Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ જ દોરે છે. એમને અહંકાર જ ના હોય. ફોરેનના લોકોનેય જૂજ આપણે ત્યાં તો સાત પેઢીનો અહંકાર અહંકાર, સાહજિક અહંકાર હોય. ને સાત પેઢીનો લોભ હોય ! મનુષ્યમાંય ચૌદ લાખ થર હોય, વિકાસના આધારે. આફ્રિકનથી વિકાસની શરૂઆત થાય તે ઠેઠ ભારતના માનવ સુધી. તેથી કર્મ બંધાય ભારતના જ માનવોને. બીજા બધાનું અંતઃકરણ લિમિટેડ ડેવલપ્ડ હોય છે. નાના બાળકને અંતઃકરણ ખરું પણ દેહ નાનો એટલે અંતઃકરણ પૂરું કાર્ય કરી ના શકે. હજુ એ ચાલુ જ નથી થયું. પછી જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ આવરણ ખુલતાં જાય ને કાર્ય થતું જાય બધાંનું. સંપૂર્ણ આવરણમુક્ત પુરુષ એટલે મુક્તપુરુષ, તે બીજાને આવરણ મુક્ત કરાવી શકે. (૧.૬) અંતઃકરણ તેવું બાહ્યકરણ ! અંતઃકરણમાં પ્રથમ નેગેટિવ ફોટો પડે પછી પોઝિટિવ થાય એટલે કે બાહ્યકરણમાં આવે. ઊલટી થવાની થાય ત્યારે પહેલાં અંતઃકરણમાં ખબર પડી જાય ને પછી બાહ્યકરણમાં આવે. અંતઃકરણનો ગોળો જોતાં આવડે, તેને બહાર રૂપકમાં આવતાં પહેલાં બધી જ ખબર પડી જાય. કેટલાકને ભવિષ્યનું દેખાય, તે અંતઃકરણની નિર્મળતાને આધીન છે. એમાં આત્મજ્ઞાનની જરૂર નથી. ભારે અંત:કરણવાળો રૂમમાં પેસતાં જ સામા પર અસર પહોંચાડે તેની. તેમજ શુદ્ધ અંતઃકરણવાળાની પણ પહોંચે. યોગમાર્ગની લબ્ધિઓમાં તો અહીં બેઠાં બેઠાં બીજી રૂમનું આરપાર જોઈ શકે ? પણ એ બધી આડગલીઓ છે ! અંતઃકરણની અશુદ્ધિથી ખડો સંસાર, અંતઃકરણની શુદ્ધિથી વિરમે સંસાર. અંતઃકરણમાં ચિત્ત મુખ્યતઃ જ્ઞાનીના સંગમાં સહેજે ચિત્તશુદ્ધિ સધાય. 13 (૧.૭) શુદ્ધિ, અંતઃકરણતી ! ફેર છે, અંતરશાંતિ ને આત્મશાંતિમાં. આત્મશાંતિમાં વર્તે નિરાકુળતા જ ને અંતરશાંતિ તો મનની હોય. અંતરશાંતિમાં અંતઃકરણ બંધ ના થાય, નશામાં અંતઃકરણ બંધ થાય. શ્વાસ લે ત્યારે ચાલુ ને શ્વાસ બંધ કરે ત્યારે બંધ, અહંકાર માત્ર પડ્યો હોય શ્વાસ બંધ કરવામાં. થાય નામસ્મરણમાં અંતઃકરણનું શીતલીકરણ, તેથી ગાયો સંતોએ મહિમા, નામસ્મરણનો. અંતઃપ્રેરણા આપણા ધ્યેયને અનુરૂપ હોય તો અનુસરવું. ધ્યેય વિરુદ્ધ હોય તો ત્યજી દેવું. ‘જીવ બળે છે' એટલે એમાં આખુંય અંતઃકરણ સમાય. અંતઃકરણનો માલિક જીવ ને પોતે જ જીવસ્વરૂપ. (૧.૮) અંતઃકરણ સામે જાગૃતિ ! ખાનારો ખાય ને જાણનારો જાણે. અજ્ઞાન દશામાંય જાણે કે શું શું ખાધું, તે બુદ્ધિ. જ્ઞાનદશામાં આ બુદ્ધિએ જાણ્યું, એમ જાણનાર આત્મા. અજ્ઞાન દશામાંય ઈન્દ્રિયજ્ઞાનથી આંખો જુએ. બુદ્ધિ જાણે કે આંખે શું જોયું ને અહંકાર બુદ્ધિની વાતને સ્વીકારે. પ્રજ્ઞા એ બધાંનેય જાણે, આંખે શું જોયું તે, બુદ્ધિએ શું જોયું તે બધુંય ! અહંકાર માત્ર અહંકાર જ કરે છે કે મેં ખાધું ! ચિત્ત આમાં પકડી લે સ્વાદને કે સારો કે ખરાબ. સારું હોય તો ચિત્ત ચોંટી જાય. નજર લાગે છે ચિત્તની, મનની નહીં ! બહુ ચિત્ત ચોંટી ગયું હોય, તેનાં સ્વપ્નાં હઉ આવે. દાદાનાં આવે છે ને ? જ્ઞાયક જ્ઞેય રૂપે થાય શી રીતે ? જે તન્મયાકાર થઈ જાય છે તે જ્ઞેય છે. અંતઃકરણ આખુંય છે જ્ઞેય સ્વરૂપે, એકવાર જ્ઞેય-જ્ઞાયક જુદા પડ્યા પછી ફરી પાછા ક્યારેય એક ના થાય. માત્ર ઊંધું માની લેવાય છે કે એક થઈ ગયા. જપ કરનારી વાણી, વિચાર કરનારું મન ને બુદ્ધિની આંખે 14

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 287