Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ એ છે મોટો ગુનો. મન ચંચળ તો (પ્રતિષ્ઠિત) આત્મા ચંચળ. મન ચંચળ છે, તો શરીરમાં શું ચંચળ નથી ? જેને આત્મા મનાય છે તેય મિકેનિકલ આત્માને મનાય છે તેય છે ચંચળ. તેથી કોઈ ચંચળ મનને અચળ કરી શકે જ નહીં. મન નિશ્ચલ બનાવે, શૂન્ય બનાવે ને પછી થઈ જાય બાપજી તડબૂચા જેવા. મન બંધ એટલે બાપજી પાસે બેસવાથી શાંતિ થાય પણ મોક્ષ ના મળે. મોક્ષે જવા તો મન જોઈશે. તીર્થંકરોનું મન કેવું હોય ? વિચારો સમયે સમયે આવે ને સલામ કરીને ચાલ્યા જાય. કોઈ એક સમયથી વધુ ટકે નહી પણ વિચારો બંધ ના હોય ને આ તડબૂચાંને તો વિચારબંધ જ થઈ ગયા હોય. તડબૂચાંના મુખ પર હાસ્ય જ જોવા ન મળે ને જ્ઞાની પુરુષનું નિરંતર મુક્ત હાસ્ય હોય ! સંકલ્પ-વિકલ્પ બંધ નથી કરવાના, પોતે નિર્વિકલ્પી થવાનું છે. મન ચાલુ રહે ને સંલ્પ-વિકલ્પ ના થાય, નિર્વિકલ્પ રહે એ જ્ઞાની. (૨.૨) મત, મતતા ધર્મમાં... ઈન્દ્રિયો, કર્મેન્દ્રિયો ને મન સહુ પોતપોતાના ધર્મમાં જ છે. ‘આત્મા’ એના જોવા-જાણવાના ધર્મમાં નથી અને ‘પ્રતિષ્ઠિત આત્મા’નો સાક્ષીરૂપ ધર્મ છે એ પોતાનો પાળતો નથી. વિચારોના સાક્ષીરૂપ રહેવાને બદલે ‘પોતે’ કર્તાભાવમાં આવી જાય છે. મનનો સ્વભાવ વિચારનો છે. ઈન્દ્રિયો બંધનરૂપ ક્યારે થાય ? ઈન્દ્રિયોનું સંચાલન મન દ્વારા થાય ત્યારે. મન જ્યારે ઈન્દ્રિયોની સામું થાય ત્યારે આંખો હોળી દેખે છતાં દાઝે નહીં એના જેવું રહે. રાણી કચકચવાળી હોય તો આખી જિંદગી નથી નભાવતા એને ? પાછી આબરૂ રાખે કે બહુ સારાં છે, બહુ સારાં છે. એ મનને કહેવું, બહુ સારું છે. વિચારોમાં તાદાત્મ્ય થવાય, તો તેનાથી કર્મ બંધાય ને વિચારોમાં તાદાત્મ્ય ના થવાય, તો તે ઊડી જાય. 17 (૨.૩) મતનું સાયન્ટિફિક સ્વરૂપ ! મન જ સ્વયં સંસાર છે. એમાં તન્મયાકાર થયા કે પોતે થઈ ગયો સંસારી. જેનું મન ક્યારેય અશાંત ન થાય તે મુક્ત ! મનથી છૂટાય કેવી રીતે ? જ્ઞાની જ મનથી છોડાવી આપે. મન ફિઝિકલ છે. પોતે તેને વળગે છે તેથી મન જીવતું થાય છે. બાકી એ નથી જીવંત. ફિઝિકલ છે પણ ઓપરેશનથી ના દેખાય કે ના કઢાય ! મન પરમાણુઓનું બનેલું છે પણ તે પરમાણુરૂપે નથી, અણુરૂપે છે. મન તદન જડ છે છતાં લાગે ચેતનવંતુ. કારણ કે એ છે નિશ્ચેતન ચેતન ! નિશ્ચેતન ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન. મનની ઉપર નીરખતી ચેતના અને તેની ઉપર શુદ્ધ ચેતન તે જ મૂળ આત્મા. મનના અધ્યવસાનને ચેતનનાં પરિણામ મનાય છે મોટા મોટા સંતોથી ! મગજ તો સ્થૂળ છે, ફિઝિકલ છે અને મન અંતઃકરણના ભાગમાં આવે છે. ‘વ્યવસ્થિત’ના મારફતે બ્રેઈન (મગજ)માં હિસાબ આવે. બ્રેઈનમાંથી મનનાથૂ એ ડિસ્ચાર્જ થાય. એટલે વિચાર આવે અને આત્મા આ બધાંને જાણે. મન હૃદયની અંદર છે, છતાં બન્નેનાં કાર્યો તદન ભિન્ન છે ! પોતે મનમાં ભળે તો જ મન જીવતું થાય ને કામ થાય. પોતે ના ભળે તો મન ‘ન્યૂટ્રલ’ છે. ચેતનમાં વિચારવાની શક્તિ નથી. જો મન એ સાયકોલોજીકલ ઈફેક્ટ હોત તો મનનો નાશ કરી શકાત. અવળી સાઈકલ ચલાવવાથી સાયકોલોજીકલ ઈફેક્ટ બંધ કરી શકાય. લેખકો, વૈજ્ઞાનિકો, પોલિટિશિયન્સ, આ બધા વિશ્વમાં ક્રાંતિ લાવે છે એ એમના વિચારોથી તો તે પણ શું નિર્જીવ ગણાય ? આ જગતમાં જે બધું લોકો કરે છે, સાંભળે છે, જુએ છે, વિચારે છે, બોલે છે, એમાં નથી ચેતન. એ બધું છે નિશ્ચેતન ચેતન. 18

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 287