Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 282
________________ પ૦૬ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) એટલે જેટલો આપણને લાભ માટે એવો ટાઈમ હોય, એ ટાઈમને વગર કામનો વેડફો નહીં. આ ઓફિસમાં હો ત્યારે અહીં શી રીતે આવો તમે ? ઓફિસમાં બંધાયેલા છો. પણ એ કામ પૂરું થયા પછી ટાઈમ વેડફો નહીં, એવું કહેવા માંગીએ છીએ. એ તો જ્ઞાનીઓએ મન વશ કરેલાં હોય, ચિત્તને વશ કરેલું હોય. ચિત્ત તે કેવું કે સાપ જેમ મોરલી સાંભળે, એવું અમારું ચિત્ત થયેલું હોય, મન વશ થયેલું હોય. અહંકાર તો દેવલોકો પણ દર્શન કરે એવો હોય. નિર્વશ અહંકાર, જે અહંકારનો વંશ રહ્યો નથી. એવી દશા તમારે કરવાની. અમારી માનેલી વસ્તુ કોઈ હોય નહીં. અમારે મન વશ થઈ ગયેલું હોય. અમારું મન કશું બોલે જ નહીં. અમને હમણાં ધોલો મારેને તોય કશું નહીં, આશીર્વાદ આપીએ. કોઈ ગાળો ભાંડ તોય આશીર્વાદ આપીએ. જેલમાં ઘાલે તોય આશીર્વાદ આપીએ, પોલિસવાળાને. પોલિસવાળાને શું કહીએ ? ઘેર તો મારે બારણું વાસવું પડતું હતું. આ તમે જાતે વાસી આપશો. છે કશી ભાંજગડ ? બોમ્બ પડે તોય પેટમાં પાણી ના હાલે એવી શક્તિ ઉત્પન્ન થવી જોઈએ. આ તો ફટાકા મારે આમ આમભય, ભય, ભય. આ તો જીવન જ કેમ કહેવાય ? તમારે નિર્ભય થવું છે કે નથી થવું ? નિરંતર ભય ના થાય એવું રહેવું છે ને? મત વશીક્રણ, મહાવીરતી રીતે.. પ્રશ્નકર્તા : અમારે સામાનું મન વશ કેવી રીતે વર્તાવવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરશો તેનાથી થશે. જ્યારે તમારું મન તમને સંપૂર્ણ વશ વર્તશે, ત્યારે સામાનું મન તમને વશ વર્તશે. શાસ્ત્રકારો શું કહે છે ? આખા જગતને વશ કરવું સહેલું છે પણ મનને વશ કરવું અઘરું છે. જગત તો લશ્કરનાં જોરેય વશ થઈ શકે પણ મન વશ કરવું એ અઘરું છે. તમે સાચા રસ્તે ચઢ્યા હોય ને તો બધાય સંજોગો સારા આવતા જાય. રસ્તો ઊંધો હોય તો બધા જ સંજોગો ધીમે ધીમે વિક્ટ થતા જાય. વિજ્ઞાન, મન વશનું ! પ09 પછી સંઘર્ષ કરી કરીને જીવો એનો શો અર્થ ? મનથી જ મનુષ્યો બંધાયેલાં છે. એમાં મન વશ કર્યા સિવાય આ દુનિયામાં કોઈ માણસ તરી શકે નહીં. પ્રશ્નકર્તા : મનને વશ નથી કરવું પડ્યું, પણ જ્ઞાન થતાં મન વશ થઈ જાય છે ? દાદાશ્રી : હા, એટલે જ્ઞાન, મન વશ પરિણામો આપે. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે ભઈ, અમે આ પાણી રેડીએ છીએ પણ આ તો બધું આમ ફેલાઈ જાય છે. આપણે ચા પીવા માટે રહેશે શું ? આમ ઉપરથી પાણી પડતું હોય તો નીચે પડે તો બધું ફેલાઈ જાય. એમાં આપણે શું રહે ? એક ઘડો લાવો, તો રહેશે. ઘડો લાવીને ધરીએ તો રહે કે ના રહે ? તે એ પાણી ઘડાથી બંધાય. કોઈ કહે, ‘મનને શી રીતે બાંધવું ?” ત્યારે કહે, ‘જ્ઞાનથી બંધાય. બીજી કોઈ એવી ચીજ નથી કે આ મન બંધાય. ઊલટો મનનો બાંધેલો તું. તારે મનને બાંધવું હોય તો તું જ્ઞાની થા. તે મન વશ પરિણામો હોય પછી.' પ્રશ્નકર્તા : અમે જ્ઞાન લીધું પછી રાગે પડ્યું. દાદાશ્રી : પછી રાગે પડ્યું. હવે મન વશ થયું. એટલે બધા શાસ્ત્રકારોએ કહ્યું કે જેણે મનને વશ કર્યું એટલે તે જગતને જીતી ગયો. આખા જગતમાં એને હારવાને કોઈ સ્થાન જ ના રહ્યું. કારણ કે મન હારે ત્યાં સુધી આ જગતથી હારે. જેનું મન હારે જ નહીં, એને જગતથી હારવાનું જ ક્યાં રહ્યું ? હાઈ પોસ્ટ, અક્રમતા મહાત્માઓતી ! કેવડી મોટી હાઈ પોસ્ટ ઉપર છીએ ! પણ હવે પોસ્ટની સમજણ ના પડે અને ચા મોળી મોળી કરે પછી શું થાય ? ખોટું દેખાય ને? પેલી આ પહેલાંની આદતો ખરી ને ! તે આદત યાદ આવે. હાઈ પોસ્ટને ! જે પોસ્ટ મોટા મોટા મુનિઓ, સંતો, જ્ઞાનીઓય નથી પામ્યા એ પદ, એ પોસ્ટ છે આ !

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287