Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 270
________________ ૪૮૨ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) મનની મૂંઝવણનો ઉકેલ ૪૮૩ એટલે બંધાયાને ? માટે એ પ્રતિબદ્ધ કરે છે. તોય એ આપણા (જ્ઞાન લીધેલા) મહાત્માઓ માટે રોંગ બિલિફો છે. બહારના લોકો માટે તો એ પ્રતિબદ્ધ કરે છે. એ છે પારકું. તે પોતાને અદ્ધર જ બાંધે. એક માણસને જલેબીએ બાંધ્યો હોય, તો ત્યાં હોટલમાં બોલાવ્યા વગર છોડે નહીં. જલેબી એને બાંધે છે. તને નહીં બાંધેલું કશાએ ? પ્રશ્નકર્તા : હા, બરાબર છે. ખેંચાણ કરે. એને એટ્રેક્ટ કરે. દાદાશ્રી : અરે, આખુંય તુંબડું ત્યાં જાય. એટલે જ્ઞાની પાસેથી સમજી લે તો સારું. પ્રશ્નકર્તા : જ્ઞાની માટે પણ સંજોગ આવે જ ને. એ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ આવે.... દાદાશ્રી : સંજોગોને આધારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે. સંજોગો પેલા ગોઠવાયેલાં હોય. જો આ સરસમાં સરસ પેલા કાજુ છે, બદામ છે, પણ અમે એનો ફાકો નથી મારતા ? જો આ મન બંધાયેલું છે ત્યાં અમે કહીએ કે, “લ્યો હવે.” એક ફાકો મારીએ. પ્રશ્નકર્તા : અહીંયા મન બંધાયેલું છે. દાદાશ્રી : તે આખું બધું ના લે. એક જ ચમચો લે, એટલે આ બંધાયેલું ખરું, પણ એને ના કહીએ તો કશું નહીં, અસર ના હોય. કોઈ કહે, નહીં ખાવાનું, તો છો રહ્યું. અમે અમારા મનને આવું તેવું આપીએ ને, તે એક ચમચો આપીએ, વધારે નહીં. એને ખુશ રાખીએ. પ્રશ્નકર્તા : જ્ઞાની પણ મનને છેતરે ? દાદાશ્રી : મનને ખુશ રાખવાનું. ત્યાગીઓ શું કરે ? અડવા ના દે. એટલે પેલું મન રિસાય પછી. પ્રશ્નકર્તા : જ્ઞાની મનને ખુશ રાખવાનું કહે એ બરોબર પણ બીજાએ પણ એમ જ કરવું જોઈએ ? દાદાશ્રી : ના, બીજાનું કામ નહીં આમાં. અમને તો લફરું ના હોય. પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીને તો મન વશમાં હોય. દાદાશ્રી : તદન. પ્રશ્નકર્તા : હા. તો પછી એને ખુશ રાખવાની શું જરૂર ? દાદાશ્રી : ખુશ રાખવું પડે. પ્રશ્નકર્તા : તો મહાત્માઓએ કેમ ખુશ ના રાખવું જોઈએ ? એનું કારણ શું ? દાદાશ્રી : મહાત્માઓનું ગજું નહીં. મહાત્મા બંધાઈ જાય, પ્રતિબદ્ધ થઈ જાય. પ્રશ્નકર્તા ઃ તો મહાત્માએ કેમ વર્તવું ? દાદાશ્રી : સમભાવે નિકાલ કરવો. પ્રશ્નકર્તા: આ કેરી બહુ ભાવે છે, અંજીર મૂક્યા હોય અને કેરી મૂકી હોય તો અંજીર ના લે પણ કેરી લે. દાદાશ્રી : ઈન્ટરેસ્ટ (રુચિ)!! પ્રશ્નકર્તા : ઈન્ટરેસ્ટ છે તો પણ બંધાયેલા છે ને ? એની સાથે પ્રતિબદ્ધ થયેલા છે ને ? દાદાશ્રી : પૂર્વભવનું છે. આજે ડિસ્ચાર્જ છે. એટલે શાસ્ત્રકારોએ એવું લખેલું કે ઉદયકર્મને આધીન, ઉદયાધીન ! જો ઉદય હોય તો ગાળોય દે ને મારેય ખરાં. તોય જ્ઞાની કહે છે કે શંકા ના કરશો. શાસ્ત્રકારોએ એવું લખ્યું કે જ્ઞાની ગાળો દે, મારે તોય જ્ઞાનીની શંકા ના કરશો. જ્ઞાની જ્ઞાનમાં જ છે. તમને એમ લાગે કે બીજી જગ્યાએ છે.

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287