________________
મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે
દાદાશ્રી : હા, એક્સંટ માઇન્ડેડ થઈ જવાય. આ તો લોકો નથી સમજતા. મન તો ઠેઠ સુધી મોક્ષે લઈ જનારું નાવડું છે. અને તારનારું, ડૂબાડનારું એ છે. તારો વાંક હશે તો ડૂબાડશે અને તારો વાંક નહીં હોય તો એ તને મોક્ષે પહોંચાડશે. તું મનમાં વિચરીશ નહીં, એટલે કે વિકલ્પો કરીશ નહીં તો મોક્ષે જઈશ. નિર્વિકલ્પી થવું અને વિકલ્પી થવું એ તારા હાથની વાત છે, મનને કશું લેવાદેવા નથી.
ત દબાવાય મતને કદી !
તમને સમજાયું ને, મનને મારવા જેવું નથી ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
૧૧૩
દાદાશ્રી : હા, નહીં તો એક્સેટ માઈન્ડેડ થઈ જાય. મન તો ઊલટું આનંદ પામવા જેવું હોય.
પ્રશ્નકર્તા: નિરંતર વિચારો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, એનું શું કારણ ?
દાદાશ્રી : એ વિચારો ના આવે તો પછી મન ખલાસ થઈ ગયું કહેવાય, બ્રેક ડાઉન (ભાંગી ગયું) થઈ ગયું કહેવાય.
એટલે મન કાઢી નાખવા જેવી ચીજ નથી. મનને મારી નાખવા જેવી ચીજ નથી. લોક મનને માર માર કરે છે. અલ્યા, મનને શું કરવા માર માર કરે છે ? બિચારા એનો શો દોષ ? દોષ કોનો ને કોને માર માર કરીએ વગર કામના ? અમે અમારા મનને કોઈ દા'ડો માર્યુ નથી એ બિચારાને ! તે અમારું મન કેવું સરસ છે, તે અમે એને જેમ કહીએ તેમ એ ચાલે. અને તમે તો એને ચૂંટીઓ ખણો, ધોલોય મારો, ઠપકારો ને બધુંય કરો તમે તો. કેટલાક કહે છે કે ‘હું મનને દબાવું છું.' અલ્યા, મનને શું કરવા દબાવે છે ? અલ્યા, એ સ્પ્રીંગની પેઠે કૂદશે ! આ સ્પ્રીંગને બહુ દબાવીએ તો શું થાય ? ચઢી બેસશે.
માઇન્ડ પાસે કામ લેવું, તે તમને નહીં સમજાવાથી આ દશા થઈ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
છે. જેમ આ એક મોટી લોંચ હોય, બે લાખ રૂપિયાની હોય, કોઈને ફ્રી ઓફ કોસ્ટ આપી. પછી લોંચ દરિયામાં મૂકે. તે લોંચ તો જાય તો જાય પણ એ હઉ જાય. મહીં બેઠા હોય, તેનેય મારી નાખે. એને માટે કેવી રીતે લોંચને વાપરવી એ આવડવું જોઈએ ને ? એટલે અત્યારે મનને કેવી રીતે વાપરવું, એ એની પાસે તરકીબ નથી. તેની આ સ્થિતિ થઈ છે ને ! નહીં તો મન તો બહુ સરસ કામ કરનારું છે.
(મહાત્માને) તમને મન અત્યારે હેલ્પ કરે છે કે નુકસાન કરે છે ? પ્રશ્નકર્તા : મદદ કરે.
દાદાશ્રી : હેલ્પ કરે ઊલટું.
૧૧૪
મત બિત ન જીવત ?
પ્રશ્નકર્તા ઃ મન વગર જીવવું શક્ય છે ?
દાદાશ્રી : મન વગર જીવે તો ખરો, પણ એબ્ઝટ માઇન્ડેડ હોય. એટલે એમાં ભલીવાર ના હોય. ગાંડો પણ એના કરતાં સારો. ગાંડાને પણ મન હોય, એને ગાંડું મન હોય. એટલે મન વગર તો જીવી જ
ના શકાય.
પ્રશ્નકર્તા ઃ મન વગરનું જીવવું એય એક કલ્પના જ છે ને ? દાદાશ્રી : પણ મન વગરનો થઈ શકે જ નહીં ને, માણસ ! પ્રશ્નકર્તા : તો ‘મનથી મુક્ત થવું'નો અર્થ શો ?
દાદાશ્રી : મન જે કહે, તે આપણે એક્સેપ્ટ (સ્વીકાર) નહીં કરવું. એટલી આપણામાં શક્તિ આવવી જોઈએ. એમ ને એમ તો શક્તિ ના આવે. એ તો અમે એની બેટરી ચાર્જ કરી આપીએ, તો શક્તિ આવે. પછી મન કહે, તે પેલો ગાંઠે નહીં આત્મા. પછી વાંધો ના આવે. મનમાં તન્મયાકાર થવું, એ આ સંસાર અને મનને જોવું અને જાણવું, એનું નામ મુક્તિ. આટલી જ ટૂંકી વાત છે.