Book Title: Ashtang Nimitta ni Zalak
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 5
________________ સ્વપ્રમાં દેવ-ગુરૂ અથવા તીર્થભૂમિનાં દર્શન થવાં લાભદાયક હોઈને ધારણા સફળ થાય છે. યદ્યપિ પૂર્વે જોયેલી વસ્તુનું સ્વપ્ર ખોટું-નિષ્ફળ મનાય છે; તથાપિ દેવ, ગુરૂ ધર્મનું અને પૂર્વે જોયેલી તીર્થભૂમિનું સ્મરણ સ્વપ્રમાં થાય એ લાભદાયક છે. કોઈપણ મનુષ્ય સ્વપ્રમાં ફુલ-ગજરા ધારણ કરે અથવા તેના ઉપર પુષ્પની વૃષ્ટિ થાય તો જરૂર થોડા દિવસોમાં સંપત્તિ - દૌલત પ્રાપ્ત કરે. જે કોઈ મનુષ્ય સ્વપ્રમાં પાણીથી ભરેલ સરોવર, નદી, કુંડ યા સમુદ્ર જોવે તેને થોડા જ દિવસોમાં દૌલતસંપતિ સાંપડે છે. પરંતુ એ સ્વપ્ર પિત્ત પ્રકૃતિથી આવેલું ન હોવું જોઈએ. સ્વપ્રમાં આકાશમાં ઉડવું એ લાભદાયક છે. પરંતુ એ સ્વપ્ર વાયુ પ્રકૃતિથી ઉદ્ભવેલું હોય તો કશું પણ ફળ આપતું નથી. મતલબ કે પિત્ત પ્રકૃતિથી આવેલાં સ્વપ્રો નિષ્ફળ નિવડે છે. સ્વપ્રમાં સૂર્યોદયનું જોવું. ધૂમાડા વગરનો બળતો અગ્નિ જોવો, ગ્રહ-નક્ષત્રનું જોવું. જિનમંદિરના શિખર ઉપર અથવા રાજમહેલ ઉપર આરૂઢ થયેલ જોવું લાભદાયક છે. અને તેથી મનમાં ધારેલી ધારણા ફળીભૂત થાય છે. તેમજ સ્વપ્રમાં પોતાના શરીર ઉપર ચંદનનો લેપ કરવો, જવાહિરાતનાં ઘરેણાં પહેરવાં અથવા બીજાને શ્રૃંગાર સજેલો જોવો. લાભકારી છે. વળી કહ્યું છે કે; lucanicke cücise; He sać, 11 વાત અર્થ – સ્વપ્રમાં શણગારેલા હાથી ઘોડા દષ્ટિએ પઠવા, અથવા બીજી કોઈપણ ચીજ શણગારે નજરે પડે તો તે શુભ અને ફાયદો થાય છે સફેદ રંગનો બળદ જોવામાં આવે તો તે ઘણું જ શ્રેષ્ઠ મનાય છે, અને તેથી યશ-કીર્તિનો ફેલાવો થાય છે. ....... સ્વપ્રમાં જેના ઘોડા, રથ, ગાડી, આસન યા વજ્ર ચોર ઉઠાવી જાય તેનું માનભંગ થાય છે. જે મનુષ્ય કેસરીસિંહ, વ્યાઘ્ર, હાથીયા ઘોડા જોડેલા રથપર આરૂઢ થઈ મુસાફરી કરે તેને થોડા દિવસમાં સલતનતસામ્રાજય પ્રાપ્ત થાય. અને બીજા લાભો પણ મળે. જે મનુષ્ય ઘોડા પણ સવાર થઈ સફર કરે તેની ધારણા થોડા જ દિવસમાં પૂર્ણ થાય. સ્વપ્રમાં જે મનુષ્ય મોતીઓનો ભરેલો થાળ જોવે તેને લાભ થાય અને તે ધર્મની ઉન્નતિ કરશે, એમ સમજવું. સ્વપ્રમાં જે મનુષ્યને છત્ર ચામર નજરે પડે તેને રાજ્ય તરફથી ફાયદો થાય અને જ્ઞાતિ - જાતિમાં ઈજ્જત-આબરૂ વધે. કોઈ માંદો માણસ ચંદ્ર-સૂર્યનું સ્વપ્ર નિહાળે તો શુભ સમજવું. કારણ કે તેથી થોડા જ દિવસમાં તેની માંદગી નાશ પામે છે. સ્વપ્રમાં પોતાને ઘરે જલસો-ઉત્સવ થયેલો જોવે તો હર્ષદાયક લાભ થાય, સ્વપ્રમાં પોતાના ઉપર વિજળી પડેલી જોવે તો કેદ મળે, વીણા અને આરીસાનું દર્શન શુભ હોઈને થોડા દિવસમાં લાભ પ્રાપ્ત થાય. જેને સ્વપ્રમાં વીણાનું ઈનામ મળે તેને સી તરફથી ફાયદો થાય, અને જેને ધ્વજા-પતાકા ઈનામમાં મળે તેની ઈજ્જત-આબરૂ થોડા જ દિવસમાં વધવા માંડે અને સુખ-ચૈન ઉડાવે. Lib topic 12.3 # 5 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31