થોડા જ સમયમાં રાજા થાય છે. Lib topic 12.3 #4 www.jainuniversity.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31