________________
શુદ્ધિ, અંતઃકરણની
૫૧
૫૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મજા આવે. અંતઃકરણ ડખલ કરે છે ને, એ ડખલ બંધ થઈ જાય. પછી ઘેનમાં ને ઘેનમાં દહાડા કાઢે. તને ઘેન ચઢેલું કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : ખોરાક ખાઈએ એનું ઘેન ચઢેલું છે. બાકી નશોબશો નથી કર્યો કશો.
દાદાશ્રી : ખોરાક ખાઈએ એટલાનું જ ઘેન ચઢે કે આ જાણેલાનુંય ઘેન ચઢે ? કંઈ જાણું હોય તો એનું ઘેન ચઢે ખરું ?
પ્રશ્નકર્તા : ખબર નહીં. મન ઠરી જાય, બુદ્ધિ કામ ના કરે, ચિત્ત ક્યાંય ભટકે નહીં, અહંકાર ઉછળે નહીં એવી અવસ્થા આવે
ખરી ?
શું કારણ ? બુદ્ધિનો બળાપો પજવે. એ ધીમે ધીમે રોજ બોલતા બોલતા નીકળી જાય. પોતાના મનમાં ઇચ્છા થાય ને કે હારુ આ બધાંને આવું થાય છે ને મને કેમ આવું થતું નથી ? એટલે પેલી બુદ્ધિ નીકળવા માંડે અને બુદ્ધિ પેઠી હતી કેવી રીતે ? લોકોએ એન્કરેજ કરી ત્યારે પેઠી. કશું કામ ઊકહ્યું એટલે આપણે એમ જાણીએ કે બુદ્ધિ આપણને સરસ સાચવે છે એટલે પેઠી. અહીં બુદ્ધિ હોય નહીં એટલે નીકળવા માંડે. - અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. આ બધી અંતઃકરણની અશુદ્ધતા થઈ છે, તેથી આ સંસાર ઊભો થયો છે. અને તે અંતઃકરણની શુદ્ધતાથી મોક્ષમાર્ગ મળી જાય છે. એટલે મૂળ કરવાની છે અંતઃકરણની શુદ્ધિ. ને અંત:કરણમાંય કોની ? ત્યારે કહે, ચિત્તની. ચિત્ત અશુદ્ધ થઈ ગયું છે; તે ચિત્તની શુદ્ધિ કરવાની છે, બસ ! સમજમાં આવેને ? પૂછો, પૂછો, પૂછવામાં વાંધો નથી. મારા શબ્દો ઉપર પૂછાય.
બહુ ફેર, બેઉ શાંતિમાં.. પ્રશ્નકર્તા : અંતરશાંતિ અને આત્મશાંતિમાં શું ફેર ?
દાદાશ્રી : બહુ ફેર, આત્મશાંતિમાં નિરાકુળતા લાગે. આત્માને તો શાંતિ જ ના હોય ને, આત્માને તો આનંદ જ હોય. શાંતિ બધી મનની હોય. ખૂટે નહીં એવો આનંદ હોય આત્માનો !
પ્રશ્નકર્તા : અંતરશાંતિમાં અંતઃકરણ કામ જ ના કરતું હોય ? બંધ થઈ ગયું હોય ? - દાદાશ્રી : એ બંધ થાય નહીં. પણ એને પોતાને સમજાય નહીં એટલે પછી બંધ એમ કહે. અંતઃકરણ તો બંધ કોઈનુંય થાય નહીં. નશો કર્યો હોય ત્યારે બંધ થાય અગર તો પેલું ડૉક્ટર આપે છે ને ? શું ?
પ્રશ્નકર્તા : એનેસ્થેશિયા.
દાદાશ્રી : હા, તો બંધ થાય. ગાંજાની ચલમ ચઢાવે તે ઘડીએ અંતઃકરણ બંધ થઈ જાય. નશો અંતઃકરણને બંધ કરી દે. એટલે પછી
દાદાશ્રી : અંતઃકરણ બંધ થાય નહીં. એ ચારમાંથી એક તો ચાલતું જ હોય. ચિત્ત ભટકતું ના હોય તો મન મહીં ચાલતું જ હોય. મન ના ચાલતું હોય તો બુદ્ધિ અવળ-સવળ કર્યા કરે, નહીં તો અહંકાર ! પણ એ બધું ઘેનમાં બંધ થઈ જાય. ઘેન એવી ચીજ છે કે બંધ કરાવે. મહીં ચાલુ હોય તો પણ ઘેનને લીધે ખબર ના પડે. એટલે બંધ થાય એમ આપણે કહીએ, એ તો બંધ થતું જ નથી. શ્વાસ લે એની સાથે મન ચાલુ જ હોય. શ્વાસ બંધ કરે એટલો વખત મન સ્થિર થાય.
પ્રશ્નકર્તા : ના, એમ નહીં. આ શ્વાસ બંધ કરે ત્યારે મન બંધ થાય એમ આપે કહ્યું પણ તે ઘડીએ બીજું તો ચાલુ રહી શકે ને ?
દાદાશ્રી : હા, અહંકાર તે ઘડીએ પાછો સ્થિર કરવામાં મંડ્યો હોય !
પ્રશ્નકર્તા : હમણાંના સંતો અંતઃકરણની સ્થિરતા માટે નામસ્મરણ ઉપર કેમ બહુ ભાર દે છે ?
દાદાશ્રી : નામસ્મરણ તે, હમણાં બીજો કોઈ ઉપાય નથી. આટલી બળતરામાં કંઈક નામસ્મરણ કરે ને, તો કંઈક શાંતિ, કંઈક ઠંડક રહે. કારણ કે નામસ્મરણ કરે તે વખતે મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું ટાઢું રહે અને અંદર શક્તિ આવે.