________________
મન કા ચલતા તન ચલે...
૩૩૯
૩૩૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : પણ કશું મંગાવીએ છીએ ? મન કહે તોય નહીં. એવું હોતું હશે ? મન તો ચક્કર સ્વભાવ છે. તે જે એની જોડે ટચ થાય એને ઘનચક્કર બનાવ્યા વગર રહે નહીં.
તમે દાદાને આટલું બધું જુઓ છો, તોય તમને ખબર ના પડે ? દાદાને ‘નથી ગમતું નહીં હોય કંઈ ? બપોરે દાદા ટાઈમસર, સવારે ટાઈમસર ને રાત્રે સૂતી વખતેય ટાઈમસર !
પ્રશ્નકર્તા : દાદા, અમે બધા એવા છીએ કે, એક મિનિટેય ગમીએ નહીં, તોય તમે કેટલી સારી રીતે ગમાડીને રાખો છો ?!
દાદાશ્રી : હા, જુઓને ! પણ તમને સહેજ અભાવ દેખાય છે? ના દેખાય. અમે રાત્રે સાડા અગિયાર વાગે સૂઈ જઈએ છીએ. અમને અહીં સત્સંગ ચાલતો હોય તો ગમે. એક વાગ્યા સુધી ગમે, પણ આ તો સાડા અગિયારથી આગળ નહીં.
નહિ તો એ પડે લપટું ! પ્રશ્નકર્તા : આપણે નિયમ ગોઠવ્યો હોય કે બે જ રોટલી ખાવી છે. પછી મનના કહેવા પ્રમાણે ચાલીએ તો એ નિયમ તૂટી જાય એવું બને ને ?
પ્રશ્નકર્તા : અજ્ઞાનતા હોય તો પણ નિયમ નક્કી કરે તો એક્કેક્ટ (બરાબર) એ પ્રમાણે ચાલ્યા કરે ને ?
દાદાશ્રી : એ નક્કી કરે કે મારે નિયમથી જ ચાલવું છે એટલે નિયમથી જ ચાલે. પછી બુદ્ધિ ડખલ કરે તો એવું થઈ જાય છે. ગાડી નિયમમાં ના હોય તો શું થાય ?
પ્રશ્નકર્તા : હા, વ્યવહાર ચૂંથાઈ જાય બધો.
દાદાશ્રી : અમારું મન ઘણુંય કહે કે “આ ખાવ, આ ખાવ' પણ નહીં. નહીં તો મન લપટું પડી જાય, વાર ના લાગે. અને લપટો પડી ગયો, તેને આખો દહાડો કકળાટ હોય, દયાજનક સ્થિતિ. તું તો ચંદુભાઈને રડાવનારો માણસ, તું કંઈ જેવોતેવો માણસ છું ? એ પછી આ મન તો એનું ચંદુભાઈનું, આપણે શું લેવાદેવા ? હવે આપણે શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : ચોક્કસ.
દાદાશ્રી : મન એ ચંદુભાઈનું. એ મનના કહ્યા પ્રમાણે આપણે નહીં ચાલવાનું. મનના કહ્યા પ્રમાણે ચાલેને, એનું બ્રહ્મચર્ય ટકે નહીં, કશુંય ટકે નહીં, ઊલટું અબ્રહ્મચર્ય થાય. મનને ને આપણે શું લેવાદેવા ?
હવે કો'કના દાગીના પડ્યા હોય, મન કહે કે કોઈ છે નહીં, લઈ લો ને, પણ આપણે સમજવું જોઈએ. પોતાનું ચલણ ના રહે તો મન ચઢી બેસે.
પ્રશ્નકર્તા : પોતાને સમજાય ખરું કે આ બે કલાક નકામા જતા રહ્યા.
દાદાશ્રી : જતા રહ્યા એ જુદી વસ્તુ છે, એ તો અજાગૃતિને કારણે. પણ તોય મન ચઢી બેસે નહીં.
આપો મતતે મિટીંગ ટાઈમ ! મન આડાઅવળા વિચાર બતાવતું હોય તો મનને કહેવું, ગેટ
દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે ચલાય જ નહીં. મનનું કહ્યું જો આપણા જ્ઞાન પ્રમાણે ચાલતું હોય તો એટલું એડજસ્ટ (ગોઠવણી) કરી લેવાય. આપણા જ્ઞાનની વિરુદ્ધ ચાલે તો બંધ કરી દેવાય.
પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલે તો નિયમ તૂટે એવું ખરું ને ?
દાદાશ્રી : રહ્યો જ ક્યાં તે નિયમ ? કો'કનામાં ડહાપણ વાપરવું વચ્ચે તે. મન નિયમવાળું છે પણ આપણે તો જ્ઞાન પ્રમાણે ચાલવું છે. નહીં તો મન પણ નિયમવાળું છે. એનાથી તો આ જગતના લોકો બહુ સારી રીતે રહી શકે છે.