Book Title: Aptavani 10 P Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ જોનારો આંધળો અહંકાર ! આમાં મૂળ આત્મા વાળ જેટલોય વપરાતો નથી. જ્ઞાનીનું મન, અંતઃકરણ બધું બહુ સુંદર હોય. બેઠક એમની બહુ ઊંચી ને ! એમની હાજરીમાં આપણું મન સુંદર રહે તો એમનું તો કેવું રહેતું હશે ! જ્ઞાનીનું અંતઃકરણ ને આત્મા બેઉ સંપૂર્ણ છૂટા પડી ગયા હોય. તેથી તેમનું અંતઃકરણ સ્વાભાવિકપણે કાર્ય કર્યા કરે. મહીં ડખોડખલ બંધ થઈ, જે ઉત્તમ ને લોકોપયોગી કાર્ય અંતઃકરણનું થાય. ત્યારે જ લોકો એમને ભગવાન તરીકે સ્વીકારે. પોતાનું તો કલ્યાણ થઈ ગયું, હવે પારકા માટે જિંદગી કાઢો. અંતઃકરણની ગોઠવણી એવી કરો કે આ જિંદગાની લેખે લાગે. ખંડ-૨ મતતું વિજ્ઞાત (૨.૧) મત, શાંતિતી વાટે ધાર્મિક પ્રવૃતિમાં મન સ્થિર રહે છે ? ના રહેતું હોય તો મોટેથી મંત્રો, જપ બોલવા, બાંગ પોકારે ત્યારે મહીં બધું ચૂપ. ભગવાનની ભક્તિ કરે પણ ભગવાનને ઓળખ્યા ? ગમે તે ભગવાનની ભક્તિ કરે, પણ પહોંચે છે છેવટે તો માંહ્યલા ભગવાનને જ. તો માંહ્યલા શુદ્ધાત્મા ભગવાનને જ ડાયરેક્ટ કેમ ના ભજીએ ? આ દલાલી આપવાની શા માટે ? “હે શુદ્ધાત્મા ભગવાન' કરીને માંહ્યલા ભગવાન જોડે વાતો કરાય અગર તો પ્રત્યક્ષ ‘જ્ઞાની’ મળે તો તેની પાસે માંહ્યલા ભગવાનનું નિરંતરનું અનુસંધાન કરાવી લેવાય. મનને ખીલે બાંધવાના જાતજાતના પ્રયત્નો લોક કરે, અધોગતિના તેમજ ઉર્ધ્વગતિના. પણ મન અસ્થિર કોણે કર્યું ? આપણે જ. શાથી એમ થયું ? હિતાહિતનું ભાન નહીં રહેવાથી મનનો દુરુપયોગ થયો 15 ને મન ડિકંટ્રોલ્ડ (બેકાબૂ) થઈ ગયું. હિતાહિતનું ભાન થાય એવું જ્ઞાન મળ્યું. મન સ્થિર થાય. જેને જ્ઞાનીની કૃપા પ્રાપ્ત થઈ હોય તે તો મનની છેટા રહે એટલે એ થઈ જાય સ્થિર. મન સ્થિર થાય ત્યાંથી ગાડી આધ્યાત્મિકના પાટે ચડી કહેવાય. ત્યાં સુધી નહીં. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી તો મન વશ જ થઈ જાય, ચિંતા-ઉપાધિ તો નહીં પણ સમાધિ વર્તે. એકાગ્રતા કેમ કરવી છે ? શું વ્યગ્રતાનો રોગ થયો છે ? ખરી એકાગ્રતા તો કોને કહેવાય ? પોલીસવાળો આવ્યો હોય કે વાઘ પાછળ પડ્યો હોય તોય એકાગ્રતા ન તૂટે તેને. એકાગ્રતા નથી રહેતી તે મન લપટું પડ્યું છે કે ‘પોતે’ લપટો પડ્યો છે ? દસ હજાર રૂપિયાની સો-સોની નોટો ગણતા હોઈએ ત્યારે એકાગ્રતા રહે છે કે નહીં ? ત્યાં કેમ રહે છે ને ભક્તિમાં નથી રહેતી ? કારણ કે પૈસામાં પ્રીતિ છે, પ્રભુમાં પ્રીતિ નથી. પ્રભુમાં પ્રીતિ કરાવે જ્ઞાની. ડ્રાઈવીંગ વખતે એકાગ્રતા કેવી સુંદર રહે ? હિન્દુ ધર્મના ડ્રાઈવ ખોટા નથી. ગાઈડ ખોટા મળ્યા, તેથી શાંતિ મળતી નથી એમાં. આજકાલ જ્યાં જુઓ તો માનસિક અશાંતિનાં દર્દો ફાટી નીકળ્યાં છે. અશાંતિ જોડે ફ્રેન્ડશીપ (મિત્રતા) કરે છે, તે રાત્રે બાર વાગ્યા સુધી પથારીમાં જોડે લઈને સૂઈ રહે. અલ્યા, દુશ્મનને તો ઓળખ. મનની શાંતિ ખપે કે પરમાનંદ ? ગરીબો મનની શાંતિ ખોળે ને અમીરો અશાંતિની પાછળ દોડે. અશાંતિ આવે ત્યારે જ સંસારનો રાગ છૂટે. અને પરમાનંદ તો આત્મજ્ઞાન પછી મળે. અનંત અવતાર રઝળ્યા, હજી થાક લાગ્યો છે કે નહીં ? થાક્યા હોય તો જ જ્ઞાનીની શોધ શરૂ થાય. મન ચંચળ છે, એને અચળ કરવું 16Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 287