Book Title: Aptavani Shreni 14 Part 05
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ લાખ વર્ષે એક ફેરો આવું અક્રમ વિજ્ઞાન પ્રગટ થાય છે ! જે એક અવતારી બનાવે. એક અવતારમાં મોક્ષ થાય. અહીંથી જ મોક્ષ થઈ ગયેલો હોય. પેલો મોક્ષ તો થાય ત્યારે થાય, આપણને શી ઉતાવળા છે ? નબળાઈઓ જાય, ગૂંચવાડો ઊભો થાય નહીં અને સંસારમાં જીવન શાંતિમય, જનકરાજા જેવું જીવાય. અહીં જનક વિદેહી જેવી દશા થાય અથવા એના કરતા વધારે ઊંચી દશા થાય એની ! જનક વિદેહીને મહીં જરાક ગભરામણ થતી'તી ને, ત્યારે પાછા ગુરુ મહારાજ પાસે જવું પડતું'તું પૂછવા કે આમ કેમ થાય છે ? અને તમારે મને પૂછવા નહીં આવવું પડે પછી. દર્શન કરવા આવવાનું પણ પૂછવા નહીં આવવાનું કે આવું મને થાય છે. એ તો અમારે આ વાણી બોલ બોલ કરવાનું શાથી ? અમારા શબ્દોથી તમારા બધા રોગ નીકળી જાય મોટા. આ અક્રમ વિજ્ઞાનની વાણી એ આ બધો રોગ કાઢી નાખશે હડહડાટ ! આ અક્રમ વિજ્ઞાન બહુ લોકોને હેલ્પ કરે છે. વર્લ્ડની અજાયબી છે ! હજ તો હજારો વર્ષ પછી તો લોકો બહુ હાઈ લેવલ, સ્ટેજ ઉપર લઈ જશે આ વાતને. હજુ તો લોક સમજી શક્યા નથી આ વેલ્ડિંગ. અને આ અમારું વેલ્ડિંગ બહુ હાઈ ક્વૉલિટી છે. આ વેલ્ડિંગ જુદી જાતનું છે. એક શબ્દથી તો કેટલાય રોગ નીકળી જાય પેલા સામા. માણસના, એવું વેલ્ડિંગ ! પ્રશ્નકર્તા અને બધાને સમજાય એવી, સરળ ને સાદી ભાષામાં. દાદાશ્રી : હા, સાદી ભાષામાં. એ ભાષા પર કાબૂ નથી. ભાષા ઉપર આધાર રાખતું નથી. વેલ્ડિંગ બહુ ઊંચું અને આ હૃદયગમાં વાણી, તો રાગે પડી જાય. હં, વાણી સરસ હોય, વર્તન સરસ હોય, વિનય સરસ હોય ત્યારે રસ આવે. આ “આપ્તવાણી' તો બધાને ભાવશે. ભલભલા મરછરાયેલા માણસ હશે તેના મચ્છરા ઊડી જશે. પ્રશ્નકર્તા : હા, આ નવમી આપ્તવાણી વાંચ્યા પછીથી એ વધારે ખ્યાલ આવ્યો.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 518