________________
પ૦૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : જ્ઞાનીઓ નથી પામ્યા એમ આપ કેમ કહો છો ?
દાદાશ્રી : એનું કારણ એ, ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો, એવું છે ને, જ્ઞાનીઓ આપણે કોને કહીએ છીએ ? ક્રમિક માર્ગમાં જે જ્ઞાનીઓ થાય એ બધા જ્ઞાનીઓ, પછી એકાવન ટકા થાય ત્યારથી જ્ઞાની કહેવાય. ઓગણપચાસ ટકા હોય તો નહીં. આ શહેરમાં હોય છે ને, એકાવન ટકા ને ઓગણપચાસ ટકા એવું હોય છે ને ? એકાવન ટકા એટલે વોટ ને ઓગણપચાસ ટકાને નહીં, એવી રીતે આમાં ઓગણપચાસથી એકાવન ઉપર આવી ગયો એટલે પોતાનો વોટ થયો એટલે જ્ઞાની કહેવાયો. બધું રાજ ચાલ્યા કરે, પણ વોટ પોતાનો, અધિકાર પોતાનો, એટલે ત્યારથી એ જ્ઞાની થયો કહેવાય.
હવે જ્ઞાની થયો એટલે પોતે આગળ ભણતો જાય બાવનનું અને પાછળ ઓગણપચાસવાળાને શીખવાડતા જાય. આગળ ભણતા જાય અને પાછળ શીખવાડતા જાય. અને ચાર જ શિષ્યો હોય, વધુ ના હોય. બીજા તો દર્શન કરી જાય એટલું જ, પણ ખાસ તો શિષ્યો તો બે-ચાર જ હોય. અને શાસ્ત્રકારોએ લખ્યું છે ને, ક્રમિક માર્ગના જ્ઞાનીઓને ત્રણથી વધારે, ચાર થયા નથી ને કોઈ ફેરો ચાર થાય તો ચારથી તો વધારે શિષ્ય હોય જ નહીં. તે આ ચાર શિષ્યોને બુઝાવે એ. પણ તે શિષ્યો આવે તોય જ્ઞાની છે તે કાલે આપ્યું હોય બધું કે આટલું આટલું કરી લાવજો, તે મહીં કોઈ શિષ્ય જરા એવો ઢીલો હોય તો એનાથી ના થાય. તે મુંઝાયા કરતો હોય કે, હું સાહેબ, આજ બહુ કડક થઈ જશે. આજ લાલ આંખ કાઢશે. અને સાહેબેય છે તે જ્યારે એને પૂછે ને, તે સાહેબની આંખેય લાલ થઈ જાય. આ ઉપાધિ જ ને વળી ! આંખ લાલ કરે નહીં, લાલ થઈ જાય. આંખ લાલ કરેલી થાય નહીં પણ થઈ જાય. આંખ લાલ એટલે પછી આ ભાંજગડ ઠેઠ સુધી ચાલે છે. પણ જેટલું એકાવન કર્યું કે પચાસ કર્યું તે બધું ક્લીયર. અને તમારું ક્લીયર કશુંય નહીં અને ફાવ્યા બધુંય. આ તો અક્રમ ને ! ઠંડતા-ચાલતા લિફટમાં બેસી ગયા. પેલું ચોખ્ખું કરી કરીને ચાલેલા. ક્રમિક એટલે ચોખ્ખું કરીને આગળ ચાલો. એટલે એકાવન, બાવન,
વિજ્ઞાન, મન વશનું !
૫૦૯ ત્રેપન, ચોપન... ત્યારે સાઠ ટકાનો જ્ઞાની હોય ત્યાં આગળ પંચાવન ટકાનો જ્ઞાની અહીં આવ્યો હોય તો કોઈ કહેશે, “સાહેબ, ત્યાં આવશો તમે ? તો કહેશે, “અમારાથી ત્યાં ના અવાય.” શું કારણ ? પેલાં પંચાવન ટકા. કોઈ પાંસઠ ટકાના જ્ઞાની આવે તો કહેશે, ‘હા, ત્યાં જઈશ.’ પણ પાંસઠ ટકાવાળાને કહીએ કે, ‘ભઈ, અહીં ૬૦ ટકાવાળા જ્ઞાની છે ત્યાં આવશો ?” “ના, અમારાથી ના અવાય’ કહેશે. અને આપણે તો બધા ગમે ત્યાં જઈએ. જેનાં ટકા પૂરા થઈ ગયાં એ બધે જવાની છૂટ. પેલાં તો લાઈનમાં ઊભા રહેલા.
સમજાય એવી વાત છે આ ? પ્રશ્નકર્તા : હાજી, સમજાય છે.
દાદાશ્રી : ઠેઠ સુધી, સો થતાં સુધી. સોમાં જાય ને ત્યારે મન વશ થઈ ગયું હોય. ત્યારે એ અવતારમાં મોક્ષ થઈ જાય. હવે એમાં મન વશ થઈ ગયેલું પછી જોયું શું એમણે ? ચા પીવે છે તે ઘડીએ શું થાય છે ને શું નહીં ? કારણ કે એ તો ઓછું કરતાં કરતાં જ હૈડેલા ને ! કોઈ દહાડો સારી રીતે ચા પીધેલી ના હોય. રામ તારી માયા ! એ છેલ્લા અવતારમાં સારી રીતે પીએ મોજથી. અને તમે તો અત્યારે ત્યાં ‘એમ્બેસેડર’માં જઈનેય પીઓ તોય તમારું જ્ઞાન ના જતું રહે. એ લોકો સારી રીતે ચા-પાણી, જમ્યા કર્યા ના હોય. કૃપાળુદેવ કરતા'તા એવું ! સારી થાળી મળે, તે બીજાને આપી દે. માર્ગ જ એવો છે ત્યાં શું થાય ?
તમે કેવા પુણ્યશાળી પાક્યા હશો કે આવો માર્ગ નીકળ્યો ! આ માર્ગનો કંઈ મને લાભ મળ્યો નથી. લાભ તો તમને મળ્યો. હું તો પેલે માર્ગે જ પાસ થયેલો છું. પણ પુણ્યશાળી જોવા મને મળ્યા, કે આવાય પુણ્યશાળી દુનિયામાં છે. તે મોટાં મોટાં કારખાનાં કરતાં કરતાં આત્મજ્ઞાન લઈ બેઠા. એ જોવા મળ્યા મને ! અને મારે તો ભાવના હતી કે આવું જ્ઞાન પામો ને અક્રમ તેથી ઉદય આવ્યું છે ને !
એવું છે ને, મનને બાંધવાનો રસ્તો આ જગતમાં કોઈ છે જ