Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 274
________________ ૪૯૦ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) વિજ્ઞાન, મન વશનું ! ૪૯૧ દાદાશ્રી : શાંતિ રહે છે કે અશાંતિ રહે છે ? પ્રશ્નકર્તા : શાંતિ રહે છે. દાદાશ્રી : એટલો વખત મનોનિગ્રહ છે. શાંતિ ના રહે તો મનોનિગ્રહ ઊડી ગયો. શું કહેવા માગો છો તમે ? પ્રશ્નકર્તા : કાયમ મનોનિગ્રહ કેવી રીતે રહી શકે ? દાદાશ્રી : કાયમ મનોનિગ્રહ રહી શકે નહીં કોઈને. મન વશ થાય પણ મનોનિગ્રહ ના થાય કાયમ. એ તો થોડો વખત, તપૂરતું રહે. એ ભાઈ કંઈ જેવાતેવા નથી. એ તો દાઢી-બાઢી વધારીએ ! તો શાંત થાય થોડીવાર, પણ કાયમ નહીં. પ્રશ્નકર્તા : ધારો કે સોમાંથી પાંત્રીસ માર્ક આવે તો પાંત્રીસ માર્ક પાસ થાય છે ને ? પછી આગળના ક્લાસમાં ઉપર ચઢાવે છે ના હોય. એટલે મન વશ કરવું હોય તો આવજો. જ્યારે કરવું હોય ત્યારે આવજો. હમણે ના કરવું હોય ને પાંચ વર્ષ પછી કરવું હોય તો પછી આવજો. હું હોઈશ તો કરી આપીશ, નહીં તો રામ રામ ! રામેય ગયા ને આપણેય જાવ. આ મન વશ થઈ જાય એવી જગ્યા છે. જો તમારે વશ કરવું હોય તો વશ અને અડધું વશ કરવું હોય તો અડધું વશ, જે તમારે જેવું કરવું હોય એવું મને કહેવું ફક્ત. બીજું અડધું બીજે અવતાર કરાવી લેશું. એવો વિચાર હોય તો એમ. અસંગપંથી બનવા મતોતિગ્રહ જરૂરી ! પ્રશ્નકર્તા : મનોનિગ્રહ એટલે શું ? નિગ્રહ એટલે શું ? દાદાશ્રી : મનોનિગ્રહ એટલે આપણને હરકત ના કરે, અશાંતિ ઉત્પન્ન ના કરે એવી રીતે મનને બીજી જગ્યાએ રોકી રાખવું. એટલે આ ‘અહીં” (કરોડરજ્જુ આગળ) નિગ્રહ કરે. અહીં પાછળ ચક્કરોમાં નિગ્રહ કરે. (કુંડલીનીના પાંચ ચક્રો) એ કાયમ રહે નહીં. મનોનિગ્રહ થઈ શકે નહીં. એ તો અમે જ્ઞાન આપીએ ત્યારે એને મન વશ થઈ જાય. પ્રશ્નકર્તા : પણ મન વશ થયું એની કસોટી શું ? કેવી રીતે ખબર પડે અમને ? દાદાશ્રી : વશ નથી થયું એ જ કસોટી છે. ખાધું અને ભૂખ્યા, એ બેમાં કસોટીમાં ફેર ના પડે ? શી કસોટી એની ? પ્રશ્નકર્તા : ખાવાનું મન ના થાય, એમ. દાદાશ્રી : તે એવી કસોટી. એ પ્રશ્ન જ ક્યાં ઊભો કરવા જેવો છે ? ‘કસોટી’ શબ્દ ક્યાંથી લાવ્યા ? એ તો સોનીને ત્યાં હોય કસોટી. ઝાવાદાવા ના રહે, અંતરશાંતિ રહે એ કસોટી. શાંતિ જતી રહે એ મનોનિગ્રહ નથી. પ્રશ્નકર્તા : એ નથી સમજાતું. - દાદાશ્રી : તમારે જોવાનું કે તમારી મનોનિગ્રહની કસોટી થયેલી હોય તે ઘડીએ શાંતિ રહેશે. અને મન વશ થયું એટલે સમાધિ રહેશે. બીજી શી કસોટી ? અને આ કંઈ પેલા સોના જેવી કસોટી નથી હોતી. તમે મૂળ કહેવા શું માગો છો ? પ્રશ્નકર્તા : મનોનિગ્રહ થાય છે કે નથી થતો, એની અમને ખબર નથી પડતી. દાદાશ્રી : મનોનિગ્રહ કેમ ના થાય ? જે વસ્તુ છે, શબ્દો છે એ બધું જ થાય. પણ જરૂર હોય તો કરે ને ? મનના નિગ્રહની જરૂર પડે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : શેને માટે ? પ્રશ્નકર્તા : શાંતિ મેળવવા માટે.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287