Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 275
________________ ૪૯૨ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) વિજ્ઞાન, મન વશનું ! ૪૯૩ દાદાશ્રી : આમને પેલી ચોપડી (શુદ્ધ વ્યવહાર ચરણવિધિ) આપો. એ બધું કરજો એટલે શાંતિ રહેશે. અમે એવું ચક્કરોનું જાણતા નથી. અમે ચક્કરોમાં પડી ગયા હોત તો અમારો વેષ થઈ ગયો હોત. પ્રશ્નકર્તા : મનોનિગ્રહના કાર્ય વગર અસંગપંથી બની શકાય ખરું? દાદાશ્રી : મનોનિગ્રહ સંસારમાં કામનો છે. રિદ્ધિ-સિદ્ધિ ઊભી કરવા માટે કામનું છે. મનને નિગ્રહ કરવાની જરૂર નથી. અસંગપંથી જ્ઞાનથી થાય, મનના નિગ્રહથી નહીં. એટલે ભગવાને કહ્યું છે કે નિગ્રહી, નિગ્રહ શી રીતે કરી શકે ? ઇન્દ્રિયોને એ બધાંથી નિગ્રહ શી રીતે કરી શકે ? પ્રશ્નકર્તા: તો વિચારોથી પરની ભૂમિકામાં જવાય કેવી રીતે? મન વશ ત્યાં સમાધિ સાચી ! પ્રશ્નકર્તા : એનો અંત કેવી રીતે આવે ? દાદાશ્રી : એ મને કહેવાનું કે “અંત લાવી આપો, સાહેબ !” કારણ કે તમને રસ્તો દેખાડીશ તો એ રસ્તો બહુ કઠણ છે અને બહુ લાંબો રસ્તો છે. એટલે હું તમને અત્યારે દેખાડું તો તમે ભૂલા પડી જાવ. હવે હું બેઠો હોઉં ને તમને જંગલમાં ભૂલાવામાં જવા દઉં, એ તો મારી મૂર્ખાઈ કહેવાયને ? મારી જ ભૂલ કહેવાય ને ? હું બેઠો ના હોઉં ને તમે જંગલમાં ફસાવ એ તો વાત જુદી છે, પણ હું બેઠો હોઉં તો તમને કહું નહીં કે જંગલમાં જાવ. એટલે તમારે અમને એમ કહેવું કે “મન અમને વશ થાય એવું કરી આપો.” તો તમને મન વશ વર્તે એવું અમે કરી આપીએ. અત્યારે તો મનને વશ થઈ ગયા છો, તન્મયાકાર થઈ જાવ છો ને કે નથી થતા ? પ્રશ્નકર્તા : થઈ જવાય છે. દાદાશ્રી : બધું આખું જગત એમાં જ છે, મનમાં જ છે. પ્રશ્નકર્તા : મન છે એ તો સુખ-દુ:ખનું કારણ છે. દાદાશ્રી : હા, સુખ-દુ:ખનું કારણ છે અને મન વશ રહે તો સુખેય નથી ને દુઃખેય નથી, એ સમાધિ લાવે એવું છે. પ્રશ્નકર્તા : એ તો જે રીતે માનીએ એ રીતે. સુખની માન્યતા જેવી રાખીએ તેવું. દાદાશ્રી : માન્યતાથી રહેલું એ સુખ ના રહે. માન્યતા હોય ત્યાં સુધી મન હોય ને મન હોય ત્યાં સુખ જ ના હોય. મનનું સ્વામીપણું હોય ત્યાં સુખ જ ના હોય. સંપૂર્ણ મન વશ વર્તે ત્યાર પછી સાચું સુખ ઉત્પન્ન થાય. હવે તેમને મન ક્યારે વશ વર્તશે ? અત્યારે આઠ આની તો વશ વર્તે છે કે નહીં ? પ્રશ્નકર્તા : માપ્યું નથી. દાદાશ્રી : મન જ વશ થઈ જાય પછી પરની ભૂમિકામાં ક્યાં જવાનું રહ્યું ? મન વશ થઈ જાય પછી રહ્યું શું ? અનંત અવતારથી મનને વશ કરવા માટે માથાકૂટ કરી રહ્યા છે. પણ હજુય વશ થતું નથી. તો પછી જંગલમાં જઈને પોક જ મેલવાનો વખત આવ્યો ને ? જંગલમાં જઈને પોક શા માટે મેલવાની ? કારણ કે ત્યાં કોઈ છાના ના રાખે. એને આ દયાળુ લોકો તો, ‘એય પાણી લાવો, એય ભઈને ચા પાવ.” કહે. એય નિરાંતે રડવા પણ ના દે. અને જંગલમાં જઈને પોક મેલે તો નિરાંતે રડાય ! આખી રાત પોક મેલોને ! એટલે આ મન વશ ના થયું. અનંત અવતારથી ભટકતા રહો પછી, તો પછી આ ભવ પાણીમાં ગયો. મનને વશ તો કરવું જ પડશે ને ? ક્યાં સુધી આવું ચાલે, પોલમ્પોલ ? પણ પાછો મનમાં માને કે હું એડવાન્સ છું. એણે એકમાં એડવાન્સ છું, પણ અલ્યા, મન તો તારું વશ છે જ નહીં ! સહેજ સળી કરે ત્યારે ફૂંફાડા મારે છે. કેટલી બધી ભયંકર નબળાઈઓમાં પોતે કહે છે, “હું કંઈક છું.”

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287