Book Title: Arshbhiyacharit Vijayollas tatha Siddhasahasra Namkosh
Author(s): Yashovijay
Publisher: Yashobharati Jain Prakashan Samiti
View full book text
________________ . [ 7] હતું અને જૈન ધર્મની એ મૂળભૂત ખાસીયત, આખરી થેય, કે અંતિમ લક્ષ્યનું સાતત્ય કવિઓએ કેવી રીતે જાળવી રાખ્યું? તે ઉપરાંત સૈકાવાર કાવ્યની રચના કઈ કઈ થઈ અને તેને લગતી જરૂરી બાબતેને યથાશક્તિ-યથામતિ રૂપરેખા આપવાની તીવ્રછા રાખેલી પણ વર્તમાનની શારીરિક માનસિક કે મસ્તિષ્કની પ્રતિકૂલ પરિસ્થિતિ અને અન્ય સાધનાક્રમ ચાલતું હોવાથી આજે એ બધું લખી શકાય તેવી સ્થિતિ નથી, અને તેથી તેને રંજ જરૂર છે. કમનસીબી એ છે કે બંને કૃતિઓ અપૂર્ણ મળી છે. આ કૃતિનું સાર્થમીર નામ વાચકોને અપરિચિત લાગશે. આવા નામની ખાસ પ્રસિદ્ધિ પણ કયાંય જોવા મળી નથી. સામાન્ય વાચકને વિચાર થઈ પડે કે આમીર એટલે શું હશે? વ્યાકરણના નિયમથી યમરા આર્ષીયમ્ રષભદેવ સંબંધી જે હોય તે આર્ષભીય અને આ ચરિત્ર છે. તેથી ઝષભનું જે ચરિત્ર તેને આર્ષભીય કહેવાય. પહેલા તીર્થકરનું માતા-પિતાએ પાડેલું સાન્વર્થક નામ ઋષભ હતું. ઋષભ ઇશ્વર બન્યા ત્યારે સહુના નાથ-સ્વામી બન્યા કહેવાય, પણ ઉચ્ચારની થેડીક અસરલતાના કારણે કે બીજા ગમે તે કારણે ઋષભનામને બદલે આદિ ભગવાન હેવાથી આદિનાથ-આદીશ્વર આ નામને ખૂબ જ પ્રસિદ્ધિ 1. કૃતિઓ કેમ અધૂરી રહી હશે? એ પ્રશ્નાર્થક જ રહેશે. 2. સાધના કરનાર તો આભ નામને ઉપયોગ કરવા લાભપ્રદ છે. 3. કલ્પસત્ર ગ્રન્થમાં ભગવાનને પાંચ વિશેષણોથી ઓળખાવ્યા છે. કલમ, રાણા, , પઢા