Book Title: Aptavani 10 P Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ આપ્તવાણી એટલે જીવંત પ્રસારણ 8) પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતી વખતે ઘણા લોકોને અનુભૂતિ થાય છે, એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ઉપસ્થિતિને કારણે છે કે આપના ગયા પછી પણ એ પ્રમાણે અનુભૂતિ રહેવાની ? દાદાશ્રી : એ અનુભૂતિ પછી પણ રહેશે જ. કારણ કે પેલાં જે જ્ઞાન હતા એ ક્રમિક જ્ઞાનમાં ચેતન ના હોય. અને આ વિજ્ઞાન : છે. એટલે ચેતનવાળું હોય એટલે અનુભૂતિવાળા હોય. એટલે આ પુસ્તક વાંચે, તે એને દાદા આમ દેખાય, બીજું બધું દેખાય, દાદા બોલતા સંભળાય. પછી એને અનુભૂતિ થાય. પ્રશ્નકર્તા : જ્ઞાન નથી લીધું હોતું એમને પણ આપ્તવાણી વાંચીને એવો અનુભવ થાય છે. દાદાશ્રી : હા, તોય એને અનુભવ થાય છે. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે. વિજ્ઞાન સંપૂર્ણ છે, ફુલ સ્ટોપ છે. અને પેલું ક્રમિકનું એ જ્ઞાન છે, વિજ્ઞાન નથી. એટલે અનુભવ ના થાય. એ જ્ઞાન કરવું પડે આપણે. અને આ અક્રમ એ સમજવું પડે. પુસ્તક સમજી જાય તો એને અનુભવ ઉત્પન્ન થઈ જાય. આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.’ ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 114 11 ૧૦ - આપ્તવાણી શ્રેણી-૧૦ (પૂર્વાર્ધ) (પૂર્વાર્ધ) SHI GIFTSPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 287